BCCI scorecard mistake: મુંબઈ અને જમ્મુ કાશ્મીર વચ્ચે શ્રીનગરના શેર-એ -કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમમાં રણજી ટ્રોફીની નવી સીઝનની શરુઆત જ વિવાદ સાથે થઈ હતી. આ મેચમાં બુધવાર, 15 ઓક્ટોબરને બીસીસીઆઈથી એક મોટી ભૂલ થઈ હતી.
BCCIએ સરફરાઝ ખાનને મુંબઈ માટે ઇનિંગ રમતો બતાવ્યો
મુંબઈના બે બેટર, ભાઈ સરફરાઝ ખાન અને મુશીર ખાનના નામે સ્કોરકાર્ડમાં ગડબડી થઈ હતી. હકીકતમાં, શરુઆતમાં BCCI ની વેબસાઇટ પર સરફરાઝ ખાનને મુંબઈ માટે ઇનિંગ રમતો દર્શાવવામાં આવ્યો હતો.
સ્કોરકાર્ડમાં જણાવાયું હતું કે, સરફરાઝને જમ્મુ અને કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબીના બોલથી ખાતું ખોલ્યા વિના આઉટ થઈ ગયો હતો. પરંતુ, એ પછી ખબર પડી કે, આ સરફરાઝ નહીં, પરંતુ તેનો નાનો ભાઈ મુશીર ખાન હતો, જે ખરેખર ઓપનિંગ કરવા ઉતર્યો હતો અને ત્રીજા બોલ પર આઉટ થયો હતો.
આ ભૂલથી ક્રિકેટ ચાહકોને આશ્ચર્ય થયું હતું
સોશિયલ મીડિયા પર ભૂલ સામે આવ્યા પછી BCCI એ તરત જ સ્કોરકાર્ડમાં સુધાર્યું અને સરફરાઝની જગ્યાએ મુશીરનું નામ ઉમેર્યું હતું. જોકે, આ ભૂલથી ક્રિકેટ ચાહકોને આશ્ચર્ય થયું હતું. ઘણા લોકોએ સવાલો ઉઠાવ્યા હતા. ચાહકોએ પૂછ્યું કે, સરફરાઝને ઓપનિંગની શરૂઆતમાં કેમ મોકલવામાં આવ્યો, કારણ કે તે ભારતીય ટેસ્ટ ટીમમાં મિડલ ઓર્ડરમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.