Vastral Factory Blast Responsibility: 9ના મોત પાછળ કોનો હાથ? વસ્ત્રાલ ફેક્ટરી કેસમાં પોલીસની મિલીભગતના ગંભીર આરોપ
અમદાવાદ: વસ્ત્રાલના CRPF કચેરી પાછળ થયેલા ફટાકડા બ્લાસ્ટે 9 પરિવારોને ઉજાડી દીધા.
પણ દુર્ઘટના પછી જે હકીકત સામે આવી છે એ પોલીસ અને તંત્રની મિલીભગત તરફ આંગળી ચીંધે છે.
1: પોલીસે ના પાડી… છતાં ફેક્ટરી કેમ ચાલી?
અખબારના રિપોર્ટ મુજબ આ “ન્યુ ગુજરાત ફાયર વર્ક્સ” નામની ફેક્ટરી વર્ષોથી લાયસન્સ વિના ચાલતી હતી.
સૌથી મોટો ખુલાસો: પોલીસે બે વાર પરમિશન આપવાનો ઇનકાર કર્યો હતો.
પ્રશ્ન એ છે કે જ્યારે પોલીસને ખબર હતી કે આ ગેરકાયદે છે, તો પછી રેઈડ કેમ ન કરી? સીલ કેમ ન કરી?
જો 2 વાર અરજી આવી હતી તો રેકોર્ડમાં નામ હશે જ. તો પછી આટલો મોટો ધંધો આંખ આડા કાન કરીને કેવી રીતે ચાલતો રહ્યો?
તંત્રના બધા વિભાગ સુતા હતા?
1. પોલીસ: પરમિશન ના આપી પણ ફેક્ટરી ચાલતી જોઈને FIR કેમ ન કરી?
2. ફાયર વિભાગ: NOC વગર જ્વલનશીલ સામગ્રીનો જથ્થો કેવી રીતે ભરાતો હતો?
3. ફેક્ટરી ઇન્સ્પેક્ટર: CRPF જેવી સંવેદનશીલ જગ્યાની બાજુમાં ફેક્ટરી અને તેમને ખબર ન પડી?
સ્થાનિકોનો આક્ષેપ છે કે “આટલી મોટી ફેક્ટરી મહિનાઓથી ધુમાડા કાઢે અને તંત્રને ખબર ન પડે” એ શક્ય જ નથી.
3: બ્લાસ્ટની ભીષણતા
ગનભેદી અવાજથી આખો વિસ્તાર હચમચી ગયો. કાટમાળ 300 મીટર દૂર ફેંકાયો. બાજુના ખેતરનો પાક બળી ગયો.
3 મહિના પહેલા પાટણ માં પણ આવો જ બ્લાસ્ટ થયા બાદ સરકારે બધી ગેરકાયદે ફેક્ટરી બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
છતાં વસ્ત્રાલની ફેક્ટરી ધમધમતી રહી. કોના દબાણથી?
4: હવે માંગ શું છે?
જનતાની એક જ માંગ છે –
ઉચ્ચ સ્તરીય તપાસ.
1. જે પોલીસ અધિકારીઓ પાસે ફાઈલ આવી હતી તેમની ભૂમિકા તપાસો
2. જે બીટ પોલીસને દર મહિને હપ્તો મળતો હોય એની તપાસ કરો
3. 9 મોત માટે ફક્ત માલિક જ નહીં, મિલીભગત કરનારા સામે પણ હત્યાનો કેસ કરો
નિષ્કર્ષ:
“ના પાડી” એમ કહેવાથી જવાબદારી પૂરી નથી થતી.
જો પોલીસને ખબર હતી તો રોકવી એ પણ ફરજ હતી.
આજે 9 ગરીબ શ્રમિકો ગયા. કાલે બીજા કોઈ જશે.
જ્યાં સુધી મિલીભગતના મૂળ સુધી નહીં જવાય ત્યાં સુધી ગુજરાતમાં આ “મોતનો ધંધો” બંધ નહીં થાય.
તમારો મત શું છે?
આ કેસમાં પોલીસ અધિકારીઓને પણ આરોપી બનાવવા જોઈએ?
“હા” લખો અને આ Post Share કરો 👇

