Skoda Kushaq All Variants Price: New Skoda Kushaq ભારતમાં 10.69 લાખ રૂપિયામાં લોન્ચ, સેગમેન્ટ ફર્સ્ટ મસાજ સીટ અને 8-સ્પીડ ગિયરબોક્સ, જાણો ખૂબીઓ

Arati Parmar
3 Min Read

2026 Skoda Kushaq All Variants Price: મિડસાઈઝ SUV માર્કેટમાં સ્કોડા ઓટો ઇન્ડિયાની નવી કુશાક ફેસલિફ્ટે તેની આક્રમક કિંમતોથી હંગામો મચાવી દીધો છે. જી હા, નવી કુશાકના તમામ વેરિઅન્ટની કિંમતો જાહેર થઈ ગઈ છે અને આ SUV તમને 10.69 લાખ રૂપિયાથી લઈને 18.99 લાખ રૂપિયા સુધીની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમતે મળી જશે. ‘ઈઝી ટુ લવ’ ટેગલાઈન સાથે આવેલી 2026 કુશાક ફેસલિફ્ટ માત્ર ફ્રેશ ડિઝાઇન સાથે જ નથી આવી, પરંતુ તેના ઇન્ટિરિયર, ફીચર્સ અને સેફ્ટીને પણ અપગ્રેડ કરવામાં આવ્યા છે. શિમલા ગ્રીન, સ્ટીલ ગ્રે અને ચેરી રેડ જેવા 3 નવા રંગો સાથે આવતી આ SUVમાં તમને ઘણા સેગમેન્ટ ફર્સ્ટ ફીચર્સ મળી જશે.

નવી સ્કોડા કુશાકના તમામ વેરિઅન્ટના ભાવ

2026 સ્કોડા કુશાક ફેસલિફ્ટના વેરિઅન્ટ મુજબની એક્સ-શોરૂમ કિંમતો નીચે મુજબ છે:

- Advertisement -
  • Classic+ (બેઝ વેરિઅન્ટ): 1.0 લિટર TSI પેટ્રોલ મેન્યુઅલની કિંમત 10,69,000 રૂપિયા અને ઓટોમેટિક વેરિઅન્ટની કિંમત 12,69,000 રૂપિયા છે.

  • Signature વેરિઅન્ટ: 1.0 લિટર TSI પેટ્રોલ મેન્યુઅલ 14.59 લાખ રૂપિયા અને ઓટોમેટિક 15.59 લાખ રૂપિયા.

  • Sportline ટ્રિમ: 1.0 TSI MT વેરિઅન્ટ 14,74,000 રૂપિયા અને 1.0 TSI AT વેરિઅન્ટ 15.74 લાખ રૂપિયા.

  • Prestige ટ્રિમ: 1.0 લિટર ટર્બો પેટ્રોલ મેન્યુઅલ 16,79,000 રૂપિયા અને ઓટોમેટિક 17,59,000 રૂપિયા. જ્યારે 1.5 લિટર TSI DSG વેરિઅન્ટની કિંમત 18,79,000 રૂપિયા છે.

  • Monte Carlo એડિશન: 1.0 TSI AT વેરિઅન્ટ 17,89,000 રૂપિયા અને 1.5 લિટર ટર્બો પેટ્રોલ 7-સ્પીડ DSG વેરિઅન્ટની કિંમત 18.99 લાખ રૂપિયા છે.

આ SUVનું બુકિંગ ચાલુ છે અને માર્ચના અંતમાં તેની ડિલિવરી શરૂ થશે.

નવી કુશાકની લુક-ડિઝાઇન અને કલર ઓપ્શન

સ્કોડાએ હવે શિમલા ગ્રીન, ચેરી રેડ અને સ્ટીલ ગ્રે જેવા 3 નવા કલર ઓપ્શન આપ્યા છે, જેની સાથે હવે કુલ 8 કલર ઓપ્શન ઉપલબ્ધ છે. ડિઝાઇનની વાત કરીએ તો આ મોડલ પહેલા કરતા વધુ મોર્ડન અને શાર્પ છે. તેમાં હવે પહોળી અને સ્લીક ગ્રીલ, કનેક્ટેડ DRL સેટઅપ, કનેક્ટેડ LED ટેલલેમ્પ્સ, સિક્વન્શિયલ ટર્ન ઇન્ડિકેટર્સ અને નવા 17-ઇંચના એલોય વ્હીલ્સ મળે છે.

- Advertisement -

ઇન્ટિરિયર અને ફીચર્સ

નવી કુશાકનું ઇન્ટિરિયર હવે વધુ પ્રીમિયમ છે અને તેમાં સેગમેન્ટમાં પહેલીવાર રિયર સીટ મસાજ ફંક્શન ઉમેરવામાં આવ્યું છે. અન્ય મુખ્ય ફીચર્સ:

  • 10.1 ઇંચની ટચસ્ક્રીન અને 10.25 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર.

  • પેનોરામિક સનરૂફ અને વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ.

  • સેફ્ટી: 6 એરબેગ્સ (સ્ટાન્ડર્ડ), ફ્રન્ટ અને રિયર પાર્કિંગ સેન્સર, 5-સ્ટાર ગ્લોબલ NCAP રેટિંગ અને 40થી વધુ સેફ્ટી ફીચર્સ.

પાવર અને પરફોર્મન્સ

  • 1.0 લિટર ટર્બો પેટ્રોલ: 115 PS પાવર અને 178 Nm ટોર્ક. આમાં 6-સ્પીડ મેન્યુઅલ અને નવું 8-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ મળે છે.

  • 1.5 લિટર ટર્બો પેટ્રોલ: 150 PS પાવર અને 250 Nm ટોર્ક. આમાં 6-સ્પીડ મેન્યુઅલ અને 7-સ્પીડ DSG ઓટોમેટિક ટ્રાન્સમિશન મળે છે.

  • આ કાર માત્ર 10 સેકન્ડની અંદર 0-100 kmphની ઝડપ પકડી લે છે.

Share This Article