Tata Motors March 2026 Sales Report: ટાટા કંપનીએ માર્ચ 2026 મહિના માટે પોતાનો સેલ્સ રિપોર્ટ જાહેર કરી દીધો છે. આંકડા મુજબ કંપનીના વેચાણમાં વાર્ષિક ધોરણે 28% નો વધારો થયો છે. પંચથી લઈને નેક્સોન અને હેરિયર સુધી, ટાટાની ઘણી કારના વેચાણમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો છે. માર્ચ મહિનામાં કંપનીએ કુલ 66,192 ગાડીઓનું વેચાણ કર્યું છે. જ્યારે ગયા વર્ષે માર્ચ મહિનાની વાત કરીએ તો કંપનીએ માત્ર 51,616 ગાડીઓ જ વેચી હતી. હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે કઈ કારનું કેટલું વેચાણ થયું છે અને કઈ કાર ‘ટોપ સેલિંગ’ રહી, તો મુંઝવવાની જરૂર નથી. અહીં તમને પૂરી જાણકારી મળશે. આવો જાણીએ કારના વેચાણ વિશે.
ટાટાની સૌથી વધુ વેચાતી ગાડીઓ
Punch – સૌથી પહેલા વાત કરીએ ટાટા પંચની. આ માર્ચ મહિનામાં કંપનીની સૌથી વધુ વેચાતી કાર રહી. આની કુલ 20,977 યુનિટ્સ વેચાઈ, જે ગયા વર્ષે માર્ચ મહિનામાં વેચાયેલી 17,714 યુનિટ્સ કરતા 18% વધુ છે. થોડા સમય પહેલા લોન્ચ થયેલા આના ફેસલિફ્ટ મોડલથી વેચાણમાં ફાયદો મળ્યો છે.
Nexon – બીજા નંબર પર રહી નેક્સોન, જેની કુલ 19,810 યુનિટ્સ વેચાઈ. જ્યારે ગયા વર્ષે માર્ચ મહિનામાં તેને 16,366 ગ્રાહકો મળ્યા હતા. આના વેચાણમાં 21% નો વધારો થયો છે.
Sierra – 9,003 યુનિટ્સના વેચાણ સાથે થોડા સમય પહેલા લોન્ચ થયેલી ટાટા સિયેરા ત્રીજા નંબર પર રહી. આનાથી ખબર પડે છે કે માર્કેટમાં આની સારી ડિમાન્ડ છે.
Tiago – ટાટા ટિયાગોને માર્ચ 2026 માં કુલ 7,119 ગ્રાહકો મળ્યા અને તે ચોથા નંબર પર રહી. જોકે, ગયા વર્ષના માર્ચ મહિનાની સરખામણીમાં આના વેચાણમાં 10% નો ઘટાડો આવ્યો, ત્યારે તેની 7,946 યુનિટ્સ વેચાઈ હતી.
Harrier – સેલ્સ ચાર્ટમાં પાંચમા નંબર પર રહી હેરિયર જેને કુલ 2,826 લોકોએ ખરીદી. આના વેચાણમાં સૌથી વધુ 123% ની વૃદ્ધિ થઈ. માર્ચ 2025 માં આની માત્ર 1,265 યુનિટ્સ જ વેચાઈ હતી.
Altroz – છઠ્ઠા નંબર પર રહેલી અલ્ટ્રોઝને કુલ 2,344 લોકોએ ખરીદી. વાર્ષિક ધોરણે આના વેચાણમાં 41% નો વધારો નોંધાયો છે.
Curvv – કર્વની વાત કરીએ તો માર્ચ મહિનામાં આની 1,602 યુનિટ્સ વેચાઈ. વાર્ષિક ધોરણે આના વેચાણમાં 58% નો મોટો ઘટાડો થયો છે. માર્ચ 2025 માં તેને 3,785 લોકોએ ખરીદી હતી.
Safari – ટાટા સફારીને માર્ચ મહિનામાં 1,530 ગ્રાહકો મળ્યા અને તે આઠમા નંબર પર રહી. ગયા વર્ષના માર્ચ મહિનાની સરખામણીમાં આના વેચાણમાં 8% નો વધારો થયો.
Tigor – માર્ચ 2026 માં નવમા નંબર પર રહેલી ટિગોરની 981 યુનિટ્સ વેચાઈ. વાર્ષિક ધોરણે આના વેચાણમાં 33% નો ઘટાડો આવ્યો.

