Ahmedabad Factory Fire Safety: મોતનો ધંધો: અમદાવાદની 40% ફેક્ટરીમાં ફાયર સેફ્ટી નહીં, ફટાકડા બ્લાસ્ટમાં જાય છે નિર્દોષ જીવ
અમદાવાદ: શનિવારે એક પછી એક બનાવો …લોકોની ક્ષત-વિક્ષત લાશો…મામુલી નાણા માટે લાશોમા ફેરવાતી જીંદઞીઓ માટે જવાબદાર કોણ? ડીશાની દર્દનાક ચીસો માંડ શમી ત્યાં ફરી એકવાર વસ્ત્રાલની ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટે ફરી એકવાર અમદાવાદના ઔદ્યોગિક વિસ્તારોની પોલ ખોલી નાખી છે.
રિપોર્ટ મુજબ, વર્ષોથી ગેરકાયદે ચાલતી ફેક્ટરી સામે પોલીસ, ફાયર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર બધા તમાશો જોઈ રહ્યા હતા.
એક પછી એક બ્લાસ્ટ, જાય છે નિર્દોષ જીવ
છેલ્લા થોડા સમયમાં અમદાવાદમાં ફટાકડા સંબંધિત 3 મોટી ઘટના:
1. વાંચ ગામ: ફટાકડા બનાવવાના યુનિટમાં વિસ્ફોટ. 2 વ્યક્તિના મોત
2. ડીસા: ફેક્ટરીમાં બ્લાસ્ટ. 9 બાળકો સહિત 21ના મોત. લાયસન્સ પણ પૂરું થયું હતું
3. બોટાદ-ટિંબી: લાયસન્સ વગરના યુનિટમાં વિસ્ફોટ. 1 કિશોરનું મોત, 2 ઘાયલ
હવે વસ્ત્રાલ અને હાથીજણ ના ગોડાઉનમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી.
સૌથી મોટો ખુલાસો – 40% કારખાનામાં સેફ્ટી જ નથી
અખબારના રિપોર્ટ મુજબ, વેજલપુર, નારોલ, રખિયાલ, વટવા જેવા વિસ્તારોમાં હજારો નાના-મોટા કારખાના ચાલે છે.
ખુલાસો એ છે કે 40% કારખાનામાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા જ નથી.
એસિડ અને જ્વલનશીલ પદાર્થ વગર મંજૂરીએ બનાવવામાં આવે છે.
અનુભવી સૂત્રોનું કહેવું છે કે અહીં કામ કરતા હજારો લોકો રોજ મોતને હાથતાળી આપીને કામ કરે છે.
3: તંત્ર શું કરી રહ્યું છે?
સૌથી મોટો સવાલ એ છે કે વસ્ત્રાલની ફેક્ટરી વર્ષોથી ગેરકાયદે ચાલતી હતી.
છતાં પોલીસ, ફાયર વિભાગ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર એ કોઈ કાર્યવાહી કેમ ન કરી?
રિપોર્ટમાં લખ્યું છે: “સરકારી તંત્ર હરકતમાં ત્યારે જ આવે છે જ્યારે શ્રમજીવીઓના મોત થાય”
લોકો માટે ભાગવાનો રસ્તો પણ નથી. અંદર કોઈ બચાવવા પણ ન જઈ શકે. આ છે “સુરક્ષિત રાજ્યનું નવું મોડલ”!
4: માંગ શું છે?
સ્થાનિકોની માંગ છે કે:
1. બધી ગેરકાયદે ફટાકડા ફેક્ટરી તાત્કાલિક બંધ કરવામાં આવે
2. ફાયર NOC વગર ચાલતા કારખાના સીલ કરવામાં આવે
3. બેદરકાર અધિકારીઓ સામે FIR થાય
નિષ્કર્ષ:
દર વખતે બ્લાસ્ટ થાય, થોડા દિવસ તપાસ થાય અને પછી બધું પહેલા જેવું.
જ્યાં સુધી ફાયર સેફ્ટી અને લાયસન્સને લઈને કડકાઈ નહીં થાય ત્યાં સુધી વેજલપુરથી વટવા સુધી મોતનો ખેલ ચાલુ રહેશે.
તમારો મત શું છે?
ફટાકડા ફેક્ટરીઓમાં સેફ્ટી માટે કોને જવાબદાર ઠેરવવા જોઈએ? સરકાર કે માલિક?
Comment માં લખો 👇

