નવી Tata Nexon CAMO Edition ભારતમાં લોન્ચ, નવા રંગો, એડવાન્સ ફીચર્સ અને 5-સ્ટાર સલામતી સાથે

Arati Parmar
3 Min Read

Tata Nexon CAMO Edition: ટાટા મોટર્સે ભારતમાં પોતાની લોકપ્રિય એસયુવી Nexonનું નવું CAMO Edition લોન્ચ કર્યું છે. તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ₹9.99 લાખ રાખવામાં આવી છે. આ ખાસ Editionને પેટ્રોલ, ડીઝલ અને CNG ત્રણેય એન્જિન વિકલ્પો સાથે અનેક વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. સાથે જ તેમાં ઉત્તમ ફીચર્સ અને નવા કલર વિકલ્પો આપવામાં આવ્યા છે. ટાટા Nexonને પહેલેથી જ ભારત NCAP અને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર સલામતી રેટિંગ મળી ચૂકી છે. જો તમે સુરક્ષિત, આકર્ષક દેખાવ ધરાવતી અને હાઇ-ટેક ફીચર્સથી સજ્જ SUV શોધી રહ્યા છો, તો Nexon CAMO Edition તમારા માટે એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. ચાલો તેની ખાસિયતો વિશે જાણીએ.

Nexon CAMO Edition માં શું નવું છે?

- Advertisement -

બે નવા રંગો – આ ખાસ Edition બે નવા વિશિષ્ટ કલર વિકલ્પો મુન્નાર મિસ્ટ (Munnar Mist) અને કૂર્ગ ક્લાઉડ (Coorg Cloud)માં ઉપલબ્ધ રહેશે.

CAMO બેજિંગ – કારના આગળના ફેન્ડર (ફ્રન્ટ સાઇડ) પર ખાસ CAMO બેજ આપવામાં આવ્યું છે અને બેઠકોના હેડરેસ્ટ પર CAMO થીમ આધારિત ડિઝાઇન મળશે.

- Advertisement -

કિંમત – કિંમતની વાત કરીએ તો તેની એક્સ-શોરૂમ કિંમત ₹9.99 લાખથી શરૂ થાય છે અને ટોપ મોડલ માટે ₹13.94 લાખ સુધી જાય છે.

નવું ઇન-બિલ્ટ ડૅશકૅમ

- Advertisement -

આ Editionમાં સૌથી મોટું ટેક્નોલોજી અપડેટ ઇન્ટિગ્રેટેડ ડૅશકૅમ છે, જે 360-ડિગ્રી કેમેરા સાથે મળીને કાર્ય કરે છે.

તે સતત રેકોર્ડિંગ કરે છે, અકસ્માત અથવા ટક્કર સમયે વિડિયો લોક કરી દે છે અને તેને તમે ટચસ્ક્રીન અથવા તમારા ફોનમાં (QR કોડ દ્વારા) સરળતાથી ટ્રાન્સફર કરી શકો છો. તેમાં 256GB સુધીનું પેનડ્રાઇવ લગાવી શકાય છે.

આ આ નવા Editionના સૌથી મોટા ફીચર્સમાંથી એક છે.

બેઝ વેરિઅન્ટથી જ મળશે અનેક ફીચર્સ

ફીચર્સ – તેના બેઝ વેરિઅન્ટ Creative CAMOથી જ તેમાં અનેક ઉત્તમ ફીચર્સ મળશે. તેમાં તમને 360-ડિગ્રી HD કેમેરા, 16-ઇંચ એલોય વ્હીલ્સ, પુશ-બટન સ્ટાર્ટ/સ્ટોપ, વાયરલેસ Android Auto અને Apple CarPlay, LED હેડલાઇટ્સ અને DRLs તેમજ ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ જેવા ફીચર્સ મળશે.

સલામતી ફીચર્સ – સુરક્ષા માટે તેમાં 6 એરબેગ્સ, ESP અને ઇલેક્ટ્રોનિક કૉલ તથા બ્રેકડાઉન કૉલ ફંક્શન આપવામાં આવ્યું છે. ઓટોમેટિક વેરિઅન્ટ્સમાં પેડલ શિફ્ટર્સ અને ઇલેક્ટ્રોનિક ગિયર શિફ્ટર આપવામાં આવ્યા છે.

ટોપ વેરિઅન્ટ્સના વધારાના ફીચર્સ – મોંઘા વેરિઅન્ટ્સમાં ADAS (7 સલામતી ફીચર્સ સાથે), પેનોરામિક સનરૂફ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ અને 9-સ્પીકર JBL સાઉન્ડ સિસ્ટમ જેવા ફીચર્સ યથાવત્ રહેશે.

એન્જિન અને ગિયરબોક્સ

કારના એન્જિન અને ગિયરબોક્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મિકેનિકલ રીતે આ કાર સામાન્ય Nexon જેવી જ છે.

1.2L ટર્બો-પેટ્રોલ – આ એન્જિન 120 PSની પાવર અને 170 Nmનો ટોર્ક ઉત્પન્ન કરે છે.

1.2L ટર્બો-પેટ્રોલ CNG – આ એન્જિન સાથે આ કાર 100 PSની પાવર અને 170 Nmનો ટોર્ક ઉત્પન્ન કરે છે.

ગિયરબોક્સ – તેમાં Manual (MT), Automatic (AMT) અને 7-સ્પીડ DCA (ડ્યુઅલ-ક્લચ ઓટોમેટિક)નો વિકલ્પ ઉપલબ્ધ છે.

Share This Article