Royal Enfield Sales Report: દેશની જાણીતી ટૂ-વ્હીલર કંપની રોયલ એનફિલ્ડ અલગ-અલગ સેગમેન્ટમાં અનેક મોટરસાઇકલનું વેચાણ કરે છે. તેની ક્લાસિક 350, બુલેટ 350, હન્ટર 350, હિમાલયન સહિતની અનેક બાઇકને દેશભરમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. દર મહિને કંપની પોતાની લાખોની સંખ્યામાં મોટરસાઇકલનું વેચાણ કરે છે. સપ્ટેમ્બર 2026નો મહિનો કંપની માટે ઘણો સારો રહ્યો. સપ્ટેમ્બરમાં કંપનીએ કુલ 1,21,326 મોટરસાઇકલના વેચાણની નોંધ કરી, જે ગયા વર્ષના સપ્ટેમ્બરમાં વેચાયેલા 1,13,573 યુનિટની સરખામણીમાં 6 ટકા વધુ છે. ચાલો, તમને જણાવીએ કે કંપનીની કઈ મોટરસાઇકલને કેટલા ગ્રાહકો મળ્યા.
સપ્ટેમ્બર 2026માં રોયલ એનફિલ્ડનું વેચાણ
1. ક્લાસિક 350
સપ્ટેમ્બર 2026માં આ કંપનીની સૌથી વધુ વેચાયેલી મોટરસાઇકલ રહી. તેને કુલ 47,286 લોકોએ ખરીદી. વાર્ષિક ધોરણે તેના વેચાણમાં 16 ટકાનો વધારો થયો. કંપનીના કુલ વેચાણમાં એકલા આ મોટરસાઇકલનો હિસ્સો 38 ટકા રહ્યો.
2. બુલેટ 350
કંપનીની બીજી સૌથી વધુ વેચાયેલી બાઇક બુલેટ 350 રહી, જેને 28,529 લોકોએ ખરીદી. ગયા વર્ષના સપ્ટેમ્બરમાં તેના 25,915 યુનિટ વેચાયાં હતાં. કુલ વેચાણમાં તેનો હિસ્સો 23 ટકા રહ્યો.
3. હન્ટર 350
વેચાણના ચાર્ટમાં હન્ટર 350 ત્રીજા સ્થાને રહી. સપ્ટેમ્બર 2026માં આ મોટરસાઇકલના કુલ 25,692 યુનિટ વેચાયાં. વાર્ષિક ધોરણે તેના વેચાણમાં 17 ટકાનો વધારો થયો. કુલ વેચાણમાં તેનો હિસ્સો 21 ટકા રહ્યો.
4. મિટિયર 350
રોયલ એનફિલ્ડની આ બાઇકને સપ્ટેમ્બર મહિનામાં 10,772 ગ્રાહકો મળ્યા. વાર્ષિક ધોરણે તેના વેચાણમાં 25 ટકાનો ઘટાડો નોંધાયો અને કુલ વેચાણમાં તેનો હિસ્સો 8 ટકા રહ્યો.
5. હિમાલયન
3,029 યુનિટના વેચાણ સાથે હિમાલયન વેચાણના ચાર્ટમાં પાંચમા સ્થાને રહી. ગયા વર્ષના સપ્ટેમ્બરની સરખામણીમાં તેના વેચાણમાં 23 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો.
6. 650 ટ્વિન
સપ્ટેમ્બર 2026માં આ બાઇકને કુલ 2,888 લોકોએ ખરીદી. વાર્ષિક ધોરણે તેના વેચાણમાં 25 ટકાનો ઘટાડો થયો.
7. ગેરિલા 450
રોયલ એનફિલ્ડની આ બાઇકને સપ્ટેમ્બર મહિનામાં 1,871 લોકોએ ખરીદી. ગયા વર્ષના સપ્ટેમ્બરમાં તેના 1,798 યુનિટ વેચાયાં હતાં.
8. સુપર મિટિયર
વેચાણના ચાર્ટમાં આઠમા સ્થાને રહેલી સુપર મિટિયરના 1,154 યુનિટ વેચાયાં. ગયા વર્ષના સપ્ટેમ્બરમાં તેને 1,101 ગ્રાહકો મળ્યા હતા.
9. શૉટગન
સપ્ટેમ્બર 2206માં શૉટગનને કુલ 105 લોકોએ ખરીદી. ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં તેના 279 યુનિટ વેચાયાં હતાં.

