Gujaratis becoming Bihar voters: ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે કોણે આમ કહ્યું ?

Arati Parmar
2 Min Read

Gujaratis becoming Bihar voters: તેજશ્વી યાદવે કહ્યું કે જ્યારથી SIR ની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારથી અમને ષડયંત્રની ગંધ આવી રહી છે. વિરોધી પક્ષોના મતદારોને મૃત જાહેર કરવામાં આવી રહ્યા છે અને તેમના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે. ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ગુજરાત ભાજપના પ્રભારી ભીખુ ભાઈ, જે 2024 માં ગુજરાતના મતદાર હતા, હવે પટણાના મતદાર બની ગયા છે.

‘મુઝફ્ફરપુરના મેયર અને તેમના સાળા પાસે પણ 2 મતદાર ઓળખપત્ર છે’

- Advertisement -

બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે પણ મુઝફ્ફરપુરના મેયર નિર્મલા દેવી વિશે મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપના નેતા નિર્મલા દેવી પાસે બે EPIC ઓળખપત્ર છે, જેમાં ઉંમર પણ અલગ છે. તેજસ્વી યાદવે કહ્યું હતું કે નિર્મલા દેવીના બે સાળા પાસે પણ EPIC નંબર છે.

‘લોકો પોતાનો જીવ બચાવશે કે આ બધું કરશે?’

- Advertisement -

વિપક્ષના નેતા તેજસ્વી યાદવે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ચૂંટણી પંચની ભૂલનો ભોગ સામાન્ય મતદારો કેમ બની રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચે પોતે મતદારો પાસે જવું જોઈએ. બિહારમાં અત્યારે પૂર આવ્યું છે. શું લોકો પોતાનો જીવ બચાવશે કે આ બધું કરશે?

આ સમગ્ર પ્રક્રિયા લોકશાહી માટે ખતરાની નિશાની છે – આરજેડી નેતા

- Advertisement -

તેજશ્વીએ ચૂંટણી પંચ અને બિહારના મુખ્યમંત્રી પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ કે બિહારના મુખ્યમંત્રી મીડિયા સામે આવી રહ્યા નથી, જે લોકશાહી માટે ખતરનાક છે. તેમણે આ સમગ્ર પ્રક્રિયાને લોકશાહી માટે ખતરાની નિશાની ગણાવી.

Share This Article