Tears While Cutting Onion: વર્ષોથી કોઈ પણ વ્યક્તિ માટે કાંદા કાપવાનું કામ ખૂબ જ મુશ્કેલી ભર્યું રહ્યું છે. વિજ્ઞાન સાથે સંકળાયેલા ઘણાં લોકોને ખબર હશે કે સલ્ફર સાથે સંકળાયેલા કમ્પાઉન્ડને કારણે આંખમાંથી પાણી આવે છે. જોકે આંખમાં પાણી આવવાની પ્રોસેસ વિશે કોઈને હજી સુધી ખબર નથી. હાલમાં એક હાઇ-સ્પીડ ઇમેજિંગ રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે કાંદા કાપવું એક સરળ કેમિકલ રિએક્શન નથી, પરંતુ એક ડાયનામિક ફિઝિકલ પ્રોસેસ છે.
બે-સ્ટેજ પર થાય છે પ્રોસેસ
રિસર્ચરે શોધી કાઢ્યું છે કે જ્યારે કાંદાને કાપવામાં આવે છે ત્યારે એમાં બે પ્રોસેસ થાય છે. પહેલી પ્રોસેસમાં હાઇ-સ્પીડમાં એક બિંદુ હવામાં સ્પ્રેની જેમ ઉછળે છે. ત્યાર બાદ કાંદાને વધુ કાપતા એમાં રહેલાં ધીમા અને જાડા બિંદુઓ એક મોટા બિંદુમાં પરિવર્તન પામે છે. આથી આ બિંદુઓ થોડી વાર રહીને ફરી હાઇ-સ્પીડમાં હવામાં સ્પ્રેની જેમ ઉછળે છે. એ જેવા આંખમાં જાય કે આંખમાં તરત જ બળતરા થવા માંડે છે અને પાણી આવવાનું શરૂ થઈ જાય છે.
ચપ્પુ ધારદાર હોવું જરૂરી
એક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે ચપ્પુ જેટલું ધારદાર હોય એટલું ઓછું સ્પ્રે થાય છે. એટલે કે કાંદાને કઈ રીતે કાપવામાં આવે એનાથી આંખમાં કેટલું પાણી આવશે એ નક્કી થાય છે. આ માટે ચપ્પુ ધારદાર હોવું ખૂબ જ જરૂરી છે. કાંદા કાપવા માટેની એક અદ્ભુત રીત છે. રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે કાંદાને કાપવા માટે ધારદાર ચપ્પુનો ઉપયોગ કરવામાં આવે અને એને ધીમે-ધીમે કાપવામાં આવે તો એમાંથી જે બિંદુ હવામાં સ્પ્રે થાય છે એ ખૂબ જ ઓછા થઈ જશે. આથી જેટલું ઓછું બિંદુ એટલું ઓછું પાણી. જૂના ચપ્પુથી કાંદા કાપવામાં વાર લાગે છે અને એટલું પાણી વધુ નીકળે છે અને એટલાં બિંદુ મોટા બને છે. આથી ચપ્પુ ધારદાર હશે તો આંખમાં એટલી અસર નહીં થાય. કાંદાને જેટલું ઝડપથી કાપવામાં આવશે એટલા જ બિંદુ ઝડપથી સ્પ્રે થશે અને એનાથી વધુ પાણી આંખમાં આવશે. આથી કાંદા કાપવામાં ફિઝિક્સ પણ રહેલું છે.
કાંદાનું પણ પોતાનું હોય છે કવચ
કાંદા પર રિસર્ચ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે કાંદાનું પોતાનું એક કવચ હોય છે. કાંદાનું બહારનું પડ એકદમ સખત હોય છે અને અંદરના નરમ હોય છે. આથી જ્યારે કાંદા કપાઈ જાય ત્યારે અંદરના બિંદુઓને એકદમ બહાર આવતાં ઉપરનું પડ અટકાવે છે. જોકે કાંદો જ્યારે સાઇડ પર પડી જાય ત્યારે એ બિંદુ બહાર સરળતાથી નીકળી જાય છે. આથી જ એક્સપર્ટ જ્યારે કાંદા કાપતા હોય ત્યારે તેમનો કાંદો જે રીતે કાપવા મુક્યો હોય ત્યારે હોય એ જ રીતે દેખાય છે. હાથ છોડતા દરેક સ્લાઇસ નીચે પડે છે.
જર્મ્સ પણ જોવા મળે છે કાંદામાં
કાંદા કાપવાથી આંખમાં પાણી કેવી રીતે આવે છે એની સાથે રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે આ બિંદુઓને કારણે જર્મ્સ પણ ફેલાય છે. ધાર વિનાના ચપ્પુ દ્વારા કાંદા કાપવામાં આવે તો એમાંથી સ્પ્રે થતાં બિંદુઓ દૂર સુધી ઉડે છે. આ બિંદુઓને કારણે બેક્ટેરિયા વધુ ફેલાય છે. આથી કાંદા કાપ્યા બાદ આસપાસની જગ્યા પણ સાફ કરવી જરૂરી છે.
કાંદા કાપવાની સરળ રીત
- ધારદાર ચપ્પુ
- ધીમે અને સહેલાઈથી કાંદા કાપવા
આંખમાં આંસુ ઓછા આવશે અને બેક્ટેરિયા પણ ઓછા થશે.