BYD Denza Z9S લોન્ચ, 1,100 KM રેન્જ સાથે Tesla Model 3ને આપશે ટક્કર

Arati Parmar
3 Min Read

Denza Z9S: ચીનની ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની BYDની લક્ઝરી બ્રાન્ડ Denzaએ પોતાની નવી મિડ-ટુ-લાર્જ સાઇઝ સેડાન Denza Z9Sને ચીનમાં સત્તાવાર રીતે લોન્ચ કરી દીધી છે. કંપનીએ તેને ત્રણ વેરિઅન્ટ્સમાં રજૂ કરી છે, જેની કિંમતો 255,800 યુઆન (લગભગ ₹31.5 લાખ રૂપિયા)થી શરૂ થઈને 325,800 યુઆન (લગભગ ₹46 લાખ રૂપિયા) સુધી જાય છે. સિંગલ ચાર્જમાં આ ઇલેક્ટ્રિક કાર 1,100 KM (CLTC)ની રેન્જ આપે છે. તેમાં Crab Walk ફીચર આપવામાં આવ્યું છે, જેના કારણે તે કરચલાની જેમ ત્રાંસી રીતે ચાલી શકે છે. આ સેડાન ચીનમાં બનેલી Tesla Model 3ને સીધી ટક્કર આપશે. ખાસ વાત એ છે કે Tesla Model 3ની આસપાસની કિંમત હોવા છતાં Denza Z9S ખૂબ જ પ્રીમિયમ અને હાઇ-એન્ડ સેડાનની કેટેગરીમાં આવે છે. આવો તમને Denza Z9Sની ડિઝાઇન, ફીચર્સ અને રેન્જ વિશે વિગતવાર જણાવીએ.

સ્પોર્ટી ડિઝાઇન અને લુક

સાઇઝ – આ સેડાનની લંબાઈ 5,090 mm, પહોળાઈ 1,980 mm અને ઊંચાઈ 1,490 mm છે. તેનો વ્હીલબેઝ 3,025 mm છે.

- Advertisement -

ફ્રન્ટ લુક – તેમાં નવી Split-Headlights, મસ્ક્યુલર હૂડ, Air-Intake બમ્પર અને છત પર લગાવવામાં આવેલ LiDAR મોડ્યુલ મળે છે.

એક્સ્ટ્રા સ્ટોરેજ – સામાન રાખવા માટે કારમાં આગળની તરફ 120 લિટરનું Frunk (સ્ટોરેજ બોક્સ) આપવામાં આવ્યું છે.

- Advertisement -

પાછળનો લુક – Tail-Gate પર Slim Rear Lights અને એક ઓટોમેટિક Active Electric Spoiler આપવામાં આવ્યો છે. તેમાં 19થી 20-ઇંચના Alloy Wheel વિકલ્પો મળે છે.

લક્ઝરી ઇન્ટિરિયર

કારની કેબિન ખૂબ જ લક્ઝરી અને આધુનિક બનાવવામાં આવી છે.

- Advertisement -

ટ્રિપલ સ્ક્રીન સેટઅપ – કેબિનમાં ડેશબોર્ડ પર 17.3-ઇંચની Floating Central Touchscreen, 13.2-ઇંચનું Digital Driver Display અને 50-ઇંચનું મોટું Head-Up Display (HUD) આપવામાં આવ્યું છે. કેબિનમાં Nappa Leather Seats, Suede Headliner અને Metallic Touch આપવામાં આવ્યો છે.

રીયર પેસેન્જર્સ માટે સ્ક્રીન – પાછળ બેસતા મુસાફરો માટે Armrestમાં 7-ઇંચની Touchscreen આપવામાં આવી છે, જેના દ્વારા તેઓ Climate Control, Entertainment અને Seat Settingsને એડજસ્ટ કરી શકે છે.

સ્માર્ટ ડ્રાઇવિંગ (ADAS) – આ કાર BYDની God’s Eye 5.0 Advanced Driver-Assistance Systemથી સજ્જ છે, જે City અને Highway Navigation, Automatic Emergency Braking (AEB) અને Emergency Steering Assist (ESA)ને સપોર્ટ કરે છે.

શાનદાર પરફોર્મન્સ

Denza Z9Sમાં Steel-Aluminium Hybrid Chassis અને CTB (Cell-to-Body) Battery Integration ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઇલેક્ટ્રિક કારને Single Motor અને Tri-Motor એમ બે Powertrain વિકલ્પો સાથે લોન્ચ કરવામાં આવી છે.

Single-Motor (RWD) – આ મોટર 370 kW (496 hp)ની પાવર જનરેટ કરે છે.

Tri-Motor (AWD) – ત્રણેય મોટર મળીને કુલ 890 kW (1,194 hp)ની જબરદસ્ત પાવર આપે છે.

પિકઅપ – તેનું High-Performance વેરિઅન્ટ માત્ર 2.68 સેકન્ડમાં 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે.

Crab Walk ટેક્નોલોજી

આ કારમાં e3 (Yi San Fang) પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નોલોજીની મદદથી કારમાં Crab Walk (કરચલાની જેમ ત્રાંસી રીતે ચાલવું), 4.75 મીટરના Turning Radius સાથે Rear-Wheel Steering અને Compass Turn જેવા ફીચર્સ મળે છે. તેમાં DiSus-A Intelligent Air Suspension પણ આપવામાં આવ્યું છે.

Share This Article