People leaving religion rapidly: ધર્મ તે દરેકનો અંગત અને ખાસ વિષય હોય છે.જો કે, અસલમાં આજે કોઈપણ ધર્મની મીન્સ કે, બધા જ ધર્મને જે પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે તે રીત જ ખોટી છે.લોકો ધર્મના નામે લડી લડીને મરી રહ્યા છે.પરંતુ પેલી ઉક્તિ તો યાદ જ હશે ને કે, મજહબ નહીં શીખાતા આપસમેં બૈર રખના.તેમછતાં એકબીજાના ધર્મ વિષે જે ઝેર વેર જોવા મળે છે એટલું ભાગ્યે જ બજ્જે જોવા મળે.ત્યારે હકીકતમાં ધર્મ તે કેવળ મનની શાંતિ માટે જ હોય છે.જીવનમાં જયારે તમે ચોતરફથી ઘેરાઈ જાવ કોઈ સમસ્યાનું સમાધાન ન મળે ત્યારે ધર્મ જ એકમાત્ર તે ચીજ હોય છે કે, જે શ્રદ્ધાથી તમને ઉકેલ લાવી આપે.કેટલાક અનુભવો જોઈને તો આપણને તે ચમત્કાર સામો જ લાગે તેટલી ધર્મની ભવ્યતા હોય છે.પણ આપણે તો બસ મારો ધર્મ સારો અને તમારો નહીં.જેવી બાબતોમાંથી જ ઊંચા નથી આવતાં .ખેર વિશ્વભરમાં વિવિધ ધર્મોનું પાલન કરતા લોકો રહે છે.જેમાંથી કેટલાક લોકો પોતાનો ધર્મ છોડી ધર્માતરણ પણ કરતા હોય છે.તો કેટલીક જગ્યાએ પોતાને ધર્મને મોટો ચીતરવા જબરદસ્તી કે પ્રલોભનો થકી ધર્માંતરણ કરાવવામાં આવે છે.જે પણ એક વૈશ્વિક સમસ્યા છે.પરંતુ હમણાં આવેલા આ સર્વે ના તેમની કુલ વસ્તી 800 કરોડથી વધુ છે. ‘વર્લ્ડોમીટર’ મુજબ, આ 800 કરોડમાંથી, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મની વસ્તી સૌથી વધુ છે. હવે, ‘પ્યુ રિસર્ચ સેન્ટર’ ના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વિશ્વમાં 55 વર્ષથી ઓછી ઉંમરના 10 માંથી 1 પુખ્ત વયના લોકોએ તેમના બાળપણના ધર્મનો ત્યાગ કર્યો છે.
ખ્રિસ્તી ધર્મમાં ઘટાડો
‘પ્યુ રિસર્ચ સેન્ટર’ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વે અનુસાર, વૈશ્વિક સ્તરે ધાર્મિક પરિવર્તનને કારણે ખ્રિસ્તી ધર્મને સૌથી વધુ નુકસાન થયું છે. સર્વે દરમિયાન, ડેટામાં જાણવા મળ્યું કે આ ધર્મમાં ઉછરેલા દરેક 100 લોકોમાંથી 17.1 લોકોએ ખ્રિસ્તી ધર્મ છોડી દીધો છે. જ્યારે ફક્ત 5.5 લોકોએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે. એકંદરે, ખ્રિસ્તી ધર્મમાં 11.6 લોકો ગુમાવ્યા છે. ખ્રિસ્તી ધર્મમાં ઘટાડો તેના અનુયાયીઓ માટે ચિંતાનો વિષય છે.
લોકો ઝડપથી બૌદ્ધ ધર્મ છોડી રહ્યા છે
રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યું છે કે ખ્રિસ્તી ધર્મ ઉપરાંત, લોકો બૌદ્ધ ધર્મ પણ ઝડપથી છોડી રહ્યા છે, જોકે તેને અપનાવનારાઓની સંખ્યા પણ વધુ છે. 100 બૌદ્ધોમાંથી, 22.1 લોકોએ આ ધર્મ છોડી દીધો છે. આ બધા ધર્મોમાં સૌથી વધુ છે. આનાથી બૌદ્ધ ધર્મને 9.8 નું નુકસાન થયું. આ ધર્મનો ધારણ દર માત્ર 78 ટકા છે તે પણ ચિંતાનો વિષય છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નાસ્તિકોનો દર નોંધપાત્ર રીતે વધ્યો છે. 100 માંથી કુલ 24.2 લોકો નાસ્તિક બન્યા છે.
હિન્દુ-મુસ્લિમ ધર્મનો ડેટા
‘પ્યુ રિસર્ચ સેન્ટર’ના અહેવાલ મુજબ, હિન્દુ-મુસ્લિમ ધર્મોમાં ધર્માંતરણનો દર એકદમ સ્થિર છે. તે જ સમયે, ધર્મ છોડીને અપનાવનારા લોકોની સંખ્યા લગભગ સમાન છે. આવી સ્થિતિમાં, આ ધર્મોને બહુ નુકસાન થયું નથી. રિપોર્ટ અનુસાર, સંયુક્ત રાષ્ટ્ર માનવ વિકાસ સૂચકાંક (HDI) અનુસાર, જે દેશોમાં HDI સ્કોર 0.8 કે તેથી વધુ છે, ત્યાં 18 ટકા લોકોએ પોતાનો બાળપણનો ધર્મ છોડી દીધો છે. આમાં કેનેડા, અમેરિકા અને યુરોપિયન દેશોનો સમાવેશ થાય છે. ના, આફ્રિકા અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં HDI સ્કોર 0.55 કરતા ઓછો છે. અહીં ફક્ત 3 ટકા લોકો પોતાનો બાળપણનો ધર્મ છોડી દે છે.