India 5G Coverage: 5G ક્રાંતિ: દેશના ૯૯.૯% જિલ્લાઓમાં 5G સેવાઓ શરૂ! BSNL ના 5G વગર ભારતે મેળવી મોટી સિદ્ધિ

Arati Parmar
3 Min Read

India 5G Coverage: દેશમાં 5G સર્વિસનો વ્યાપ ખૂબ ઝડપથી થયો છે. રાજ્ય મંત્રી ડો. ચંદ્ર શેખર પેમ્માસનીએ રાજ્યસભામાં જણાવ્યું કે, દેશના ૯૯.૯ ટકા જિલ્લાઓમાં 5G સેવાઓ શરૂ થઈ ચૂકી છે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 5G પહોંચી ગયું છે, જેના કારણે લોકોને હવે ઝડપી ઇન્ટરનેટ અને સારી કૉલ ક્વૉલિટી મળી રહી છે. સૌથી મોટી વાત એ છે કે, સરકારી કંપની BSNLના 5G નેટવર્ક વગર જ ભારતે આટલી મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે.

૧. અત્યાર સુધીમાં કેટલા ટાવર લાગ્યા?

- Advertisement -

રાજ્યસભામાં આપવામાં આવેલી માહિતી અનુસાર, ૩૧ ઑક્ટોબર સુધીમાં દેશભરમાં ૫.૦૮ લાખ 5G ટાવર (બેસ ટ્રાન્સસીવર સ્ટેશન) સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ટાવર્સ શહેરોની સાથે-સાથે ગામડાઓમાં પણ લગાવવામાં આવ્યા છે. કુલ મળીને દેશમાં ૩૧ લાખથી વધુ મોબાઇલ ટાવર થઈ ગયા છે. ખાનગી અને સરકારી કંપનીઓ સાથે મળીને આ કામ કરી રહી છે.

૨. નેટવર્ક મજબૂત કરવાના સરકારી પ્રયાસો

- Advertisement -

સરકારે એવા વિસ્તારોમાં નેટવર્ક મજબૂત કરવા માટે અનેક મોટા પગલાં લીધા છે જ્યાં પહેલાં કૉલ ડ્રોપ થતો હતો કે ઇન્ટરનેટ ચાલતું નહોતું:

ભારત નેટ યોજના: ગામડે-ગામડે બ્રૉડબેન્ડ પહોંચાડવું.

- Advertisement -

નક્સલ પ્રભાવિત વિસ્તારો: મોબાઈલ સેવા પૂરી પાડવી.

4G સૅચ્યુરેશન યોજના: દરેક ગામમાં 4G કનેક્શન આપવું.

ગતિ શક્તિ સંચાર પોર્ટલ: શરૂ કરવું.

સડક કિનારે ટાવર: નાના ટાવર લગાવવા માટે સરળ મંજૂરી આપવી.

આ યોજનાઓથી હવે દૂર-દૂરના વિસ્તારોમાં પણ સારું નેટવર્ક મળી રહ્યું છે.

૩. 90% કવરેજ અને 6G પર ફોકસ

સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં 5G નેટવર્કનું કવરેજ લગભગ ૯૦ ટકા સુધી પહોંચી ગયું છે. હવે ખાનગી કંપનીઓ અને સરકારનું ધ્યાન અગામી પેઢી એટલે કે 6Gની તૈયારીઓ પર જઈ રહ્યું છે. 6G માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની ખૂબ મોટી ભૂમિકા હશે. આવનારા સમયમાં સ્માર્ટ સિટી, ઑટોમેટિક ગાડીઓ, દૂર બેઠા દર્દીનું ઑપરેશન જેવી વસ્તુઓ સામાન્ય થઈ જશે.

૪. ભારત 6G માં વિશ્વની સાથે ચાલશે

કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે, ભારત 6G એલાયન્સ હેઠળ સાત વર્કિંગ ગ્રુપ બનાવવામાં આવ્યા હતા. આ ગ્રુપ્સે તેમની પ્રગતિ અને આગળની યોજનાઓ રજૂ કરી છે. ટેક્નોલોજી, સ્પેક્ટ્રમ, ડિવાઇસ, ઍપ્લિકેશન અને પર્યાવરણ, આ તમામ ક્ષેત્રોને એકસાથે જોડીને કામ કરવું પડશે. સ્પેક્ટ્રમ નીતિ 6G ની કરોડરજ્જુ હશે. ભારતે પહેલાથી જ ઘણા સ્પેક્ટ્રમને ફરીથી ફાળવ્યું છે અને આગળ પણ કરશે. આ રીતે ભારત 6Gના મામલામાં દુનિયાની સાથે ખભેખભા મિલાવીને ચાલશે.

Share This Article