Nipah virus: નિપાહનો ફફડાટ: ભારતના બંગાળમાં ૨ કેસ મળતા જ દુનિયાભરમાં એલર્ટ; ઓસ્ટ્રેલિયાથી સિંગાપોર સુધી એરપોર્ટ પર સ્ક્રિનિંગ શરૂ

Arati Parmar
4 Min Read

Nipah virus: ભારતના પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસ (NiV) થી સંક્રમિત બે દર્દીઓ મળતા વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. ચીન, પાકિસ્તાન, થાઈલેન્ડ, સિંગાપોરથી લઈને ઓસ્ટ્રેલિયા સુધી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અનેક દેશોએ એરપોર્ટ પર હેલ્થ સ્ક્રીનિંગ ઓપરેશન સખત કરી દીધા છે. ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ડિસેમ્બર ૨૦૨૫માં પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસના ૨ દર્દીઓ મળ્યા હતા. જોકે ત્યારબાદ તે બંને દર્દીઓના સંપર્કમાં આવેલા ૧૯૬ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં વાયરસ સંક્રમણ નેગેટિવ મળ્યું છે. ભારતે કહ્યું છે કે સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ઓસ્ટ્રેલિયાના સ્વાસ્થ્ય મંત્રીએ શુક્રવારે કહ્યું કે સરકાર એશિયામાં નિપાહ વાયરસના ફેલાવા પર નજીકથી નજર રાખી રહી છે. માર્ક બટલરે નાઈન નેટવર્ક ટેલિવિઝનને નિપાહ વાયરસ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે “ઓસ્ટ્રેલિયામાં ક્યારેય નિપાહ વાયરસ જોવા મળ્યો નથી, પરંતુ સરકાર ભારતમાં ડિસેમ્બરમાં મળેલા ૨ કેસો બાદ સ્થિતિને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે.”

- Advertisement -

ઓસ્ટ્રેલિયામાં નિપાહ વાયરસને લઈને એલર્ટ

ઓસ્ટ્રેલિયાના સ્વાસ્થ્ય મંત્રી માર્ક બટલરે જણાવ્યું કે “ભારતીય અધિકારીઓએ અમને જણાવ્યું છે કે તેમણે આ વાયરસના ફેલાવા પર કાબૂ મેળવી લીધો છે, પરંતુ તેમ છતાં અમે આના પર ખૂબ જ નજીકથી નજર રાખી રહ્યા છીએ, કારણ કે આ એક ખૂબ જ ગંભીર વાયરસ છે.” બીજી તરફ શિન્હુઆ ન્યૂઝ એજન્સીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ડોનેશિયામાં અધિકારીઓએ ગુરુવારે બાલીના આઈ ગુસ્તી નગુરાહ રાય ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોની કડક દેખરેખ શરૂ કરી દીધી છે, જે ઓસ્ટ્રેલિયાના પ્રવાસીઓ માટે સૌથી લોકપ્રિય વિદેશી ડેસ્ટિનેશન છે.

તમને જણાવી દઈએ કે નિપાહ વાયરસ એક ઝૂનોટિક (Zoonotic) બીમારી છે, એટલે કે આ વાયરસ પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાય છે. જોકે માણસથી માણસમાં ફેલાવાનું જોખમ ન્યૂનતમ હોય છે અને આવું બહુ ઓછા કિસ્સાઓમાં થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ મહામારી ફેલાવવાની ક્ષમતા અને તેનાથી થતી બીમારીની ગંભીરતાને કારણે તેને ‘પ્રાયોરિટી પેથોજન’ (Priority Pathogen) ની યાદીમાં રાખ્યો છે. એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, આ માણસોમાં ગંભીર શ્વાસ અને ન્યુરોલોજીકલ બીમારી પેદા કરે છે, જે તાવ અને માથાના દુખાવાથી શરૂ થાય છે અને ગંભીર કિસ્સાઓમાં એક્યુટ એન્સેફાલીટીસ (મગજમાં સોજો) સુધી પહોંચી શકે છે.

- Advertisement -

નિપાહ વાયરસ સંક્રમણના લક્ષણો શું હોય છે?

  • નિપાહ ઘણો ખતરનાક વાયરસ છે અને ૨૪ થી ૪૮ કલાકની અંદર તેના લક્ષણો દેખાવા લાગે છે.

  • સંક્રમણ વધવા પર દર્દી કોમામાં પણ જઈ શકે છે.

  • નિપાહ વાયરસથી સંક્રમિત દર્દીઓમાં મૃત્યુદર ૪૦ ટકા થી ૭૫ ટકા સુધી હોઈ શકે છે, જે ઘણો વધારે છે.

નિપાહ વાયરસ સૌથી પહેલા ક્યાં જોવા મળ્યો હતો?

નિપાહ વાયરસ સૌથી પહેલા ૧૯૯૮માં મલેશિયા અને સિંગાપોરમાં જોવા મળ્યો હતો. મલેશિયામાં ડુક્કર પાળનારા ખેડૂતો વચ્ચે આ વાયરસ સૌથી પહેલા ફેલાયો હતો. જોકે ૧૯૯૯ પછી ત્યાંથી કોઈ નવો આઉટબ્રેક સામે આવ્યો નથી. ૨૦૦૧માં ભારત અને બાંગ્લાદેશમાં નિપાહ વાયરસના કેસ નોંધાયા હતા. ૨૦૧૪માં ફિલિપાઈન્સમાં પણ સંક્રમિત ઘોડાનું માંસ ખાવાથી આ વાયરસ ફેલાયો હતો.

ભારતમાં કેવી રીતે ફેલાયો નિપાહ વાયરસ?

WHO ના રિપોર્ટ મુજબ બાંગ્લાદેશમાં આ વાયરસ દૂષિત તાડનો રસ પીવાથી ફેલાય છે, કારણ કે તાડના ઝાડની આસપાસ ચામાચીડિયા રહેતા હોય છે. ભારતમાં ૨૦૦૧માં સિલીગુડીમાં આઉટબ્રેક થયો હતો, જ્યાં હોસ્પિટલના સ્ટાફ અને મુલાકાતીઓ વધુ ભોગ બન્યા હતા. ૨૦૧૮માં કેરળમાં પણ નિપાહથી ડઝનબંધ લોકોના મોત થયા હતા. ભારતમાં આ વાયરસ ફેલાવાનું મુખ્ય કારણ ચામાચીડિયાની લાળ, પેશાબ અને તેના દ્વારા એઠાં કરાયેલા ફળો માનવામાં આવે છે.

- Advertisement -
TAGGED:
Share This Article