સુરતઃ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે 09 થી 29 માર્ચ દરમિયાન સુરત ક્રિકેટ લીગ-2024નું આયોજન કરવામાં આવશે.
Wednesday, 28 February 2024
સુરતઃ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે 09 થી 29 માર્ચ દરમિયાન સુરત ક્રિકેટ લીગ-2024નું આયોજન કરવામાં આવશે.
ગુજરાતમાંથી કુલ 350 પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી પ્લેરીયસ ડ્રાફ્ટ પદ્ધતિ દ્વારા કરવામાં આવશે.
સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક દ્વારા પુરસ્કૃત સુરત ક્રિકેટ લીગ-2024નું સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ 09 માર્ચથી 29 માર્ચ સુધી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આયોજન કરવામાં આવશે. સુરત સ્ટ્રાઈકર્સ (ધવલ શાહ અને વિકી દેસાઈ) ડુમસ ક્રિકેટ ક્લબ (ભાવિક પટેલ અને વિશ્વાઈ પટેલ), શ્રી સ્પોટ્સ (એસ.કે. સિંઘ), પાર્થ ટેક (પાર્થ ડોંડા અને આલોક વર્ષાણી), મગદલ્લા વોરિયર્સ (કિશોર, મનીષ, સંજય, સાહિલ, ગૌરાંગ), કેવિન પટેલ) ગોપિન ગોલ્ડન્સ (પિયુષ ડાલિયા, નિર્મિત ડાલિયા, કિરીટ દેસાઈ, સુભાષ દેસાઈ), કૈલાશ સ્પોટ્સ (હેમંત પટેલ, અવની પટેલ, રોહન પટેલ) અને સુરત ટાઇટન્સ (મેહુલ પટેલ અને ધર્મેશ પટેલ) ભાગ લેશે.
આવતીકાલે, 28મી ફેબ્રુઆરી 2024 ના રોજ બપોરે 2:00 વાગ્યે, પ્લેરીયસ ડ્રાફ્ટ પદ્ધતિ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી કુલ 350 પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. GCA હેઠળની આ ટુર્નામેન્ટમાં સુરત ઉપરાંત અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, વલસાડ , ભરૂચ, પંચમહાલ, બનાસકાંઠા, દમણ, દાદરા નગર હવેલી જેવા જિલ્લામાંથી પાંચ ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે.
આર્ય દેસાઈ, રિપલ પટેલ અને ઉર્વીલ પટેલ જેવા ખેલાડીઓ કે જેઓ ગુજરાત માટે આઈપીએલની અલગ-અલગ ટીમોમાં રમી ચૂક્યા છે તેઓ પણ આ વર્ષે સુરત ક્રિકેટ લીગમાં ભાગ લઈ રહ્યા છે. ગુજરાતના વર્તમાન કેપ્ટન ચિંતન ગજાની સાથે ચિરાગ ગાંધી, હાર્દિક પટેલ, સેન પટેલ, અરજણ નાગવાસવાલા, ઉમંગ ટંડેલ, હેમાંગ પટેલ, ઋષિ પટેલ, મનન હિંગરાજીયા, ક્ષિતિજ પટેલ જેવા પ્રખ્યાત રણજી ટ્રોફી ખેલાડીઓ પણ ભાગ લેશે. ડ્રાફ્ટ પસંદગી સહિતની તમામ મેચોનું YouTube પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
