Hero Xtreme 125R Stealth Edition: દુનિયાની સૌથી મોટી ટૂ-વ્હીલર કંપની Hero MotoCorp એ સ્પોર્ટી 125 સીસી મોટરસાઇકલ સેગમેન્ટમાં પોતાનું વર્ચસ્વ વધુ મજબૂત બનાવતાં નવી Xtreme 125R Stealth Edition TFT ભારતમાં સત્તાવાર રીતે લોન્ચ કરી છે. યુવા રાઇડર્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા આ નવા પ્રીમિયમ વેરિઅન્ટની સમગ્ર ભારતમાં એક્સ-શોરૂમ કિંમત ₹1,16,250 રાખવામાં આવી છે.
‘Live Xtreme’ ફિલોસોફીને આગળ વધારતાં Hero MotoCorpએ આ બાઇકમાં સેગમેન્ટમાં પહેલીવાર મળતી ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS), બ્લૂટૂથ કનેક્ટિવિટી ધરાવતું 4.2-ઇંચનું TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ડ્યુઅલ-ચેનલ ABS જેવી પ્રીમિયમ ટેક્નોલોજી આપી છે. આ મોટરસાઇકલ દેશભરની Hero ડીલરશિપ પર ઉપલબ્ધ થશે.
સ્માર્ટ TFT કનેક્ટિવિટી અને નેવિગેશન
નવી Hero Xtreme 125R Stealth Editionનું સૌથી મોટું આકર્ષણ તેનું આધુનિક 4.2-ઇંચનું TFT ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લે છે. તે બ્લૂટૂથ કનેક્ટિવિટી દ્વારા રાઇડરના સ્માર્ટફોન સાથે સરળતાથી કનેક્ટ થઈ જાય છે.
તેના માધ્યમથી રાઇડરને સ્ક્રીન પર ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, કોલ અને SMS નોટિફિકેશન, મ્યુઝિક કંટ્રોલ તથા લાઇવ રાઇડની માહિતી મળે છે. આ કનેક્ટેડ ફીચર રોજિંદી મુસાફરી અને વીકએન્ડ રાઇડ્સ બંનેને વધુ સુવિધાજનક અને હાઇ-ટેક બનાવે છે.
125cc સેગમેન્ટમાં પહેલીવાર TPMS સેફ્ટી ફીચર
સુરક્ષાના મામલે મોટું પગલું ભરતાં Hero MotoCorpએ Xtreme 125Rમાં ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ આપી છે. સામાન્ય રીતે મોટી અને મોંઘી મોટરસાઇકલમાં મળતું આ ફીચર 125 સીસી સ્પોર્ટી બાઇક સેગમેન્ટમાં પહેલીવાર આપવામાં આવ્યું છે.
આ સિસ્ટમ રાઇડરને ટાયરમાં હવાનું રિયલ-ટાઇમ પ્રેશર બતાવે છે અને હવાનું દબાણ ઓછું કે વધારે થવા પર તરત જ એલર્ટ આપે છે. તેનાથી રાઇડિંગ સેફ્ટી અને માઇલેજ બંને વધુ સારાં રહે છે.
સેગમેન્ટમાં અગ્રણી પરફોર્મન્સ, 3 રાઇડ મોડ્સ અને ક્રૂઝ કંટ્રોલ
રાઇડિંગ ડાયનેમિક્સને વધુ સારાં બનાવવા માટે નવી Hero Xtreme 125R Stealth Editionમાં સેગમેન્ટમાં પહેલીવાર મળતાં અનેક સેફ્ટી અને કમ્ફર્ટ ફીચર્સ આપવામાં આવ્યાં છે. તેમાં વધુ સારી બ્રેકિંગ ગ્રિપ માટે ડ્યુઅલ-ચેનલ ABS મળે છે.
હવામાન અને રસ્તાની પરિસ્થિતિ અનુસાર રાઇડર્સ રેન, રોડ અને સ્પોર્ટ જેવા 3 અલગ-અલગ રાઇડ મોડ્સ પસંદ કરી શકે છે. આ ઉપરાંત લાંબી હાઇવે મુસાફરી દરમિયાન રાઇડરને થાકથી બચાવવા માટે તેમાં ક્રૂઝ કંટ્રોલ પણ સામેલ કરવામાં આવ્યું છે.
આક્રમક સ્ટીલ્થ ડિઝાઇન, નવો કલર અને કિંમત
ડિઝાઇનની વાત કરીએ તો સ્ટીલ્થ એડિશનમાં કલરવાળા એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. બાઇકની મસ્ક્યુલર ટાંકી અને શાર્પ LED હેડલેમ્પ સાથે મળીને આ વ્હીલ્સ તેને આક્રમક અને પ્રીમિયમ લુક આપે છે. આ બાઇક આકર્ષક મિડનાઇટ બ્લેક વિથ પર્લ રેડ એક્સેન્ટ્સ શેડમાં ઉપલબ્ધ છે. તેની એક્સ-શોરૂમ કિંમત ₹1,16,250 છે.
નવી Hero Xtreme 125R Stealth Editionના લોન્ચ અંગે વાત કરતાં Hero MotoCorpના ચીફ બિઝનેસ ઓફિસર આશુતોષ વર્માએ જણાવ્યું કે Xtreme 125Rએ સેગમેન્ટમાં નવા માપદંડ સ્થાપિત કર્યા છે અને નવું TFT Stealth Edition યુવા ગ્રાહકોને અદ્યતન કનેક્ટેડ ટેક્નોલોજી પૂરી પાડશે.
