Going Dark Tactic in Hormuz Strait: દરિયામાં ભારતીય કેપ્ટનનો માસ્ટરસ્ટ્રોક: ઈરાની હુમલાઓ વચ્ચે 29 ક્રૂ મેમ્બર્સને કેવી રીતે બચાવ્યા? જાણો ‘ગોઈંગ ડાર્ક’ ટેક્ટિકની રોમાંચક કહાની

Arati Parmar
3 Min Read

Going Dark Tactic in Hormuz Strait: મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે લાઈબેરિયન ધ્વજ ધરાવતું એક તેલ ટેન્કર સાઉદી અરેબિયાથી કાચું તેલ લઈને મુંબઈ પોર્ટ પર પહોંચ્યું છે. આ જહાજની મુસાફરી અત્યંત રોમાંચક રહી હતી. ત્રણ દિવસ પહેલા જ ડ્રોન અને મિસાઈલ હુમલાઓ વચ્ચે ઈરાનના હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માંથી પસાર થતી વખતે આ જહાજ ભારતીય કેપ્ટન સુક્ષાંત સિંહ સંધુની સૂઝબૂઝને કારણે સુરક્ષિત રીતે ભારત આવી ગયું. સંધુ અને તેમની ટીમે હિંમત બતાવીને ‘ગોઈંગ ડાર્ક’ (Going Dark) ટેક્ટિક અપનાવીને ન માત્ર જહાજને સુરક્ષિત બહાર કાઢ્યું, પરંતુ ભારત, પાકિસ્તાન અને ફિલિપાઈન્સના 29 ક્રૂ મેમ્બર્સનો જીવ પણ બચાવ્યો.

ભારતીય કેપ્ટન સુક્ષાંત સિંહ સંધુ જહાજને બચાવી લાવ્યા

અહેવાલો અનુસાર, ‘શેનલોન્ગ સ્વેઝમેક્સ’ નામનું આ ઓઈલ ટેન્કર મુંબઈ પોર્ટના જવાહર દ્વીપ ટર્મિનલ પર આવ્યું છે. તેમાં 1,35,335 મેટ્રિક ટન કાચું તેલ ભરેલું હતું. આ જહાજ શેનલોન્ગ શિપિંગ લિમિટેડનું હતું, જેનું સંચાલન એથેન્સ સ્થિત ડાયનાકો ટેન્કર મેનેજમેન્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. જહાજમાં ભારત, પાકિસ્તાન અને ફિલિપાઈન્સના કુલ 29 ક્રૂ મેમ્બર્સ હતા, જેનું નેતૃત્વ ભારતીય કેપ્ટન સુક્ષાંત સિંહ સંધુ કરી રહ્યા હતા.

- Advertisement -

સાઉદી અરેબિયાથી કાચું તેલ લઈને નીકળ્યું હતું જહાજ

અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ તેજ બન્યું છે અને હાલમાં તે અટકે તેમ લાગતું નથી. આ દરમિયાન ભારત તરફ આવી રહેલું આ જહાજ હુમલાઓ વચ્ચે કોઈની પકડમાં આવ્યા વગર પર્શિયન ગલ્ફ (Persian Gulf) માંથી સુરક્ષિત પાછું ફર્યું છે. આ લાઈબેરિયન ધ્વજ ધરાવતું જહાજ 1 માર્ચના રોજ સાઉદી અરેબિયાના રાસ તાનુરાથી કાચું તેલ લઈને નીકળ્યું હતું.

જહાજનું ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ સ્વીચ ઓફ કર્યું

કેપ્ટન સંધુ અને તેમની ટીમે 8 માર્ચના રોજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતી વખતે જહાજનું ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ (AIS) અને ટ્રાન્સપોન્ડર સ્વીચ ઓફ કરી દીધું હતું. આના કારણે જહાજ મેરીટાઇમ ટ્રેકિંગ ડેટાની પકડમાં આવ્યું નહીં અને એક રીતે સૌની નજરોમાંથી ગાયબ (લાપતા) થઈ ગયું.

- Advertisement -

સંધુની સૂઝબૂઝથી જહાજનું મોનિટરિંગ ન થઈ શક્યું

અહેવાલ મુજબ, સંધુની ટીમની આ ચપળતાને કારણે જહાજની દેખરેખ કે ટ્રેકિંગ થઈ શક્યું નહીં. જ્યારે જહાજ હાઈ-રિસ્ક એરિયા (જોખમી વિસ્તાર) માંથી બહાર નીકળી ગયું, ત્યારે તેને ફરીથી મેરીટાઈમ ટ્રેકિંગ સિસ્ટમ પર એક્ટિવ કરવામાં આવ્યું. ત્યારબાદ આ જહાજ ભારતની સફરે આગળ વધ્યું હતું.

શિપિંગ કંપનીઓ આ પદ્ધતિ અપનાવે છે

મીડિયા અહેવાલો અનુસાર, જ્યારે જહાજને ટાર્ગેટ કરવાનો, ટ્રેક કરવાનો કે બંધક બનાવવાનો ખતરો હોય ત્યારે શિપિંગ કંપનીઓ ઘણીવાર આવી સૂઝબૂઝ અપનાવે છે.

- Advertisement -

AIS હંમેશા એક્ટિવ રાખવું ફરજિયાત છે

આંતરરાષ્ટ્રીય મેરીટાઈમ નિયમો મુજબ, જહાજોએ તેમની સુરક્ષા અને ટ્રેકિંગ માટે AIS હંમેશા એક્ટિવ રાખવું પડે છે. ટ્રેકિંગ સિસ્ટમ બંધ કરવાની આ પદ્ધતિ માત્ર અત્યંત કટોકટીની પરિસ્થિતિમાં જ અપનાવવામાં આવે છે.

Share This Article