PM Surya Ghar Muft Bijli Yojana: પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના (PM-Surya Ghar: Muft Bijli Yojana) ભારત સરકાર દ્વારા ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ શરૂ કરવામાં આવેલી એક મહત્વકાંક્ષી પહેલ છે. ૭૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે, આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના ૧ કરોડ ઘરોને છત પર સોલર એનર્જી (Rooftop Solar) પેનલ સ્થાપિત કરવા માટે સબસિડી પૂરી પાડવાનો છે, જેનાથી તેમને દર મહિને ૩૦૦ યુનિટ સુધી મફત વીજળી મળી શકે. આ યોજના હેઠળ હવે ૨૬.૧૪ લાખથી વધુ ઘરોને રૂફટોપ સોલર સિસ્ટમની મદદથી મફત વીજળી મળી રહી છે.
નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય (MNRE) હેઠળ PIB દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, ફેબ્રુઆરી ૨૦૨૪માં યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં ૨૦,૮૫,૫૧૪ રૂફટોપ સોલર સિસ્ટમ લગાવવામાં આવી છે. આનાથી ૨૬,૧૪,૪૪૬ પરિવારોને સીધો લાભ મળ્યો છે. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં સરકાર તરફથી ₹૧૪,૭૭૧.૮૨ કરોડની નાણાકીય સહાય (CFA) આપવામાં આવી છે. આ યોજના લોકોના વીજળી બિલમાં મોટી રાહત આપી રહી છે અને દેશમાં સોલર ઉર્જાના વપરાશને ઝડપથી વધારી રહી છે.
PM Surya Ghar Muft Bijli Yojana શું છે?
આ યોજના ૨૦૨૪માં શરૂ કરવામાં આવી હતી, જેથી દેશના ઘરોમાં રૂફટોપ સોલર પેનલ લગાવવાને પ્રોત્સાહન આપી શકાય. આ યોજના હેઠળ ઘરની છત પર સોલર પેનલ લગાવવામાં આવે છે અને આ પેનલ વીજળી ગ્રીડ સાથે જોડાયેલી હોય છે. આમાં ઘરોને દર મહિને ૩૦૦ યુનિટ સુધી મફત વીજળી મળે છે.
PM Surya Ghar Muft Bijli Yojana યોજનાનો ઉદ્દેશ્ય
સોલર એનર્જીને પ્રોત્સાહન આપવું
લોકોને સસ્તી અને મફત વીજળી આપવી
પ્રદૂષણ અને ગ્રીનહાઉસ ગેસ ઘટાડવા
સ્થાનિક સોલર ઉપકરણોનું ઉત્પાદન (Manufacturing) વધારવું
પરિવારોની આર્થિક સ્થિતિ મજબૂત કરવી
PM Surya Ghar Muft Bijli Yojana ના ફાયદા
આ યોજના હેઠળ દર મહિને ૩૦૦ યુનિટ મફત વીજળી મળશે. આનાથી વીજળીનું બિલ ઘણું ઓછું થઈ જાય છે, જે મધ્યમ અને નિમ્ન-આવક ધરાવતા વર્ગ માટે મોટી રાહત છે. આ ઉપરાંત સરકાર ઇન્સ્ટોલેશન પર ૭૮,૦૦૦ સુધીની સબસિડી આપે છે અને આ રકમ વેરિફિકેશન પછી સીધી બેંક ખાતામાં આવે છે. સોલર પેનલ ૨૦-૨૫ વર્ષ સુધી ચાલે છે અને તેમાં ખૂબ ઓછી જાળવણીની જરૂર પડે છે, થોડા વર્ષોમાં ખર્ચ વસૂલ થઈ જાય છે અને ત્યારબાદ વીજળી લગભગ મફત હોય છે.
અરજી માટે જરૂરી દસ્તાવેજો
આધાર કાર્ડ
તાજેતરનું વીજળી બિલ
ઘર કે જમીનનો માલિકી હકનો પુરાવો
બેંક પાસબુક અથવા ખાતાની વિગત
પાસપોર્ટ સાઈઝ ફોટો
PAN કાર્ડ
મોબાઈલ નંબર અને ઈમેલ

