H-1B Visa News: H-1B વીઝા પર તણાવ: વીઝાનો દુરુપયોગ રોકવા માટે ૨૦૦ થી વધુ કેસોની તપાસ, વિદેશી વિદ્યાર્થીઓ માટે જોબ મેળવવી થઈ શકે છે મુશ્કેલ

Arati Parmar
4 Min Read

H-1B Visa News: અમેરિકામાં સ્ટુડન્ટ-વર્કર્સ માટે H-1B વીઝા મેળવવો મુશ્કેલ બનાવવામાં આવી રહ્યો છે. આ વીઝાને લઈને એટલો વિવાદ થઈ રહ્યો છે, જેના કારણે અમેરિકામાં નોકરીનું સપનું જોનારા લોકોની ચિંતા વધી ગઈ છે. આ દરમિયાન અમેરિકાના શ્રમ મંત્રી (Labor Secretary) લોરી ચાવેઝ-ડેરેમર એ H-1B વીઝાને લઈને કડક ચેતવણી આપી છે. તેમણે ચેતવણી આપતા કહ્યું છે કે અમેરિકી નોકરીઓ સૌથી પહેલા અમેરિકનોને મળવી જોઈએ. તેમની ચેતવણી વિદેશી વર્કર્સને હાયર કરતી કંપનીઓ માટે છે.

અમેરિકામાં વિદેશી વર્કર્સ માટે નોકરી મેળવવાનો સૌથી સરળ રસ્તો H-1B વીઝા મેળવવો રહ્યો છે. લોટરી દ્વારા મળતો આ વીઝા ટેક, હેલ્થકેર, ફાઇનાન્સ સહિત ઘણી ઇન્ડસ્ટ્રીમાં નોકરીના રસ્તા ખોલી દે છે. આ જ રીતે દર વર્ષે ૨૦ હજાર વીઝા એવા વિદ્યાર્થીઓને મળે છે, જેમણે અમેરિકી યુનિવર્સિટીઓમાંથી અભ્યાસ કર્યો છે. જો દેશની કંપનીઓ અમેરિકનોને નોકરીઓમાં પ્રાથમિકતા આપવા લાગશે, તો વિદેશી વર્કર્સની સાથે-સાથે અહીં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ માટે પણ નોકરી મેળવવી મુશ્કેલ થઈ શકે છે. સૌથી વધારે ચિંતા આ વાતની છે.

- Advertisement -

પ્રોજેક્ટ ફાયરવોલ હેઠળ કંપનીઓની તપાસ: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં શ્રમ મંત્રી લોરી ચાવેઝ-ડેરેમરે પ્રોજેક્ટ ફાયરવોલ ની વાત કરી, જે ડિપાર્ટમેન્ટ ઓફ લેબર (શ્રમ મંત્રાલય)ની એક પહેલ છે. તેને સપ્ટેમ્બર ૨૦૨૫ માં લોન્ચ કરવામાં આવી હતી. તેનો હેતુ પગારમાં ઘટાડો રોકવાનો અને એ સુનિશ્ચિત કરવાનો છે કે કંપનીઓ વિદેશી વર્કર્સને હાયર કરતા પહેલા અમેરિકી વર્કર્સને પ્રાથમિકતા આપે. પ્રોજેક્ટ ફાયરવોલ હેઠળ ડિપાર્ટમેન્ટ ઓફ લેબર ૨૦૦ થી વધુ કેસોની તપાસ કરી રહ્યું છે, જેમાં H-1B વીઝા પ્રોગ્રામનો ખોટો ઉપયોગ થયો છે.

H-1B નો દુરુપયોગ કરનારી કંપનીને જવાબદાર ઠેરવાશે: શ્રમ મંત્રી ચાવેઝ-ડેરેમરે કહ્યું કે પ્રોજેક્ટ ફાયરવોલને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેથી H-1B વીઝા પ્રોગ્રામનો સાચો ઉપયોગ થઈ શકે. તેનો અર્થ એ છે કે જ્યાં સ્કિલ વર્કર્સની જરૂર છે, ત્યાં તેમની નિમણૂક થાય. સાથે જ ન તો અમેરિકી વર્કર્સને નોકરી પરથી હટાવાય કે ન તો તેમનો પગાર ઓછો કરાય. તેમણે કહ્યું કે આ વીઝા પ્રોગ્રામનો ખોટો ઉપયોગ દેશના સ્થાનિક વર્કર્સને પ્રભાવિત કરે છે. તેમણે ‘X’ પર કરેલી પોસ્ટમાં કહ્યું, ‘H-1B વીઝા પ્રોગ્રામનો દુરુપયોગ કરનારી કોઈપણ કંપનીને જવાબદેહ ઠેરવવામાં આવશે.

- Advertisement -

‘ તેમણે કહ્યું, ‘અમે વારંવાર જોયું છે કે કંપનીઓ આ પ્રોગ્રામનો દુરુપયોગ કરીને વિદેશી વર્કર્સને માર્કેટ રેટ કરતાં ઓછા પગાર આપે છે, યોગ્ય અમેરિકી વર્કર્સની અવગણના કરે છે અથવા તો અમેરિકી વર્કર્સને પોતાના બદલે કામ કરનારાઓને ટ્રેનિંગ આપવા મજબૂર કરે છે. આ સ્વીકાર્ય નથી અને તે હવે બંધ થવું જોઈએ.’ તેમણે કહ્યું કે તે દરેક તપાસને પોતે જોઈ રહ્યા છે.

H-1B વીઝા સ્ટુડન્ટ-વર્કર્સ માટે કેમ જરૂરી છે?: અમેરિકામાં જોબ માટે H-1B વીઝા સૌથી સરળ રસ્તો છે. જો કોઈને ટેક, હેલ્થકેર, ફાઇનાન્સ જેવા સેક્ટર્સમાં કામ કરવું હોય, તો બસ તેને કોઈ અમેરિકી કંપની પાસેથી જોબ ઓફર લેવો પડશે, જે H-1B વીઝા માટે સ્પોન્સર કરવા પણ તૈયાર હોય. આ વીઝા ત્રણ વર્ષ માટે મળે છે, જેને ત્રણ વર્ષ એક્સ્ટેન્ડ પણ કરી શકાય છે. આ કારણથી વિદેશી વર્કર્સ આ વીઝાને ખાસ પસંદ કરે છે. આ જ રીતે વિદ્યાર્થીઓ પણ ડિગ્રી લીધા પછી પહેલા ‘ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ’ (OPT) પર કામ કરે છે અને પછી કંપની પાસેથી H-1B વીઝા સ્પોન્સરશિપ મેળવી લે છે. આ તેમને અમેરિકામાં ભણ્યા પછી જોબ કરવાની પરવાનગી આપે છે.

- Advertisement -
Share This Article