59 ગણી ભારે Boeing 747ને બે પૈડાં પર ખેંચી Denza Bao 5એ બનાવ્યો વિશ્વવિક્રમ, 1600 મીટરનું અંતર કાપ્યું
Denza Bao 5 Boeing 747 Stunt: ચીનની જાણીતી કાર કંપની BYDની લક્ઝરી સબ-બ્રાન્ડ ડેન્ઝાએ પોતાની ફ્લેગશિપ ઑફ-રોડ પ્લગ-ઇન હાઇબ્રિડ SUV ડેન્ઝા બાઓ 5 દ્વારા ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીને આશ્ચર્યચકિત કરી દીધી છે. યુનાઇટેડ કિંગડમના સરી સ્થિત ડન્સફોલ્ડ એરોડ્રોમમાં યોજાયેલા એક અનોખા પ્રદર્શન દરમિયાન ડેન્ઝા બાઓ 5એ આશરે 180 ટન વજન ધરાવતા Boeing 747-400 જમ્બો જેટને માત્ર બે પૈડાં પર ખેંચીને નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. 3035 કિલોગ્રામ વજન ધરાવતી આ SUVએ પોતાના વજન કરતાં આશરે 59 ગણું ભારે વિમાનને ત્રણ તબક્કામાં ખેંચ્યું. પહેલાં ચાર પૈડાં, ત્યારબાદ ત્રણ પૈડાં અને અંતે એક બાજુનાં માત્ર બે પૈડાં પર ચાલીને કુલ 1600 મીટરનું અંતર કાપ્યું. કંપનીનો દાવો છે કે કોઈ પ્રોડક્શન કાર દ્વારા બે પૈડાં પર વિમાન ખેંચવાની આ દુનિયાની પ્રથમ ઘટના છે.
Contents
- 59 ગણી ભારે Boeing 747ને બે પૈડાં પર ખેંચી Denza Bao 5એ બનાવ્યો વિશ્વવિક્રમ, 1600 મીટરનું અંતર કાપ્યું
- 4, 3 અને પછી માત્ર 2 પૈડાં પર 1600 મીટર સુધી ખેંચ્યું 180 ટનનું Boeing 747
- સ્ટંટ માટે કયા ફેરફારો કરવામાં આવ્યા અને તપાસમાં શું સામે આવ્યું?
- બૉક્સી ઑફ-રોડ ડિઝાઇન અને ટ્રિપલ-સ્ક્રીન ધરાવતી લક્ઝરી કેબિન
- 544 PS DMO પ્લગ-ઇન હાઇબ્રિડ પાવરટ્રેન, 864 km રેન્જ અને 100 kW ફાસ્ટ ચાર્જિંગ
4, 3 અને પછી માત્ર 2 પૈડાં પર 1600 મીટર સુધી ખેંચ્યું 180 ટનનું Boeing 747
- ઐતિહાસિક ડન્સફોલ્ડ એરોડ્રોમમાં યોજાયેલા આ પ્રદર્શનમાં Denza Bao 5એ આશરે 180 ટન (1.80 લાખ કિલોગ્રામ) વજન ધરાવતા Boeing 747-400 વિમાનને ખેંચવાનો પડકાર સ્વીકાર્યો. આ વિમાન SUV કરતાં આશરે 59 ગણું વધારે ભારે હતું. આ Boeing 747-400ને વર્ષ 2020માં સક્રિય ફ્લાઇટ સેવામાંથી નિવૃત્ત કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાં તેના ચારેય એન્જિન અને સંપૂર્ણ ઇન્ટિરિયર હાજર હતાં.
- BYD UKના સિનિયર ટેક્નિશિયન માર્ક ગેલિફન્ટની ડ્રાઇવિંગ હેઠળ SUVએ ત્રણ અલગ-અલગ રનમાં કુલ 1.6 કિલોમીટર (એક સ્ટાન્ડર્ડ એથ્લેટિક્સ ટ્રૅકનાં ચાર ચક્કર જેટલું) અંતર કાપ્યું. પ્રથમ રનમાં ચારેય પૈડાં પર, બીજા રનમાં ત્રણ પૈડાં પર અને ત્રીજા તથા અંતિમ નિર્ણાયક રનમાં એક બાજુનાં માત્ર બે પૈડાં પર વિમાન ખેંચવામાં આવ્યું.
સ્ટંટ માટે કયા ફેરફારો કરવામાં આવ્યા અને તપાસમાં શું સામે આવ્યું?
- આ અસાધારણ કરિશ્મા માટે Denza Bao 5ના ટૉપ અલ્ટિમેટ ટ્રિમના એક સ્ટાન્ડર્ડ પ્રોડક્શન-સ્પેસિફિકેશન યુનિટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના પાવરટ્રેનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો.
- જોકે, સુરક્ષા અને સંતુલન માટે કેટલાક ખાસ ટેક્નિકલ ફેરફારો કરવામાં આવ્યા હતા. વિમાનને SUV સાથે જોડવા માટે ખાસ ટોઇંગ અટેચમેન્ટ તૈયાર કરવામાં આવ્યું હતું અને બે પૈડાં દૂર કર્યા બાદ સંતુલન જાળવવા માટે દરેક એક્સલ પર નાના સ્ટેબિલાઇઝર્સ લગાવવામાં આવ્યા હતા.
- આ ઉપરાંત, ટાયરને જમીન પર મજબૂત પકડ મળે તે માટે કેબિનની પેસેન્જર સીટો દૂર કરીને ત્રણ પૈડાં પરના રન માટે 2000 કિલોગ્રામ અને બે પૈડાં પરના રન માટે 4500 કિલોગ્રામ વધારાનું બેલાસ્ટ (વજન) રાખવામાં આવ્યું હતું.
- દરેક રન પછી એન્જિનિયરો દ્વારા કરવામાં આવેલી તપાસમાં SUVના પાવરટ્રેન, ચેસિસ અથવા ટાયરમાં કોઈપણ પ્રકારના દબાણ કે નુકસાનનાં નિશાન મળ્યાં નહોતાં.
બૉક્સી ઑફ-રોડ ડિઝાઇન અને ટ્રિપલ-સ્ક્રીન ધરાવતી લક્ઝરી કેબિન
- હવે આ ઇલેક્ટ્રિક SUVના દેખાવ, ડિઝાઇન અને ફીચર્સની વાત કરીએ તો ડેન્ઝા બાઓ 5 પરંપરાગત અને મસ્ક્યુલર બૉક્સી SUV સિલુએટ સાથે આવે છે. તેના આગળના ભાગમાં ડેન્ઝા લોગોવાળી મોટી બ્લૅક ગ્રિલ, રેક્ટેન્ગ્યુલર LED હેડલેમ્પ્સ અને સિલ્વર-ફિનિશ સ્કિડ પ્લેટવાળું મોટું બમ્પર મળે છે.
- સાઇડ પ્રોફાઇલમાં ચોરસ વ્હીલ આર્ચ, બ્લૅક બૉડી ક્લેડિંગ, ટેક્સ્ચર્ડ રનિંગ બોર્ડ, 20-ઇંચનાં મોટાં અલૉય વ્હીલ્સ અને રૂફ રેલ્સ તેને રગ્ડ લુક આપે છે, જ્યારે પાછળના ભાગમાં વર્ટિકલ LED ટેલલેમ્પ્સ, સિલ્વર ડિફ્યુઝર અને ટેલગેટ પર લગાવેલું સ્પેર વ્હીલ આપવામાં આવ્યું છે.
- ડેન્ઝા બાઓ 5ની કેબિનમાં બ્લૅક અને લાઇટ ગ્રે ડ્યુઅલ-ટોન થીમ સાથે યલો એક્સેન્ટ્સ મળે છે. ડૅશબોર્ડ પર ટ્રિપલ-સ્ક્રીન લેઆઉટ (મોટી ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને કો-પેસેન્જર ડિસ્પ્લે) આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમાં 18-સ્પીકર Devialet સાઉન્ડ સિસ્ટમ, વ્હીકલ-ટુ-લોડ ટેક્નોલોજી અને 11 એરબેગ્સ સુધીની સુરક્ષા મળે છે.
544 PS DMO પ્લગ-ઇન હાઇબ્રિડ પાવરટ્રેન, 864 km રેન્જ અને 100 kW ફાસ્ટ ચાર્જિંગ
- ડેન્ઝા બાઓ 5ના પાવરટ્રેનની વાત કરીએ તો તેમાં કંપનીની ડ્યુઅલ મોડ ઑફ-રોડ (DMO) પ્લગ-ઇન હાઇબ્રિડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 1.5-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન સાથે 3 ઇલેક્ટ્રિક મોટર્સ (બંને એક્સલ પર એક-એક ડ્રાઇવ મોટર અને ત્રીજી જનરેટર તરીકે) જોડવામાં આવી છે.
- આ ઑલ-વ્હીલ-ડ્રાઇવ સિસ્ટમ કુલ 544 PSની સંયુક્ત શક્તિ અને 760 ન્યૂટન મીટરનો જબરદસ્ત ટોર્ક ઉત્પન્ન કરે છે. તેનાથી આ ભારે SUV માત્ર 4.8 સેકન્ડમાં 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે અને 180 kmphની મહત્તમ ઝડપ સુધી પહોંચી શકે છે.
- તેમાં સેલ-ટુ-ચેસિસ (CTC) ટેક્નોલોજી ધરાવતી BYDની સેકન્ડ જનરેશન 31.8 kWh બ્લેડ LFP બેટરી લગાવવામાં આવી છે, જે 100 kW DC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ બેટરી 90 કિલોમીટર (WLTP) સુધીની સંપૂર્ણ ઇલેક્ટ્રિક રેન્જની સાથે આશરે 860 કિલોમીટરની સંયુક્ત રેન્જ આપે છે.
