Electric Flying Board: 14 વર્ષની ઉંમરે અભ્યાસ છોડનાર યુવાને AIની મદદથી બનાવ્યું Electric Flying Board, હવામાં 300 મીટરથી વધુ ઉડાન ભરી

Arati Parmar
4 Min Read

Electric Flying Board: ચીનમાં 14 વર્ષની ઉંમરે અભ્યાસ છોડી દેનાર Content Creatorએ AIની મદદથી Electric Flying Board બનાવ્યું છે. તેમણે તેનું સફળ પરીક્ષણ પણ કર્યું છે. સોંગના જણાવ્યા અનુસાર આ બોર્ડ ચાર લોકોનું વજન ઉઠાવી શકે છે. આ પોતાનામાં જ એક અનોખું Electric Vehicle છે. આવો જાણીએ કે તે કેવી રીતે કામ કરે છે.

ચીનના એક Content Creatorએ પોતાની અદ્ભુત Engineering અને જુસ્સાથી સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. ઓનલાઈન Amazing Ayu નામથી જાણીતા Song Xingyuએ પોતાના ઘરે Electric Flying Board તૈયાર કર્યું છે. તાજેતરમાં તેમણે આ ઉડતા બોર્ડ દ્વારા ખીણ, નદી અને પોતાના શહેરની ઉપર સફળ ઉડાન પણ ભરી હતી. તેમણે માત્ર બે મિનિટથી થોડા વધુ સમયમાં 300 મીટર (984 ફૂટ)થી વધુનું અંતર કાપ્યું હતું. સોંગ જિંગ્યુએ 14 વર્ષની ઉંમરે અભ્યાસ છોડી દીધો હતો અને આ બોર્ડ બનાવવા માટે AIની મદદ પણ લીધી હતી. આવો તેના વિશે વિગતવાર જાણીએ.

- Advertisement -

અભ્યાસ છોડીને લાકડાની મિલમાં કર્યું કામ

- Advertisement -

બાળપણથી વિમાનનો શોખ – હુબેઈ પ્રાંતના બાદોંગ કાઉન્ટીમાં ઉછરેલા સોંગે 14 વર્ષની ઉંમરે અભ્યાસ છોડીને પોતાના પિતાની લાકડાની મિલમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. એક જૂના Tablet પર Flight-Test Video જોઈને તેમના મનમાં Aircraft બનાવવાની ઇચ્છા જાગી હતી.

કારપેન્ટરી શેડને બનાવ્યું વર્કશોપ – ભંગારમાંથી મોડેલ બનાવીને ઓનલાઈન Video મૂકતા સોંગના આજે 30 લાખ (3 મિલિયન)થી વધુ Followers છે. 2022માં તેમણે પોતાના પિતાના Carpentry Shedને Workshopમાં ફેરવી દીધું અને Ayu’s Scientific Adventure નામથી અનોખા પ્રયોગો શરૂ કર્યા. સોંગે આ Electric Flying Boardનો Video AmazingAyu નામની YouTube Channel પર શેર કર્યો છે. આ Video તમે ઉપર જોઈ શકો છો.

- Advertisement -

 Spider-Man Movieથી મળી પ્રેરણા, AIએ ફેરફારો સૂચવ્યા

ગ્રીન ગોબ્લિન ગ્લાઇડર પરથી મળ્યો વિચાર – હોલીવુડ ફિલ્મ Spider-Manના Green Goblinના ઉડતા Gliderથી પ્રેરિત થઈને સોંગે આ મશીન બનાવવાનું નક્કી કર્યું હતું. શરૂઆતમાં તેમણે 5 નાના Turbojet Engine ધરાવતું મોડેલ બનાવ્યું હતું, પરંતુ પ્રારંભિક પરીક્ષણ દરમિયાન આગ લાગવાથી તેની Fuel Line અને Wiringને નુકસાન થયું હતું.

AIની મદદથી બનાવ્યું Electric Board – જ્યારે તેમણે પરીક્ષણના Dataને AI Diagnostic Toolમાં દાખલ કર્યો, ત્યારે જાણવા મળ્યું કે Engine એકબીજાની ખૂબ નજીક હોવાને કારણે ગરમ હવા ફરી અંદર જઈ રહી હતી. AIએ Electric Propulsion અપનાવવાનું સૂચન કર્યું, ત્યારબાદ તેમણે આ Electric Flying Boardની Design તૈયાર કરી.

 આ બોર્ડ કેવી રીતે કામ કરે છે?

4 લોકોનું વજન ઉઠાવવાની ક્ષમતા – તેના નવા Versionમાં 10 Brushless Motors લગાવવામાં આવી છે, જે મળીને 660 પાઉન્ડથી વધુનો Thrust ઉત્પન્ન કરે છે. સોંગના જણાવ્યા અનુસાર આ બોર્ડ ચાર લોકોનું વજન ઉઠાવી શકે છે.

શરીરના વજનથી થાય છે નિયંત્રણ – તેમાં કોઈ Auto-Leveling System નથી. Riderએ પોતાના શરીરનું વજન એક તરફ ખસેડીને તેને નિયંત્રિત કરવું પડે છે. Riderના પગ બોર્ડ સાથે બાંધેલા રહે છે અને Ring પર લગાવેલું Throttle Powerને નિયંત્રિત કરે છે. બોર્ડ પર લગાવેલા બે Smartphone તેના ઝુકાવને માપે છે અને Headphoneમાં Voice Alert દ્વારા Riderને જણાવે છે કે ક્યારે શરીરનું વજન બીજી તરફ ખસેડવું અથવા ઘૂંટણ વાળવા.

Battery અને Range

એકવાર સંપૂર્ણ Charge કર્યા પછી આ બોર્ડ લગભગ 16 મિનિટ સુધી ઉડી શકે છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને જાહેર ઉડાનો દરમિયાન તેની Power 40%થી ઓછી રાખવામાં આવી છે. સ્થાનિક વહીવટીતંત્ર પણ તેમના પ્રયોગો માટે મોટું Testing Area આપવાનો વિચાર કરી રહ્યું છે.

Share This Article