Whatsapp Business New Feature: વોટ્સએપ બિઝનેસ યૂઝર્સ માટે લાવ્યું નવા ફીચર્સ: AIથી લઈને એડ્સ અને કોલ્સ સુધી બધું એક જ પ્લેટફોર્મ પર

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Whatsapp Business New Feature: વોટ્સએપ દ્વારા હવે તેમના બિઝનેસ પ્લેટફોર્મ માટે નવા ફીચર્સની જાહેરાત કરવામાં આવી છે. એમાં બિલ્ટ-ઇન એડ મેનેજમેન્ટની સાથે AI અને નવા વોઇસ અને વીડિયો કોલિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચર્સની તાજેતરમાં એક ઇવેન્ટમાં વોટ્સએપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ ફીચર્સની મદદથી બિઝનેસ યુઝર્સ વધુ સરળતાથી માર્કેટિંગની સાથે લોકો સાથે કનેક્ટ થઈ શકશે.

મેટાના દરેક પ્લેટફોર્મ પર કરી શકાશે કેમ્પેન

- Advertisement -

મેટા દ્વારા હવે વોટ્સએપ બિઝનેસમાં ફીચર આપવામાં આવ્યું છે. એના દ્વારા યુઝર પોતાના બિઝનેસની એડ્સને મેટાના દરેક પ્લેટફોર્મ એટલે કે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર એડ કરી શકશે. આ તમામ એડ્સને એક જ જગ્યાએથી યુઝર મેનેજ કરી શકશે. આ માટે મેટા AIનો પણ ઉપયોગ કરી શકાશે. AI સપોર્ટ આપવામાં આવ્યો હોવાથી હવે કસ્ટમરને દરેક સવાલના જવાબ ઓટોમેટિક મળશે. તેમ જ તેમને પ્રોડક્ટ સજેસ્ટ કરવામાં આવશે અને ખરીદી કરવા માટે મદદ પણ મળી શકશે. આ ફીચર હાલમાં મેક્સિકોમાં શરૂ થઈ ગયું છે અને દુનિયાના તમામ દેશોમાં ધીમે ધીમે શરૂ કરવામાં આવશે.

કસ્ટમરને હવે વોટ્સએપ પર કરી શકાશે કોલ

- Advertisement -

વોટ્સએપ દ્વારા નવી અપડેટમાં કોલ ફીચર આપવામાં આવ્યું છે. આથી બિઝનેસ હવે સીધા કસ્ટમરને કોલ કરી શકશે. ટેલીહેલ્થ જેવા બિઝનેસ માટે પણ આ ફીચર ઉપયોગી બની શકે છે. જોકે વોટ્સએપ કેટલીક સર્વિસના મેસેજ માટે હવે પૈસા ચાર્જ કરશે અને એ લોકેશન તથા કઈ સર્વિસ છે તેના આધારે નક્કી થશે. જો કે 24 કલાકની અંદર જવાબ આપ્યો હશે તો ફ્રીમાં રિપ્લાય મળી શકશે.

વોટ્સએપ બિઝનેસ માટે નવા ટૂલ્સ

- Advertisement -

વોટ્સએપ બિઝનેસમાં અત્યાર સુધી કેટેલોગ જેવા ટૂલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે બિલ્ટ-ઇન AIનો પણ સમાવેશ થયો છે. સાથે જ એડ્સ, મેસેજ અને સપોર્ટ દરેક વસ્તુને એક જ જગ્યાએથી મેનેજ કરી શકાશે. અન્ય પ્લેટફોર્મ્સની એડ્સ પણ વોટ્સએપ પરથી મેનેજ કરી શકાશે.

Share This Article