AI Chatbot Marriage: AI ચેટબોટ્સ પર માનવોની વધતી જતી નિર્ભરતા ચિંતાનું કારણ બની રહી છે. અહીં, પરિસ્થિતિ એવી જગ્યાએ પહોંચી ગઈ છે કે, લોકો આ ચેટબોટ્સ સાથે લગ્ન કરવાનું વિચારી રહ્યા છે.
AI ચેટબોટ્સ પર લોકોની નિર્ભરતા સતત વધી રહી છે. કામ માટે ઇમેઇલ લખવાનો હોય કે રિલેશનશિપ અંગે સલાહ લેવાની હોય, લોકો તરત જ ચેટબોટ તરફ વળે છે અને પોતાના પ્રશ્નો પૂછે છે. આ નિર્ભરતા હવે અમેરિકાના ઓહિયો રાજ્યમાં એક સમસ્યા બની ગઈ છે, અને લોકો AI ચેટબોટ્સ સાથે લગ્ન કરવા માંગે છે. આ મુદ્દાએ હોબાળો મચાવી દીધો છે. આને ધ્યાનમાં રાખીને, એક સ્થાનિક જનપ્રતિનિધિએ આવા લગ્નો પર કાનૂની પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
જણાવી દઈએ કે, આ લગ્ન સામાન્ય રીતે માણસોમાં લગ્ન થતા હોય તેવા હોતા નથી. પરંતુ AI ચેટબોટ્સ સાથે પોતાનું તમામ કરવામાં આવે છે અને તેની સલાહના આધારે જ જીવનમાં આગળ વધી રહ્યા છે. આનાથી લોકોમાં ટેકનોલોજીમાં રસ વધશે અને લોકોમાં રસ ઘણી જશે. જેનાથી તેઓ માનવ પાર્ટનર્સ સાથે લગ્ન કરશે નહીં અને ટેકનોલોજીને જ સર્વસ્વ માની લેશે.
મીડિયા અહેવાલો અનુસાર, હાઉસ ટેકનોલોજી અને ઇનોવેશન કમિટીના વડા થેડિયસ ક્લેગેટે ગયા મહિને ઓહિયો રાજ્ય વિધાનસભામાં એક બિલ રજૂ કર્યું હતું. આ બિલમાં AI અને માનવો વચ્ચે લગ્ન પર પ્રતિબંધ મૂકવાની વાત કરવામાં આવી છે. આ બિલ હાલમાં વિચારણા હેઠળ છે.
બિલ રજૂ કરનાર ક્લેગેટે કહ્યું કે, સીમાઓ હવે સ્પષ્ટ કરવાની જરૂર છે. જો આ કરવામાં નહીં આવે, તો એક દિવસ એવો આવશે, જ્યારે આ ચેટબોટ્સ માણસના પાર્ટનર તરીકેનો અધિકાર મેળવી લેશે. એક ઉદાહરણ આપતાં, તેમણે વર્ણવ્યું કે, જો ચેટબોટ વ્યક્તિના નાણાકીય નિયંત્રણ પર કબજો કરી લે તો શું થશે. ક્લેગેટે કહ્યું કે ,આ ખૂબ જ ભયાનક છે અને આવું થતું અટકાવવા માટે કાયદાની માંગ કરી રહ્યા છે.
વિવિધ અહેવાલો અનુસાર, ઘણા લોકોએ AI ચેટબોટ્સ સાથે ઊંડા ભાવનાત્મક જોડાણ અનુભવ્યાની જાણ કરી છે, અને ઘણા કિસ્સાઓમાં, આ ચેટબોટ્સ તેમના માનવ પાર્ટનર્સ કરતાં વધુ સંવેદનશીલ હોય છે. જણાવી દઈએ કે, તાજેતરના સમયમાં, એવા ઘણા કિસ્સાઓ બન્યા છે, જ્યાં લોકો મનુષ્યો કરતાં ચેટબોટ્સ પર વધુ નિર્ભર બન્યા છે.