હવે તમામ પ્રકારની લોન મોંઘી થશે, RBIએ રેપો રેટમાં 0.35%નો વધારો કર્યો
Wednesday, 07 December 2022
રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ રેપો રેટ 0.35 ટકા વધારી દીધો છે. આથી સ્પષ્ટ થઈ ગયું છે કે, હવે લોન મોંઘી થશે અને લોકોને EMI પણ વધારે આપવાની ફરજ પડશે. જો કે તે બેંકો પર નિર્ભર રહેશે. આ સાથે જ રેપો રેટ વધીને 6.25 ટકા થઈ ગયો છે.
રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI)એ આ વર્ષે સતત પાંચમી વખત રેપો રેટમાં વધારો કર્યો છે. RBIએ રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે.
RBIના જણાવ્યા મુજબ, હવે રેપો રેટ 5.90 ટકાથી વધીને 6.25 ટકા થઈ જશે. રિઝર્વ બેંકના આ નિર્ણય સાથે જ હવે હોમ લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે.
RBIની મોનિટરિંગ પૉલિસીની બેઠક બાદ ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટમાં વધારાનું એલાન કર્યું છે. આ સાથે જ હોમ લોન, ઓટો લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે. જેના કારણે હવે લોકોને વધારે EMI ભરવું પડશે.
આ સાથે જ RBIના ગવર્નરે નાણાંકીય વર્ષ 2022-23 માટે GDP ગ્રોથ રેડ 6.8 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. અગાઉ RBIએ GDP ગ્રોથ રેટ 7 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતુ.
