Ahmedabad Flood Warning System: અમદાવાદ માટે સારા સમાચાર! હવે પૂર અને ભારે વરસાદની અગાઉથી જાણ થશે..
દર ચોમાસે અમદાવાદવાસીઓને સૌથી મોટી ચિંતા હોય છે જળભરાવ અને સાબરમતી નદીમાં પૂરની. આ વખતે આ સમસ્યાનો ઉકેલ ટેકનોલોજીથી આવી રહ્યો છે.
આઈ.આઈ.ટી-ગાંધીનગર હવે અમદાવાદ શહેર માટે અદ્યતન ચેતવણી તંત્ર બનાવી રહ્યું છે. આ તંત્ર સાબરમતી નદીના 6400 ચોરસ કિલોમીટરના કેચમેન્ટ વિસ્તાર પર સત નજર રાખશે.
એટલે કે જ્યાં વરસાદનું પાણી ભેગું થઈને નદીમાં આવે છે એ આખા વિસ્તારનો ડેટા એકત્ર કરીને કમ્પ્યુટર દ્વારા ગણતરી કરવામાં આવશે. ભારે વરસાદ અથવા પૂરની સ્થિતિ આવે એના કલાકો પહેલા જ નાગરિકોને મોબાઈલ સંદેશા દ્વારા ચેતવણી આપી દેવામાં આવશે. આનાથી જાનમાલનું નુકસાન મોટા પ્રમાણમાં ઘટાડી શકાશે.
આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના “શહેરી પૂર જોખમ વ્યવસ્થાપન કાર્યક્રમ” હેઠળ ચાલી રહ્યો છે. કુલ 286 કરોડના બજેટમાંથી અમદાવાદ શહેર માટે 75 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
સાથે જ અમદાવાદમાં હવે “સ્પોન્જ સિટી”નો ખ્યાલ પણ અપનાવવામાં આવશે. એટલે કે રસ્તાઓ પર એવા પેવર્સ લગાવવામાં આવશે જેમાંથી વરસાદનું પાણી સીધું જમીનમાં ઉતરી જાય અને રસ્તા પર પાણી ભરાય નહીં.
નિષ્ણાતોના મતે આ તંત્ર શરૂ થયા બાદ અમદાવાદ દેશના સૌથી સુરક્ષિત શહેરોમાંનું એક બનશે. હવે વરસાદ આવે એટલે ગભરાવાની જરૂર નહીં, કારણ કે એલર્ટ પહેલા આવી જશે.
તમને શું લાગે છે આ યોજનાથી કેટલો ફાયદો થશે? નીચે તમારો અભિપ્રાય જણાવો 👇
અમદાવાદ પૂર ચેતવણી, IIT ગાંધીનગર અમદાવાદ, સાબરમતી નદી પૂર, અમદાવાદ જળભરાવ સમાચાર, સ્પોન્જ સિટી અમદાવાદ, શહેરી પૂર વ્યવસ્થાપન, અમદાવાદ ભારે વરસાદ આગાહી

