યુરોપ-અમેરિકામાં ભીષણ ગરમીનો પ્રકોપ
યુરોપ-અમેરિકામાં ભીષણ ગરમીનો પ્રકોપ
નવી દિલ્હી, તા. 16 : વિશ્વભરમાં ગરમીનો ભયાનક દૌર શરૂ થયો છે. તાપમાન સામાન્યથી 10 ડિગ્રી ઊંચુ રહેતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અમેરિકાથી માંડી યુરોપ સુધી લાખો લોકો ગરમીથી અકળાઈ ઉઠયા છે. બીજીતરફ ભારતમાં હાલ વરસાદી સિઝનમાં રાજધાની દિલ્હી સહિત અનેક શહેરો પૂર પ્રકોપનો સામનો કરી રહ્યા છે. હવામાન નિષ્ણાતો આ સ્થિતિને જળવાયુ પરિવર્તન તરીકે જૂએ છે. વૈજ્ઞાનિકો આ સ્થિતીને ગ્લોબલ વોર્મિંગનું ઉદાહરણ ગણાવી ખતરા તરીકે જૂએ છે. અમેરિકાની રાષ્ટ્રીય હવામાન એજન્સીએ કેલિફોર્નિયાથી ટેકસાસ સુધી શક્તિશાળી લૂના પ્રકોપની આશંકા વ્યક્ત કરી છે. અમેરિક માટે આગામી સપ્તાહ ખૂબ જ ગરમ અને ખતરનાક રહેવાની ચેતવણી અપાઈ છે. હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ અમેરિકામાં હાલ મહત્તમ તાપમાન સામાન્યથી 10થી ર0 ડિગ્રી ફેરનહિટ વધુ રહી શકે છે. અમેરિકાની કૈલિફોર્નિયા સ્થિત ડેથ વેલી જે પૃથ્વી પરના સૌથી ગરમ પ્રદેશોમાં એક છે ત્યાં રવિવારનું તાપમાન વિક્રમી પ4 ડિગ્રી સે. રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. અહીં શનિવારે તાપમાન 48 ડિગ્રી સે.રહ્યંy હતું. એરિઝોનામાં પ્રચંડ ગરમી છે અને ફીનિકસમાં છેલ્લા 16 દિવસથી તાપમાન સતત 43 ડિગ્રી સે.થી ઉપર છે. લાસ વેગાસમાં ગરમીને કારણે જંગલોમાં દવ ભભૂકી ઉઠયો છે. 3000 એકડ જમીનમાં જે કંઈ હતુ તે આગમાં ખાક થઈ ચૂક્યું છે. સરકારે જંગલમાંથી પશુઓના સ્થળનાંતરનો આદેશ આપ્યો છે. કેનેડામાં 1 કરોડ એકર વન્ય ભૂમિમાં આગ લાગી છે. યુરોપમાં ઈટાલી ભયંકર ગરમીથી ત્રસ્ત છે. રોમ, બોલોગ્ના, ફલોરેંસ સહિત 16 શહેરોમાં રેડ એલર્ટ જાહેર કરાયુ છે. સોમવાર સુધીમાં રોમમાં તાપમાન 40 ડિગ્રી સે. થવાની સંભાવના છે. સિસિલી અને સાર્ડિયાના દ્વિપમાં તાપમાન 48 ડિગ્રી સે.ને આંબી શકે છે. આવી જ હાલત જાપાનની પણ છે. અહીં સરેરાશ તાપમાન 38-39 ડિગ્રી સે. પહોંચ્યુ છે. હવામાન વિભાગ અનુસાર દેશના અનેક શહેરોમાં તાપમાન સામાન્યથી ઊંચુ રહ્યુ છે. મોરક્કોના કેટલાક પ્રાંતમાં મહત્તમ તાપમાન 47 ડિગ્રી સે.પહોંચવાની ચેતવણી આપવામાં આવી છે.
