EDUCATIONAL LOAN: 3 વર્ષમાં ગુજરાતના વિદ્યાર્થીઓએ લીધી ₹2300 કરોડની લોન, જેમાંથી 95% વિદેશ અભ્યાસ માટે

Arati Parmar
1 Min Read

EDUCATIONAL LOAN: ગુજરાતમાંથી છેલ્લા 3 વર્ષમાં રૂપિયા 2315 કરોડની એજ્યુકેશન લોન લેવામાં આવી છે. સૌથી વઘુ એજ્યુકેશન લોન લીધી હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર 11,426 કરોડ સાથે મોખરે છે.

95 ટકા અરજી વિદેશમાં અભ્યાસ માટેની

- Advertisement -

એજ્યુકેશન લોનનો ઉપયોગ મોટાભાગના વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે કરતા હોય છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના અહેવાલ પ્રમાણે 2020-21માં રૂપિયા 214 કરોડ, 2021-22માં રૂપિયા 314 કરોડ, 2022-23માં રૂપિયા 383 કરોડની એજ્યુકેશન લોન ગુજરાતમાંથી લેવામાં આવી હતી.

ગુજરાતમાં એજ્યુકેશન લોન એકાઉન્ટ 2020-21માં 6992 હતા અને તે 2024-25માં વધીને 8397 થઇ ગયા છે. નિષ્ણાતોના મતે એજ્યુકેશન લોન માટે જે અરજી આવે છે તેમાંથી 95 ટકા વિદેશમાં અભ્યાસ માટેની હોય છે.

- Advertisement -

 

Share This Article