iPhone 17 production demand: આઇફોન 17ની વધતી માંગને જોઈ એપલ પ્રોડક્શન વધારશે, પ્રો મોડલની સરખામણીએ બેસિક વર્ઝન વધુ લોકપ્રિય

Arati Parmar
3 Min Read

iPhone 17 production demand: એપલ દ્વારા હાલમાં જ આઇફોન 17ની હાઇ-ડિમાન્ડને જોઈને પ્રોડક્શનમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એપલ દ્વારા આઇફોન 17 લોન્ચ કર્યા બાદ એની પ્રી-બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ બુકિંગ એપલના ધારવા કરતાં ખૂબ જ વધુ હતું. તેમ જ આઇફોનની ડિલિવરી શરૂ કરવામાં આવતાં એને ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આથી એપલ દ્વારા એનું પ્રોડક્શન વધારવા માટે કહેવામાં આવ્યું છે. આ માટે લક્સશેરને તેમના આઉટપુટમાં 40 ટકાનો વધારો કરવા માટે કહી દેવામાં આવ્યું છે. તેમ જ અન્ય સપ્લાયરને પણ 30 ટકા વધારો કરવા માટે કહેવામાં આવ્યું છે.

પ્રો કરતાં બેસિક આઇફોનની વધુ ડિમાન્ડ

- Advertisement -

આઇફોન 17 તેના પ્રો વર્ઝનની સરખામણીએ વધુ ડિમાન્ડમાં છે. એક સમય હતો જ્યારે પ્રો વર્ઝનના કેમેરા અને સ્ક્રીન બન્ને ખૂબ જ સારા હતા. જોકે હવે આઇફોન 17માં પણ એ ફીચર આપી દેવાથી યુઝર્સ મોંઘો મોબાઇલ લેવા કરતાં બેસિક આઇફોન ખરીદવાનું પસંદ કરી રહ્યાં છે. એક સમયે હતો જ્યારે એપલ તેના યુઝર્સને પ્રો મોડલ્સ ખરીદવા માટે પ્રેરિત કરતું હતું. જોકે હવે પ્રો મોડલની કિંમત એટલી વધી ગઈ છે કે એપલ પણ હવે સસ્તા આઇફોનની વધુ ડિમાન્ડનો સામનો કરી રહ્યું છે.

- Advertisement -
Share This Article