CATL Choco Swap Battery Technology: ઇલેક્ટ્રિક વાહન યુઝર્સ માટે ક્રાંતિકારી ટેકનોલોજી, CATL એ લોન્ચ કર્યું દુનિયાનું સૌથી ઝડપી બેટરી સ્વેપિંગ નેટવર્ક

Arati Parmar
3 Min Read

CATL Choco Swap Battery Technology: ઇલેક્ટ્રિક વ્હીકલ્સને લઈને ચીનમાં એકથી ચડિયાતા એક કામ થઈ રહ્યા છે. જ્યાં એક તરફ અલ્ટ્રા ફાસ્ટ ચાર્જરથી મિનિટોમાં 100 ટકા બેટરી ચાર્જ કરવાની સિસ્ટમ ડેવલપ થઈ ગઈ છે, તો બીજી તરફ સમયની બચત અને એફિશિયન્સીને નવી ઊંચાઈઓ પર લઈ જતા ચીનની દિગ્ગજ બેટરી કંપની CATL એ સત્તાવાર રીતે પોતાનું પહેલું સ્ટાન્ડર્ડ ચોકો-સ્વેપ (Choco-swap) ઇકોસિસ્ટમ લોન્ચ કરી દીધું છે. લાઇટ ટ્રક બેટરી-સ્વેપ ઇકોસિસ્ટમની શરૂઆત અર્બન લોજિસ્ટિક્સને ઇલેક્ટ્રિક બનાવવા અને ઓપરેટિંગ કોસ્ટને ઓછી કરવાની દિશામાં એક મોટી પહેલ છે. આ બેટરી સ્વેપિંગ સિસ્ટમમાં માત્ર 120 સેકન્ડમાં ઇલેક્ટ્રિક ટ્રકની બેટરીને ચેન્જ કરી શકાશે.

સમયની ભારે બચત

તમને જણાવી દઈએ કે CATL ની રિવોલ્યુશનરી ટેકનોલોજી લાઇટ ટ્રકોની બેટરીને માત્ર 2 મિનિટમાં બદલવામાં સક્ષમ છે. શહેરી લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશનની દુનિયામાં સમયની ભારે બચત કરશે. કંપનીનું લક્ષ્ય 2026 ના અંત સુધીમાં 3,000 થી વધુ નવા સ્વેપ સ્ટેશન સ્થાપિત કરવાનું છે, જ્યારે તેમનું લાંબાગાળાનું લક્ષ્ય આખા ચીનમાં 30,000 સ્વેપ સ્ટેશનોની જાળ બિછાવવાનું છે.

- Advertisement -

ખાસિયત

CATL ના Choco-swap સિસ્ટમમાં ટેકનિકના લીધે બેટરી સ્વેપિંગમાં માત્ર 120 સેકન્ડનો સમય લાગે છે. આ પરંપરાગત ચાર્જિંગ કે રીફ્યુલિંગની સરખામણીમાં લોજિસ્ટિક્સ ફ્લીટ માટે ડાઉનટાઇમને ઘણો ઓછો કરે છે. કંપનીનું માનીએ તો 8 વર્ષની વ્હીકલ લાઇફ સાઇકલમાં આ સિસ્ટમ ઇંધણ ભરવાની સરખામણીમાં 2,000 કલાકથી વધુનો સમય બચાવે છે. સાથે જ ઉર્જાની કોસ્ટ એક પરંપરાગત ડીઝલ લાઇટ ટ્રકની સરખામણીમાં લગભગ અડધી છે.

કોમર્શિયલ ટ્રકની સાથે જ પેસેન્જર વ્હીકલ માટે પણ..

CATL ના મોડ્યુલર બેટરી સ્વેપિંગ સ્ટેશન પેસેન્જર વ્હીકલ્સ અને કોમર્શિયલ ટ્રકો (2.7 મીટરથી 3.75 મીટર વ્હીલબેઝ) બંને માટે અનુકૂળ છે. આ સ્ટેશન CATL ના 25 kWh અને 35 kWh બેટરી પેક સાથે કામ કરે છે, જેનાથી પેસેન્જર અને કોમર્શિયલ વાહનો વચ્ચે બેટરીની સ્વેપિંગ સરળ થઈ જાય છે.

- Advertisement -

એક્સપાન્સન પર જોર

તમને જણાવી દઈએ કે CATL ના વર્તમાન સમયમાં ગુઆંગડોંગ-હોંગકોંગ-મકાઉ ગ્રેટર બે એરિયામાં 31 સ્ટેશન ચાલુ છે. કંપનીનું લક્ષ્ય આ વર્ષના અંત સુધીમાં આ ક્ષેત્રમાં 140 સ્ટેશન સ્થાપિત કરવાનું છે. CATL પોતાની સહયોગી કંપની DST સાથે મળીને 2026 ના અંત સુધીમાં ગ્રેટર બે એરિયામાં 5,000 બેટરી-સ્વેપ લાઇટ ટ્રકોને તૈનાત કરવાની યોજના બનાવી રહી છે. કંપની 2026 માં 3,000 થી વધુ પેસેન્જર અને લાઇટ ટ્રક સ્વેપ સ્ટેશન બનાવવાની દિશામાં કામ કરી રહી છે, જેનું અંતિમ લક્ષ્ય 30,000 સ્ટેશન બનાવવાનું છે.

અન્ય ક્ષેત્રોમાં પણ વિસ્તાર

અહીં જણાવી દઈએ કે CATL માત્ર લાઇટ ટ્રકો સુધી જ સીમિત નથી, કંપનીની કિજી એનર્જી (Qiji Energy) યુનિટ આ વર્ષે 900 હેવી-ટ્રક બેટરી સ્વેપ સ્ટેશન બનાવવાની યોજના પર કામ કરી રહી છે. તાજેતરમાં જ CATL એ ગુઆંગઝૂ પબ્લિક ટ્રાન્સપોર્ટ ગ્રુપ સાથે ટેક્સી બેટરી સ્વેપ નેટવર્ક માટે કરાર કર્યો છે.

- Advertisement -

આ પણ વાંચો: Top 5 EV With Baas: બેટરી સબસ્ક્રિપ્શન પ્લાન સાથે દેશની ૫ સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કારોની યાદી, મારુતિથી લઈને એમજી સુધીના આકર્ષક વિકલ્પો – Newz Cafe

Share This Article