અમદાવાદ: અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર 1 રૂપિયાનો ઘટાડો કર્યો, સતત વધારા બાદ થોડી રાહત

Reena Brahmbhatt
1 Min Read

અમુલે વિવિધ દૂધ ઉત્પાદનોના ભાવમાં 1 રૂપિયાનો નજીવો ઘટાડો જાહેર કર્યો

અમૂલ ડેરી છેલ્લા ઘણા સમયથી વિવિધ દૂધ ઉત્પાદનોના ભાવમાં સતત વધારો કરી રહી છે. હવે પહેલીવાર અમૂલ ડેરીએ તેના ઉત્પાદનોના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. અમૂલે વિવિધ દૂધ ઉત્પાદનોના ભાવમાં 1 રૂપિયાનો નજીવો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

- Advertisement -

અમુલ ડેરીએ ત્રણ દૂધ ઉત્પાદનો – અમુલ ગોલ્ડ, અમુલ તાઝા અને ટી સ્પેશિયલ – ના ભાવમાં પ્રતિ 1 લિટર પાઉચમાં 1 રૂપિયાનો ઘટાડો કર્યો છે. અમૂલ ગોલ્ડ ૧ લિટર પાઉચ જૂનો ભાવ ૬૬ રૂપિયા, અમૂલ ગોલ્ડ ૧ લિટર પાઉચ નવો ભાવ ૬૫ રૂપિયા, અમૂલ ટી સ્પેશિયલ ૧ લિટર પાઉચ જૂનો ભાવ ૬૨ રૂપિયા, હવે અમૂલ ટી સ્પેશિયલ ૧ લિટર પાઉચ નવો ભાવ ૬૧ રૂપિયા, અમૂલ તાઝા ૧ લિટર પાઉચની જૂની કિંમત 54 રૂપિયા હતી, હવે અમૂલ તાઝા 1 લિટર પાઉચની નવી કિંમત 53 રૂપિયા કરવામાં આવી છે.

- Advertisement -
Share This Article