PM Kisan 21st Installment: પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના એટલે કે, પીએમ કિસાન યોજના દેશના ખેડૂતો માટે એક મોટો સહારો છે. આ યોજના ભારત સરકારે શરૂ કરી છે, જેથી ખેડૂતોને ખેતી અને ઘરના ખર્ચા માટે આર્થિક મદદ મળી શકે.આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે, જે ત્રણ વખત 2,000 રૂપિયાના હપ્તામાં આવે છે. હાલ ખેડૂતો 21માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે. કેટલાક રાજ્યોમાં આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
કોને મળે છે આ યોજનાનો ફાયદો?-આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શરતો છે. આ યોજના તે ખેડૂત પરિવારો માટે છે, જેમાં પતિ, પત્ની અને બાળકો સામેલ છે. તેમની પાસે 2 હેક્ટરથી ઓછી ખેતીની જમીન હોવી જોઈએ. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર એ નક્કી કરે છે કે, કોણ આ યોજના માટે યોગ્ય છે. તેના માટે કેટલાક જરૂર દસ્તાવેજોની જરૂર પડે છે, જેમ કે આધાર કાર્ડ, બેંક ખાતાની વિગત, જમીનના માલિકીના હકવાળા દસ્તાવેજ અને મોબાઈલ નંબર.
તમને રૂપિયા મળશે કે નહીં કેવી રીતે ચેક કરવું?-જો તમે જાણવા માંગો છો કે, તમે આ યોજનાના લાભાર્થી છો કે નહીં, તો તેની રીતે બહુ જ સરળ છે. તમારે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in પર જવું પડશે. ત્યાં ફાર્મર કોર્નરમાં બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરો. પછી તમારો આધાર નંબર કે બેંક ખાતા નંબર દાખલ કરો. તેનાથી તમને પેમેન્ટ હિસ્ટ્રી અને યોગ્યાતની જાણકારી મળી જશે. જો તમારે મોબાઈલ નંબર લિંક કરવો છે, તો તે જ વેબસાઈટ પર ફાર્મર કોર્નરમાં જઈને અપડેટ મોબાઈલ નંબર પસંદ કરો. આધાર નંબર નાખો અને ઓટીપીથી તેને ચકાસો. ધ્યાન રાખો, આ યોજના માટે ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે.
ક્યારે મળશે PM કિસાન સમ્માન નિધિ યોજનાનો 21મોં હપ્તો?-કેટલાક રાજ્યોમાં દિવાળી 2025 એટલે કે, ઓક્ટોબરના અંત રૂપિયા રૂપિયા આવવાની આશા છે. જો કે, હાલ સત્તાવાર તારીખની પુષ્ટિ થઈ નથી. 20મોં હપ્તો 2 ઓગસ્ટ 2025ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વારાણસીથી જારી કરવામાં આવ્યો હતો.
આ છે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો હેલ્પલાઈન નંબર-ખેડૂતોને સલાહ છે કે, તેઓ હંમેશા સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.inથી જ જાણકારી મેળવે, કારણ કે ત્યાં સૌથી સાચી અને નવી જાણકારી મળે છે. જો કોઈ સવાલ કે ફરિયાદ છે, તો હેલ્પલાઈન નંબર 155261 અથવા 011-24300606 પર સંપર્ક કરી શકો છો.