એકવાર વજન વધી જાય તો તેને ઘટાડવું મુશ્કેલ થઈ જાય છે.

newzcafe
3 Min Read

વજન ઘટાડવું મુશ્કેલ નથી, વાંચો, કેવી રીતે ?


વજન ઘટાડવું મુશ્કેલ નથી, વાંચો, કેવી રીતે ?


4 અઠવાડિયામાં બરફની જેમ ઓગળી જશે ચરબી, દૂધ સાથે આ 2 વસ્તુ લેવાની કરો શરુઆત


દૂધ સાથે ચિયા બીજ અને મધ: એકવાર વજન વધી જાય તો તેને ઘટાડવું મુશ્કેલ થઈ જાય છે. આવું તમે પણ માનતા હોય તો આજે તમને એક એવી ટીપ્સ જણાવીએ જેને મદદથી ચાર અઠવાડિયામાં જ તમારું વધેલું વજન સરળતાથી ઘટી શકે છે. વજન ઘટાડવા માટે ડાયટ સંબંધિત કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો વજન ઝડપથી ઉતરી શકે છે. જો ઝડપથી વજન ઘટાડવું હોય તો પ્રોટીન અને ફાઇબર ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. પ્રોટીન હોર્મોન હેલ્થ, ભૂખ અને મસલ્સને હેલ્ધી રાખવાનું કામ કરે છે. સાથે જ ફાઇબર મેટાબોલિક રેટ વધારે છે જેના કારણે વજન ઘટાડવામાં મદદ મળે છે. આ બંને વસ્તુના કોમ્બિનેશન સાથે પણ તમે વજન ઝડપથી ઘટાડી શકો છો. જો તમારે 4 અઠવાડિયામાં જ વજન ઘટાડવું હોય તો દૂધની સાથે આ બે વસ્તુ લેવાનું રાખો.


4 અઠવાડિયામાં વજન ઘટાડવાની ટિપ્સ


4 અઠવાડિયામાં વજન ઘટાડવું હોય તો દૂધમાં ચીયાસીડ અને મધ ઉમેરીને પીવાનું રાખવું જોઈએ. દિવસની શરૂઆત અથવા તો બ્રેકફાસ્ટની સાથે ચીયાસીડમાં મધ અને દૂધ ઉમેરીને પીવાથી શરીરને ત્રણ પ્રકારના ફાયદા થાય છે. 


– દૂધ પ્રોટીનથી ભરપૂર હોય છે જે ભૂખના હોર્મોનને વધારે છે અને વેટ લોસ કરવામાં મદદ કરે છે. 


– ચીયાસીડ ફાઇબરથી ભરપૂર છે અને તે પણ વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે. ચીયાસિડમાં એવા કમ્પાઉન્ડ હોય છે જે શરીરમાં જામેલા ફેટને બહાર કાઢવામાં મદદ કરે છે. 


– મધ કેલેરી બર્ન કરવામાં મદદ કરે છે તે શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે અને વજન ઘટાડવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. 


– વજન ઘટાડવા માટે દૂધમાં ચીયા સીડ્સ ઉમેરીને ખાવાથી સૌથી વધુ ફાયદો થાય છે. તેનાથી વજન ઘટે છે અને સાથે જ ભૂખ પણ કંટ્રોલમાં રહે છે. ચીયાસીડ અને દૂધનું કોમ્બિનેશન પેટ સાફ કરવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત દૂધ હાડકાને ફાયદો કરે છે અને મજબૂત બનાવે છે. 


જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો દૂધમાં ચીયાસીડ ઉમેરી થોડીવાર રાખો. ત્યાર પછી દૂધને પીતા પહેલાં તેમાં થોડું મધ ઉમેરો. આ દૂધને સવારે નાસ્તા પહેલા લેવાથી સૌથી વધુ ફાયદો થાય છે.

Share This Article