Memory Decline Elderly Health: યાદશક્તિનું રહસ્ય: AIIMS ગોરખપુરના સ્ટડીમાં ખુલાસો, મહિલાઓની યાદશક્તિ પુરુષો કરતાં વહેલી કેમ ઘટે છે?

Arati Parmar
2 Min Read

Memory Decline Elderly Health: સ્થૂળતા, ભાવનાત્મક ટેકો અને સામાજિક સહારો, શું આ બધાનો આપણી યાદશક્તિ સાથે કોઈ સંબંધ છે? એમ્સ ગોરખપુરના સ્ટડીમાં તેનો જવાબ મળ્યો છે. ICMR ની મદદથી થયેલા સ્ટડીમાં જાણવા મળ્યું કે ભલે મહિલાઓ પુરુષો કરતાં વધુ ઉંમર સુધી જીવતી હોય, પરંતુ વધતી ઉંમરમાં તેમની યાદશક્તિ, ધ્યાન અને વિચારવાની-સમજવાની ક્ષમતા પુરુષોની સરખામણીમાં વધારે ઝડપથી નબળી પડે છે. ડૉક્ટરોના મતે, વૃદ્ધોમાં મગજના સ્વાસ્થ્ય માટે યોગ્ય આહાર, પૌષ્ટિક ભોજન અને નિયમિત વ્યાયામ જરૂરી છે.

પાર્ટનર સાથે રહેનારાઓની યાદશક્તિ સારી

સ્ટડીમાં એ પણ જાણવા મળ્યું કે જે વૃદ્ધોનો જીવનસાથી નહોતો, તેમનામાં આ ઘટાડો વધારે જોવા મળ્યો, જ્યારે પાર્ટનર સાથે રહેતા લોકોમાં યાદશક્તિ અને માનસિક ક્ષમતા વધુ સારી રહી. ભાવનાત્મક ટેકાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. મુખ્ય સંશોધક ડૉક્ટર વેંકટેશના મતે, ‘જે વૃદ્ધોમાં કુપોષણ હતું અથવા પેટની આસપાસ વધારે ચરબી જમા હતી, તેમની યાદશક્તિ અને વિચારવાની ક્ષમતા નબળી જોવા મળી.’

‘પરિવારનો સાથ વધારશે યાદશક્તિ’

ડૉક્ટરોના મતે, વૃદ્ધોમાં મગજના સ્વાસ્થ્ય માટે યોગ્ય આહાર, પૌષ્ટિક ભોજન, નિયમિત વ્યાયામ જરૂરી છે. સામાજિક જોડાણ, પરિવારનો સાથ અને માનસિક રીતે સક્રિય રાખતી પ્રવૃત્તિઓ યાદશક્તિ અને વિચારવાની ક્ષમતાને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકે છે. ખરાબ પોષણ અને સ્થૂળતા મગજ પર સીધી અસર કરે છે, માનસિક ક્ષમતાને ઝડપથી ઘટાડે છે. સ્ટડીમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે ભાષાની સમજ અને વસ્તુઓને ઓળખવામાં મહિલાઓની સરખામણીમાં પુરુષો આગળ છે. એકલા રહેતા વૃદ્ધોની યાદશક્તિમાં પણ ઘટાડો આવે છે.

Share This Article