Iran Regime Change 2026: ઈઝરાયેલ તથા અમેરિકાએ ઈરાન પર હુમલો શા માટે કર્યો?

Arati Parmar
5 Min Read

Iran Regime Change 2026: 28 ફેબ્રુઆરી 2026ના રોજ ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાન પર મોટા પાયે હુમલા (joint airstrikes) કર્યા, જેને ‘Operation Epic Fury’ (અમેરિકા) અને ‘Roaring Lion’ (ઈઝરાયેલ) તરીકે ઓળખવામાં આવે છે. આ હુમલામાં Ayatollah Ali Khamenei આયતુલ્લાહ અલી ખામેનેઈ (સુપ્રીમ લીડર)ના તેહરાનમાં આવેલા કમ્પાઉન્ડ પર પણ હુમલો થયો અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તથા ઈઝરાયેલી સ્ત્રોતોએ તેમનું મોત જાહેર કર્યું.

આયતુલ્લાહ ‘અલી ખામેનેઈ’ કોણ છે? આયતુલ્લાહ રૂહોલ્લાહ ખોમેની પછી આયતુલ્લાહ અલી ખામેનેઈ જ ઈરાનના સુપ્રીમ લીડર (વલી-એ-ફકીહ) તરીકે વારસદાર બન્યા હતા. ખોમેનીનું મૃત્યુ 3 જૂન 1989ના રોજ 89 વયે કુદરતી થયું હતું. તેમના પહેલા વારસદાર એટલે કે રાજકીય ઉત્તરાધિકારી આયતુલ્લાહ હુસૈન-અલી મોન્તઝેરી હતા, પરંતુ 1988–89માં મોન્તઝેરીએ મોટા પ્રમાણમાં કેદીઓની ફાંસીની ટીકા કરી, જેના કારણે ખોમેનીએ તેમને બરતરફ કરી દીધા. ત્યારબાદ ખોમેનીએ અલી ખામેનેઈ (તે સમયે ઈરાનના પ્રમુખ અને મધ્યમ કક્ષાના મૌલવી)ને પોતાના પસંદગીના વારસદાર તરીકે સંકેત આપ્યો.ખોમેનીના મૃત્યુ પછી Assembly of Experts (નિષ્ણાતોની સભા)એ 4 જૂન 1989ના રોજ અલી ખામેનેઈને સુપ્રીમ લીડર તરીકે ચૂંટ્યા. અલી ખામેનેઈ 1989થી 2026 સુધી સુપ્રીમ લીડર રહ્યા.

- Advertisement -

ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાન પર સંયુક્ત airstrikes શા માટે કરી?

[1] ઈરાનના પરમાણુ કાર્યક્રમ (Nuclear Program)ને રોકવા માટે. ઈરાન પરમાણુ હથિયાર બનાવવાની ક્ષમતા વિકસાવી રહ્યું છે તેવો આરોપ છે. અમેરિકા-ઈરાન વચ્ચે છેલ્લા અઠવાડિયામાં પરમાણુ કાર્યક્રમ પર વાટાઘાટો થઈ, પરંતુ કોઈ સમજૂતી ન થઈ. ટ્રમ્પે કહ્યું કે “ડીલ નહીં તો હુમલો!”

- Advertisement -

[2] બેલિસ્ટિક મિસાઈલ પ્રોગ્રામને નાશ કરવા માટે. ઈરાનની મિસાઈલો અમેરિકા, યુરોપ અને ઈઝરાયેલને ધમકી આપે છે તેવો દાવો કરવામાં આવે છે. ટ્રમ્પે કહ્યું: “મિસાઈલ પ્રોગ્રામને જમીનદોસ્ત કરી દેવામાં આવશે.”

[3] રેજિમ ચેન્જ (Regime Change) અને ઈરાની લોકોને ‘મુક્તિ’ આપવી. રેજિમ ચેન્જ એટલે એક દેશની સરકાર અથવા શાસન પ્રણાલી (government or political regime)ને બદલી નાખવી. ઘણી વખત બળજબરી, લશ્કરી હુમલા, કૂ-બળવો અથવા બાહ્ય દખલ દ્વારા. જેમ કે ઈરાનમાં આયતુલ્લાહ અને ઈસ્લામિક રિપબ્લિકની સિસ્ટમ બદલવી. અમેરિકાએ 2003માં, ઈરાકમાં સદ્દામ હુસૈનને હટાવ્યા; 2001માં, અફઘાનિસ્તાનમાં તાલિબાનને હટાવ્યા. આ કાર્યને દેશની સાર્વભૌમત્વ (sovereignty)નું ઉલ્લંઘન ગણવામાં આવે છે, પરંતુ અમેરિકા જેવા દેશો તેને ‘ખતરનાક શાસનને ખતમ કરવા’ અથવા ‘લોકશાહી લાવવા’ તરીકે જસ્ટિફાઈ કરે છે. Evil Regime ખતમ કરવું કહે છે. દુષ્ટ/ ખરાબ/ આતંકવાદી શાસન. અમેરિકા અને ઈઝરાયેલ; ઈરાનના વર્તમાન ઈસ્લામિક રિપબ્લિક, આયતુલ્લાહ ખામેનેઈના નેતૃત્વ હેઠળના શાસનને Evil Regime કહે છે. તેમના મતે ઈરાન ‘આતંકવાદને સપોર્ટ’ કરે છે-Hezbollah, Hamas, Houthis. પરમાણુ હથિયાર બનાવે છે, અમેરિકન/ઈઝરાયેલી હિતોને ધમકી આપે છે, અને પોતાના લોકો પર અત્યાચાર કરે છે, જેમ કે પ્રદર્શનકારીઓ પર અત્યાચાર, દમન, મહિલાઓના અધિકારોનું ઉલ્લંઘન. સુપ્રીમ લીડર, IRGC (રેવોલ્યુશનરી ગાર્ડ્સ), અને આખી સિસ્ટમનો નાશ કરીને નવી સરકાર લાવવી, જે અમેરિકા/ ઈઝરાયેલ માટે મૈત્રીપૂર્ણ હોય. ટ્રમ્પે હુમલા દરમિયાન કહ્યું કે ખામેનેઈ ‘one of the most evil people in history’ છે, અને ઈરાની લોકોને કહ્યું કે ‘તમારી સરકાર પર કબજો કરો. આ ઈરાની લોકો માટે તેમના દેશને પાછો લેવાની સૌથી મોટી તક છે!’ આનો અર્થ રેજિમ ચેન્જ દ્વારા આ evil regimeને ખતમ કરવાનો છે. ઈરાનમાં આર્થિક સંકટ, વિરોધ પ્રદર્શનો અને દમનને કારણે રેજિમને નબળું માનીને આ તક ઝડપી લીધી. એટલા માટે જ વ્યંગાત્મક રીતે અમેરિકાને જગત જમાદાર કહે છે. જમાદાર એટલે વિશ્વનો પોલીસ, દાદાગીરી કરનાર! અમેરિકા પાસે વિશ્વનું સૌથી મોટું સૈન્ય બજેટ $800+ બિલિયન છે. ઉપરાંત ડોલર વિશ્વની મુખ્ય કરન્સી છે. સૈન્ય અને આર્થિક શક્તિના કારણે અમેરિકા દાદાગીરી કરે છે. અમેરિકા સેન્ક્શન્સ લગાવીને અન્ય દેશોને ‘સજા’ આપી શકે છે! ભારતને પણ ડામ દીધા છે!

- Advertisement -

[4] પ્રોક્સી ગ્રુપ્સ (Hezbollah, Hamas, Houthis)ને નબળા પાડવા માટે. ઈરાન આ ગ્રુપ્સને સપોર્ટ કરે છે, જે ઈઝરાયેલ અને અમેરિકન હિતોને નુકસાન પહોંચાડે છે. ઈઝરાયેલ માટે આ ‘અસ્તિત્વની ધમકી’ (existential threat) છે.

[5] ઐતિહાસિક દુશ્મની અને તાજેતરની ઘટનાઓ : 1979ની ઈરાની ક્રાંતિ પછીથી અમેરિકા-ઈરાન વચ્ચે દુશ્મની છે. 2025માં 12-દિવસના યુદ્ધ પછી ઈરાનના પરમાણું સાઈટ્સ પર પહેલેથી જ હુમલા થયા હતા.
ટ્રમ્પનું ‘મેક્સિમમ પ્રેશર’ નીતિ અને ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ સાથેના સંબંધો.

આ હુમલા પછી ઈરાને, ઈઝરાયેલ અને અમેરિકન બેઝ પર વળતા હુમલા કર્યા છે, અને પરિસ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ છે. ભવિષ્યમાં શું થશે તે હજુ અનિશ્ચિત છે. ઈરાનમાં રેજિમ ચેન્જ થશે કે વધુ યુદ્ધ થશે?

Share This Article