US Road Accident: હૈદરાબાદના એક પરિવારના ચાર સભ્યોની રવિવારે (6 જુલાઈ) માર્ગ અકસ્માતમાં બળીને મોત નિપજ્યા હતા. આખો પરિવાર અમેરિકામાં રજા માણવા ગયો હતો. આ દરમિયાન એક મિની ટ્રકે તેમની કારને ટક્કર મારી દીધી, જેનાથી કારમાં આગ લાગી ગઈ અને અંદર બેઠેલા તમામ લોકો બળીને ખાક થઈ ગયા.
એટલાંટાથી ડલાસ જઈ રહ્યો હતો પરિવાર
હૈદરાબાદના રહેવાસી શ્રી વેંકટ, તેમની પત્ની તેજસ્વિની અને તેમના બે બાળકો અમેરિકાના ડલાસમાં રજા માણવા ગયો હતો. જ્યારે તેઓ અટલાંટામાં પોતાના સંબંધીથી મળ્યા બાદ ડલાસ પરત ફરી રહ્યા હતા, ત્યારે રોંગ સાઇડથી આવી રહેલા એક મિની-ટ્રકે તેમની કારને ટક્કર મારી દીધી હતી.
મૃતકોના ડીએનએ ટેસ્ટ જાહેર
ટક્કર બાદ કારમાં આગ લાગી ગઈ હતી અને દંપતી અને તેમના બંને બાળકોના મોત થઈ ગયા. મૃતકોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે ડીએનએ પરીક્ષણ કરવામાં આવ્યા છે. ડીએનએ પરીક્ષણ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.