Rafale Jet India France: રાફેલ ડીલ પર ફ્રાન્સની ટેકનોલોજી અને ભારતની શરતો વચ્ચે ટક્કર, ૩.૨૫ લાખ કરોડના સોદામાં ‘સોર્સ કોડ’ પર અટક્યું પેચ

Arati Parmar
5 Min Read

Rafale Jet India France: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં હાલમાં નવી દિલ્હીમાં છે અને માનવામાં આવે છે કે ૧૧૪ રાફેલ ફાઇટર જેટને લઈને ડીલ થઈ શકે છે. પરંતુ આ પહેલા ફ્રેન્ચ અખબાર L’Essentiel de l’Éco ના એક રિપોર્ટમાં મોટો દાવો કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતને રાફેલ લડાયક વિમાનની મુખ્ય ઇલેક્ટ્રોનિક સિસ્ટમ અને તેના ખૂબ જ પ્રખ્યાત ઇલેક્ટ્રોનિક વોરફેર સૂટ, જેમાં SPECTRA ડિફેન્સિવ એડ્સ પેકેજ પણ સામેલ છે, તેને કંટ્રોલ કરતો સોર્સ કોડ આપવામાં આવશે નહીં. જોકે, આના કારણે રાફેલ સોદા પર કોઈ અસર પડશે કે નહીં, તેની જાણકારી નથી.

ઇલેક્ટ્રોનિક વોરફેર સૂટનો સોર્સ કોડ ન મળવાનો અર્થ એ છે કે ભારતની રાફેલ લડાયક વિમાનની ઓપરેશનલ સ્વતંત્રતા પર અસર પડશે. સોર્સ કોડ વગર, ભારતીય એન્જિનિયરો વિમાનમાં ભારતીય એડવાન્સ સેન્સર કે ‘અસ્ત્ર’ જેવી ભારતીય મિસાઇલો લગાવી શકશે નહીં. આ ઉપરાંત ભવિષ્યમાં અપગ્રેડેશન પણ સોર્સ કોડ વગર થઈ શકશે નહીં. ભારતે રાફેલ લડાયક વિમાનમાં દરેક મોટા ફેરફાર માટે, તેમાં ભારતીય મિસાઇલ, રડાર કે અન્ય કોઈ એડવાન્સ હથિયાર લગાવવા માટે ફ્રાન્સ તરફ જોવું પડશે.

- Advertisement -

રાફેલના SPECTRA વોરફેર પર ફસાયો પેચ

સોર્સ કોડ ન મળવાથી દરેક મોટા ફેરફાર માટે ડસોલ્ટ એવિએશન, થેલ્સ અને ફ્રાન્સના અન્ય ભાગીદારો સાથે સંકલન અને ઘણીવાર મંજૂરીની જરૂર પડશે. આ એક એવું સેટઅપ છે જે શરૂઆતના ૩૬-એરક્રાફ્ટ ડીલ અને ત્યારપછીના નેવલ રાફેલ-M ઓર્ડરમાં કરવામાં આવ્યું હતું. પરંતુ હવે જ્યારે ભારત ૧૧૪ રાફેલ લડાયક વિમાન ખરીદવા માટે ડીલ કરી રહ્યું છે અને આ ડીલ ૩.૨૫ લાખ કરોડ એટલે કે લગભગ ૩૬ અબજ ડોલરથી વધુની છે, તો ભારતને રાફેલમાં વધુ સ્વાયત્તતા જોઈએ છે. ભારત દરેક અપગ્રેડેશન માટે કે દર વખતે નવા હથિયારોનો સમાવેશ કરવા માટે ફ્રાન્સ તરફ જોઈ શકે નહીં. આ પ્રક્રિયા ઘણી લાંબી હોય છે, જેની અસર ઓપરેશનલ ક્ષમતા પર પણ પડે છે.

રિપોર્ટ મુજબ, ભારત અને ફ્રાન્સના ડીલ કરનારા અધિકારીઓ વચ્ચે ઘણી મથામણ ચાલી રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય અધિકારીઓનું ફોકસ રાફેલ પ્લાન્ટ દ્વારા ભારતમાં વધુમાં વધુ નોકરીની તકો ઉભી કરવા, રાફેલમાં ભારતમાં બનતા મોટાભાગના ઉપકરણો લગાવવા, જેમ કે ટાટા કે HAL સાથે પાર્ટનરશિપ અને વાસ્તવિક એન્જિનિયરિંગ ટ્રાન્સફર, જે સરફેસ-લેવલ ઓફસેટથી આગળની વાત છે, તે પ્રકારની વાતચીત કરવામાં આવી રહી છે.

- Advertisement -

રાફેલને લઈને શું ફ્રાન્સની સરકાર પર પણ દબાણ?

ફ્રેન્ચ મીડિયામાં પણ ભારત સાથે થનારી આ સંભવિત રાફેલ ડીલને લઈને ઘણું લખાયું છે. ફ્રેન્ચ અખબાર મુજબ:-

  • ફ્રાન્સની કંપની ‘સાફરાન’ રાફેલના M88 એન્જિનને ભારતમાં જ એસેમ્બલ કરવા પર સહમત થઈ ગઈ છે.

  • ફ્રેન્ચ મીડિયાની દલીલ છે કે આ એક મોટો ફેરફાર છે કારણ કે હાઈ-ટેક કંપનીઓ સામાન્ય રીતે પોતાની મુખ્ય ટેકનોલોજી બીજા દેશને આપવાથી બચે છે.

  • ફ્રેન્ચ અખબારે લખ્યું છે કે ભારત હવે માત્ર એક “દબ્બુ ખરીદનાર” નથી. નવી દિલ્હીએ સ્પષ્ટ કરી દીધું છે કે સ્થાનિકીકરણ (localization) વગર કોઈ ખરીદી થશે નહીં.

  • ૧૧૪ વધારાના રાફેલ વિમાનોના ઓર્ડર માટે ‘મેક ઇન ઇન્ડિયા’ સૌથી મોટી શરત છે, જેને વિદેશી સપ્લાયર્સે માનવી જ પડશે.

  • ફ્રાન્સ ભારતના ભવિષ્યના સ્ટીલ્થ ફાઇટર AMCA માટે ૧૧૦ kN ની શક્તિ ધરાવતા એન્જિનને ‘કો-ડિઝાઇન’ (સાથે મળીને બનાવવા) કરવાનો પ્રસ્તાવ આપી રહ્યું છે.

  • ફ્રાન્સ એ જોખમ લેવા તૈયાર છે કે ભવિષ્યમાં ભારત તેનો સ્પર્ધક બની શકે છે, કારણ કે તે આગામી દાયકાઓના સૌથી મોટા સંરક્ષણ બજાર (ભારત) માં પોતાની પકડ જાળવી રાખવા માંગે છે.

  • નવેમ્બર ૨૦૨૫ માં હૈદરાબાદમાં બનાવવામાં આવેલા MRO કોમ્પ્લેક્સ પછી, હવે લક્ષ્ય એ છે કે ૨૦૩૫ સુધીમાં ત્યાં દર વર્ષે ૩૦૦ એન્જિન તૈયાર કરવામાં આવે.

ફ્રેન્ચ અખબારે લખ્યું છે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે પાર્ટનરશિપમાં રાફેલના M88 એન્જિનને ભારતીય ધરતી પર એસેમ્બલ કરવા માટે રાજી થઈને, સાફરાન એક એવી રેખા ઓળંગી રહ્યું છે જેને હાઈ-ટેક ઇન્ડસ્ટ્રીએ લાંબા સમય સુધી ઓળંગવાની ના પાડી દીધી હતી. આ ફ્રાન્સની ઇન્ડસ્ટ્રીયલ તાકાતનું ટ્રાન્સફર છે.

- Advertisement -

તેણે લખ્યું છે કે ભારત હવે સીધા-સાદા ખરીદનારની જેમ વાતચીત નથી કરી રહ્યું. પરંતુ ૧૧૪ વધુ રાફેલના આવનારા ઓર્ડર સાથે, જેનાથી ટાર્ગેટ ફ્લીટ ૩૩૦ એરક્રાફ્ટ સુધી પહોંચી જશે, નવી દિલ્હી પોતાના નિયમો લાગુ કરી રહ્યું છે. જેમાં સૌથી મોટી શરત એ છે કે મેક ઇન ઇન્ડિયા વગર ડીલ કોઈ પણ સંજોગોમાં થશે નહીં. હવે જોવું રસપ્રદ રહેશે કે ૧૧૪ રાફેલને લઈને ઇમેન્યુઅલ મેક્રોંના પ્રવાસ દરમિયાન જ ડીલ થાય છે કે આગળ પણ વાતચીત ચાલુ રહેશે.

Share This Article