Loan Guarantor Legal Risks: લોન ગેરેન્ટર બનતા પહેલા ૧૦૦ વખત વિચારજો! જો મિત્ર EMI નહીં ભરે, તો બેંક તમારી પ્રોપર્ટી વેચીને પણ વસૂલશે – જાણો કાયદાકીય જોખમો

Arati Parmar
3 Min Read
Loan Guarantor Legal Risks:  લોન લેતા સમયે બેંક હંમેશા ગેરેન્ટર માંગે છે અને મિત્રો-પરિવારજન જો તમને લોન ગેરેન્ટર બનવા માટે કહે છે, તો તમે બહુ જ સરળતાથી માની જાઓ છો. કારણ કે, તે તમારા પરિવારના હોય છે અને તેમને ના પણ ન પાડી શકાય. પરંતુ શું તમે જાણો છો કે, ગેરેન્ટર બનવાનો અર્થ પોતે તે લોનની પૂરી જવાબદારી ઉઠાવવાનો હોય છે. જો લોન લેનારો વ્યક્તિ EMI ન ભરી શક્યો, તો બેંક સીધી તમારી પાસે રૂપિયા વસૂલવા માટે આવશે.
ઈન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872ના સેક્શન 128ના અનુસાર, ગેરેન્ટરની લીગર જવાબદારી લોન લેનારા વ્યક્તિના બરાબર જ હોય છે. એટલે કે, બેંક ઈચ્છે તો તમારી સેલેરી અને પ્રોપર્ટી બધેથી રૂપિયા કાપી શકે છે. ઉપરાંત તમારો સિબિલ સ્કોર પણ ખરાબ થઈ જશે, જેથી આગળ લોન લેવામાં મુશ્કેલી ઊભી થશે. એટલા માટે કોઈના લોન ગેરેન્ટર બનવા પહેલા 100 વખત વિચારો. પરંતુ તમે જો કોઈના ગેરેન્ટર બનો છો, તો તમે કેવી રીતે મુશ્કેલીમાં મુકાઈ શકો છો, આ જાણવું પણ જરૂરી છે.
લોન ગેરેન્ટર ન બનવું હોય તો શું કરવું?- જો તમે લોન ગેરેન્ટેર છો અને તમારુ નામ લોન ગેરેન્ટરથી હટાવવા માંગો છો, તો તેના માટે તમારી પાસે કેટલીક જાણકારી હોવી જરૂરી છે. સૌથી સરળ રીત એ છે કે, લોન લેનારો વ્યક્તિ કોઈ અન્ય ગેરેન્ટર લાવીને બેંકમાં બતાવે અને તેનું નામ ગેરેન્ટેર તરીકે રજિસ્ટર કરે. ત્યારબાદ તમારુ નામ ગેરેન્ટર તરીકે હટી જશે. આ ઉપરાંત, તમે કાયદેસર રસ્તો પણ અપનાવી શકો છો. પરંતુ તે બહુ લાંબી પ્રોસેસ છે.
મોટાભાગની બેંક સરળતાથી નામ હટાવતી નથી, કારણ તે તેમનું રિસ્ક વધી જાય છે. એટલા માટે યોગ્ય છે કે, તમે શરૂઆતમાં ગેરેન્ટર બનવાથી બચી જાઓ. ગેરેન્ટર બનવા પહેલા કેટલીક બાબતો ચેક કરો કે, તમારે મિત્ર કે પરિવારજન જે લોન લઈ રહ્યા છે, તે કેટલી મોટી છે, જો તમારે અંગત લોન ચાલું છે, તો તમારા મિત્ર કે પરિવારજનને લોન ગેરેન્ટર બનવાની ના પાડી દો.
લોન ગેરેન્ટર બનવા પહેલા આ વાતોનું રાખો ધ્યાન- એ સમજવું પણ મહત્વપૂર્ણ છે કે જો લોન મોંઘી હશે, તો તમારું જોખમ વધશે. ત્રીજું, અને સૌથી અગત્યનું, તમારી પાસે મિત્ર અથવા સંબંધીની આવક, નોકરી અને મિલકત વિશે સચોટ માહિતી હોવી જોઈએ. આ તમને એ સમજવામાં પણ મદદ કરશે કે, તમારો મિત્ર EMI ચૂકવી શકશે કે નહીં.
ઘણા લોકો મિત્રતામાં ગેરેન્ટર બની જાય છે અને પછી લાખોની ચૂકવણી કરે છે. સારો સિબિલ સ્કોર છે, તો બેંક સરળતાથી ટાર્ગેટ કરશે, એટલા માટે મિત્ર કે પરિવારજન કહે તો ના પાડી દો, કારણ કે રૂપિયા બેંક સરળતાથી આપી દેશે, પરંતુ ડિફોલ્ટ થયું તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો.
Share This Article