Babar Azam Century Celebration: ૮૦૭ દિવસ પછી સદી ફટકારી, પણ…: બાબર આઝમ વિરાટ કોહલીની ઉજવણીની નકલ કરવા બદલ ટ્રોલિંગનો શિકાર!

Arati Parmar
3 Min Read

Babar Azam Century Celebration: પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટર બાબર આઝમે શ્રીલંકા સામેની બીજી વનડેમાં શાનદાર સદી ફટકારીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચાલી રહેલા તેના ખરાબ ફોર્મનો અંત લાવ્યો છે. બાબર આઝમે આ સદી માટે 807 દિવસની લાંબી રાહ જોવી પડી હતી. જો કે, સદી ફટકાર્યા બાદ તેણે જે રીતે સેલિબ્રેશન કર્યું, તેના કારણે તે ફરી એકવાર સોશિયલ મીડિયા પર ફેન્સના નિશાન પર આવી ગયો છે.

કોહલીની ઉજવણીની નકલનો આક્ષેપ

- Advertisement -

બાબર આઝમ ભારતીય સ્ટાર બેટર વિરાટ કોહલીનો મોટો પ્રશંસક માનવામાં આવે છે અને તે ઘણીવાર મેદાન પર કોહલીની નકલ કરતો જોવા મળે છે. 83 ઇનિંગ્સના લાંબા અંતરાલ પછી સદી ફટકાર્યા બાદ બાબરે જે રીતે ઉજવણી કરી, તે વિરાટ કોહલીએ 2022માં તેની 71મી સદી દરમિયાન કરેલી ઉજવણી જેવી જ હતી.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ પણ વર્ષ 2022માં 83 ઈનિંગ્સના લાંબા અંતરાલ બાદ અફઘાનિસ્તાન સામે સદી ફટકારી હતી. આ સમાનતા અને ઉજવણીની શૈલીને કારણે બાબર આઝમની ખૂબ ટીકા થઈ રહી છે.

સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ

બાબર આઝમે સદીની ઉજવણીમાં આકાશ તરફ જોવું, ગળામાં પહેરેલા લોકેટને ચુંબન કરવું અને બેટ ઉંચુ કરવું… આ તમામ હાવભાવ કોહલીની ઉજવણી સાથે મળતા આવતા હોવાથી ચાહકોએ તેને જોરદાર ટ્રોલ કર્યો છે.

એક ચાહકે લખ્યું ‘બાબર આઝમે હવે વિરાટ કોહલીની સદીની ઉજવણીની પણ નકલ કરી છે, યાર. આ જોકર પાસે પોતાનું કંઈ નથી; તેની આખી કારકિર્દી વિરાટની નકલ કરવામાં વિતાવી છે. વિરાટની જેમ બોલવાનો પ્રયાસ કરવાથી લઈને લોકેટને ચુંબન કરવા સુધી, આકાશ તરફ જોવા સુધી, તેણે હવે તેની પણ નકલ કરી છે.’

અન્ય યુઝર્સે કટાક્ષ કર્યો: ‘પણ તે વિરાટ કોહલીના આંતરરાષ્ટ્રીય સદીના રેકોર્ડની નકલ કેવી રીતે કરી શકે?’ બાબર આઝમે ભલે લાંબા સમય બાદ સદી ફટકારીને રાહત મેળવી હોય, પરંતુ કોહલીની નકલ કરવાના આક્ષેપોને કારણે તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

Share This Article