Interesting facts about Tino Best: ક્રિકેટરનો શોકિંગ ખુલાસો: “મારે 500થી વધુ મહિલા સાથે સંબંધ હતા” – આત્મકથામાં શું કહ્યું?

Arati Parmar
4 Min Read

Interesting facts about Tino Best: વેસ્ટ ઇન્ડિઝની ટીમનો એક સમયે ક્રિકેટ જગતમાં દબદબો હતો. 1970 અને 1990ના દાયકામાં આ ટીમ પાસે શાનદાર ફાસ્ટ બોલરોની સેના હતી. મેલ્કમ માર્શલ, જોએલ ગાર્નર, કર્ટલી એમ્બ્રોઝ, એન્ડી રોબર્ટ્સ જેવા ફાસ્ટ બોલરોનો સામનો કરવો બેટ્સમેન માટે સરળ નહતું. જોકે, ધીમે-ધીમે વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટનો ગ્રાફ ઘણો નીચે જતો રહ્યો. ઘણા ફાસ્ટ બોલરો ઉભરી આવ્યા પરંતુ તેમાંથી મોટાભાગના ઇન્ટરનેશનલ લેવલ પર એટલા સફળ ન થઈ શક્યા.

બેસ્ટે બેટિંગમાં બનાવ્યો હતો આ ખાસ રૅકોર્ડ

- Advertisement -

ટીનો બેસ્ટ પણ વેસ્ટ ઇન્ડિઝના એ ફાસ્ટ બોલરોમાં સામેલ હતો જેમનું ઇન્ટરનેશનલ કરિયર ‘આઉટ ઑફ ટ્રેક’ જ રહ્યું. બાર્બાડોસમાં જન્મેલા ટીનો બેસ્ટની તુલના વેસ્ટ ઇન્ડિઝના મહાન બોલર વેસ હૉલ સાથે કરવામાં આવતી હતી, પરંતુ તે આ દિગ્ગજની જેમ ક્રિકેટ જગતમાં પોતાની છાપ ન છોડી શક્યો. 5 ફૂટ 8 ઇંચ ઊંચો ટીનો બેસ્ટ પોતાના કરિયરમાં વેસ્ટ ઇન્ડિઝ માટે માત્ર 57 મેચ રમી શક્યો.

ટીનો બેસ્ટે પોતાની આત્મકથામાં લખ્યું છે કે, ‘મને છોકરીઓ ખૂબ ગમે છે અને છોકરીઓ પણ મને ખૂબ પસંદ કરે છે. મને લાગે છે કે હું દુનિયાનો સૌથી સુંદર દેખાતો ટકલો પુરુષ છું. હું મજાકમાં કહું છું કે હું ‘બ્લેક બ્રેડ પિટ’ છું. એક ક્રિકેટર તરીકે હું જ્યાં પણ ગયો ત્યાં મેં છોકરીઓ સાથે વાત કરી, છોકરીઓ સાથે સૂઈ ગયો. મારો અંદાજ છે કે, મેં દુનિયાભરમાં 500થી 650 છોકરી સાથે સબંધ બનાવ્યા છે.’

- Advertisement -

હું એક પ્લેબોય બની ગયો

ટીનો બેસ્ટે આગળ કહ્યું કે, ‘મારો પહેલો પ્રેમ મેલિસા સાથે મારી એક સુંદર દીકરી થઈ જેનું નામ તમાની છે, પરંતુ અમારા માટે વસ્તુઓ ખરાબ થઈ ગઈ. મેલિસા સાથે બ્રેકઅપ થયા પછી હું એક પ્લેબોય બની ગયો. સરળ શબ્દોમાં કહું તો મહિલાઓનો દીવાનો બની ગયો. જો મને કોઈ છોકરી પસંદ આવે, તો હું તેની પાસે જઈને વાત કરું છું, પછી ભલે તે કોઈ પણ હોય. જો મેં બેયૉન્સને જોઈ અને તે સિંગલ હતી, તો હું તેની પાસે જઈને કહેતો, ‘હાય, મારું નામ ટીનો છે. તારું નામ શું છે?’ કોઈ પણ છોકરી મને ડરાવી નહોતી શકતી.’

- Advertisement -

ઓસ્ટ્રેલિયન પ્રવાસમાં 40થી વધુ મહિલા સાથે સંબંધ

ટીનો બેસ્ટ ખાસ કરીને ઓસ્ટ્રેલિયન છોકરીઓ પ્રત્યે ખાસ આકર્ષિત હતો. તેણે લખ્યું કે, સૌથી સુંદર છોકરીઓ ઓસ્ટ્રેલિયન હોય છે. મને લાગે છે કે તેઓ અદ્ભુત હોય છે. તેઓ ખરેખર પોતાની ફિટનેસ પર ધ્યાન આપે છે અને તેમના શરીર અદ્ભુત હોય છે.’ 2005માં ઓસ્ટ્રેલિયન પ્રવાસ દરમિયાન મેં 40થી વધુ મહિલાઓ સાથે સંબંધો બનાવ્યા હતા.’

2003માં ટેસ્ટ ડેબ્યુ

ટીનો બેસ્ટે વેસ્ટ ઇન્ડિઝની બોલિંગમાં એ આક્રમકતા, આત્મવિશ્વાસ અને ઉર્જા લાવ્યો જે લાંબા સમયથી ગાયબ હતી. ટીનો બેસ્ટ છેલ્લા બોલ સુધી લડતો રહેતો હતો. તેણે મે 2003માં ઓસ્ટ્રેલિયા સામે પોતાના હોમ ગ્રાઉન્ડ પર ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું, જ્યાં તે કોઈ વિકેટ નહોતો લઈ શક્યો. નબળા પ્રદર્શનને કારણે ટીનો બેસ્ટ ટીમમાંથી બહાર થતો રહેતો હતો. ફેબ્રુઆરી 2008માં વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડ (CWI) તરફથી કોન્ટ્રાક્ટ ન મળતાં, તે ઇન્ડિયન ક્રિકેટ લીગ(ICL)માં જોડાયો.

ટીનો બેસ્ટનું યાદગાર પ્રદર્શન

જોકે, બીજા વર્ષે ટીનો બેસ્ટે અણધારી રીતે ટેસ્ટ ટીમમાં વાપસી કરી઼. ટીનો બેસ્ટે 2012માં બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ સીરિઝમાં 12 વિકેટ લીધી હતી, જે ટેસ્ટ ક્રિકેટમાં બોલ સાથેનું તેનું સૌથી યાદગાર પ્રદર્શન હતું. ટીનો બેસ્ટની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેચ જાન્યુઆરી 2014માં વેલિંગ્ટનમાં ન્યુઝીલૅન્ડ સામે હતી.

ટીનો બેસ્ટનો ઇન્ટરનેશનલ રૅકોર્ડ

ટીનો બેસ્ટે વેસ્ટ ઇન્ડિઝ માટે 25 ટેસ્ટ, 26 વન-ડે અને 6 T20 ઇન્ટરનેશનલ મેચ રમ્યો છે. ટેસ્ટ મેચોમાં બેસ્ટે 40.19ની એવરેજથી 57 વિકેટ ખેરવી હતી. આ દરમિયાન તેણે બે વખત એક ઇનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી હતી. વન-ડે ઇન્ટરનેશનલમાં ટીનો બેસ્ટે 34.02ની એવરેજથી 34 વિકેટ લીધી છે. T20 ઇન્ટરનેશનલમાં 6 વિકેટ લીધી હતી. બેસ્ટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 494 રન બનાવ્યા હતા.

Share This Article