Russia-Ukraine War: યુક્રેન માટે માઠા સંકેત, અમેરિકાએ હાથ ખંખેર્યા, NATO પણ સહાયથી દૂર?

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Russia-Ukraine War: યુરોપિયન દેશો સહિત NATO ગઠબંધનના સભ્ય દેશો કથિત રીતે પોતાની એ યોજનાથી પીછે હટ કરી રહ્યા છે, જેના હેઠળ યુક્રેનને લશ્કરી સહાય આપવાની યોજના બનાવવામાં આવી હતી. અગાઉ એવા અહેવાલો હતા કે, શાંતિ કરારની સ્થિતિમાં યુરોપિયન દેશો યુક્રેનને ભવિષ્યમાં રશિયન આક્રમણથી બચાવવા માટે ત્યાં સૈન્ય તહેનાત કરશે અને લશ્કરી સહાય પૂરી પાડશે, પરંતુ હવે આ યોજના તૂટી રહી હોય તેવું લાગી રહ્યું છે. નાટો દેશોના આ પગલાથી યુક્રેનને મોટો ઝટકો લાગ્યો છે.

એક અહેવાલ પ્રમાણે યુરોપિયન નેતાઓ હવે બદલાયેલા ભૂ-રાજકીય સંજોગોમાં બ્રિટન અને ફ્રાન્સ દ્વારા પ્રસ્તાવિત સૈનિકો મોકલવાના પડકારો પર વિચાર કરી રહ્યા છે, અને તેને પલટાવી દેવાની યોજના પર કામ કરી રહ્યા છે. ટ્રમ્પ વહીવટી તંત્ર હેઠળ તાજેતરના સમયમાં યુએસ-રશિયા સંબંધોમાં સુધારો થયો છે અને મોસ્કો ધીમે-ધીમે વોશિંગ્ટનની નજીક આવી રહ્યું છે, તેથી યુરોપિયન દેશો હવે તેમના પ્રસ્તાવથી પાછળ હટી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ યુક્રેન હવે યુદ્ધના મેદાનમાં પીછેહઠ કરી રહ્યું છે અને રશિયા આગળ વધી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે.

- Advertisement -
Share This Article