Sugar Export Quota Molasses Duty Waived: ખાંડ ઉદ્યોગને મોટી રાહત: કેન્દ્ર સરકારે ૧૫ લાખ ટન ખાંડની નિકાસ છૂટ આપી, મોલાસિસ પરની ૫૦% ડ્યૂટી પણ રદ

Arati Parmar
2 Min Read

Sugar Export Quota Molasses Duty Waived: ગયા સપ્તાહના અંતે કેન્દ્ર સરકારે લીધેલા એક નિર્ણયમાં ઓકટોબરથી શરૂ થયેલી વર્તમાન ખાંડ મોસમમાં ૧૫ લાખ ટન ખાંડની નિકાસ છૂટ અપાતા ખાંડ ઉદ્યોગ માટે મોટી રાહત થઈ છે. શેરડીના બંપર ઉત્પાદનને ધ્યાનમાં રાખતા વર્તમાન મોસમનો પ્રારંભ ખાંડ ઉદ્યોગ માટે પડકારરૂપ શરૂ થયો છે.

નિકાસ છૂટ ઉપરાંત મોલાસિસ પરની ૫૦ ટકા નિકાસ ડયૂટી રદ કરવાનો પણ સરકારે નિર્ણય લીધો છે. ખાંડ મિલો તથા શેરડીના ખેડૂતોને ટેકો પૂરો પાડવાના હેતુ સાથે આ નિર્ણય આવી પડયા છે. ઊંચા ઉત્પાદન વચ્ચે ઈથેનોલ તરફ નબળા ઉપયોગને કારણે શેરડીના ખેડૂતોએ સહન કરવું પડે છે.

- Advertisement -

નિકાસ છૂટ ઉપરાંત ડયૂટી નાબુદ કરાતા ખાંડ મિલોમાં ઈન્વેન્ટરીનું દબાણ ઘટવાની ધારણાં છે અને મેલોની આવકમાં પણ વૃદ્ધિ જોવા મળશે. મિલો દ્વારા વીસ લાખ ટન ખાંડની નિકાસ છૂટ આપવામાં માગણી કરવામાં આવી હતી. સપ્ટેમ્બરમાં સમાપ્ત થયેલી ૨૦૨૪-૨૫ની ખાંડ મોસમમાં નિકાસકારોએ દસ લાખ ટનની પરવાનગી સામે અંદાજે આઠ લાખ ટન ખાંડ નિકાસ કરી હોવાનું જણાય છે.

Share This Article