Bloomberg Billionaires Index 2026: આ વર્ષે વિશ્વના ટોચના 10 ધનિકોમાંથી માત્ર 4 ની નેટવર્થમાં વધારો થયો છે. એલોન મસ્કની સંપત્તિમાં આ વર્ષે સૌથી વધુ 57.2 અબજ ડોલરનો ઉછાળો આવ્યો છે, જ્યારે ઓરેકલના સ્થાપક લેરી એલિસને સૌથી વધુ સંપત્તિ ગુમાવી છે. જાણો મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની શું હાલત છે.
આ વર્ષે વિશ્વના અમીરોની નેટવર્થમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, વિશ્વના ટોચના 10 ધનિકોમાંથી માત્ર 4 ની સંપત્તિમાં વધારો થયો છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની નેટવર્થ આ વર્ષે સૌથી વધુ વધીને 677 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. મસ્ક સિવાય જિમ વોલ્ટન, રોબ વોલ્ટન અને એલિસ વોલ્ટનની સંપત્તિમાં પણ વધારો થયો છે. બીજી તરફ લેરી પેજ, સેર્ગેઈ બ્રિન, માર્ક ઝુકરબર્ગ, જેફ બેઝોસ, લેરી એલિસન અને બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થમાં ઘટાડો નોંધાયો છે.
કોણે કેટલું ગુમાવ્યું?
લેરી પેજ (Google): 5.54 અબજ ડોલરના ઘટાડા સાથે 263 અબજ ડોલરની સંપત્તિ (બીજો ક્રમ).
સેર્ગેઈ બ્રિન: 5.08 અબજ ડોલર ગુમાવ્યા, 245 અબજ ડોલરની સંપત્તિ (ત્રીજો ક્રમ).
માર્ક ઝુકરબર્ગ (Facebook): 6.86 અબજ ડોલરના ઘટાડા સાથે 226 અબજ ડોલરની સંપત્તિ.
જેફ બેઝોસ (Amazon): 27.8 અબજ ડોલર ગુમાવીને 225 અબજ ડોલર સાથે પાંચમા ક્રમે.
લેરી એલિસન (Oracle): સૌથી વધુ 34.8 અબજ ડોલરનો ઘટાડો, 213 અબજ ડોલર સાથે છઠ્ઠા ક્રમે.
બર્નાર્ડ આર્નોલ્ટ: 34.2 અબજ ડોલરના ઘટાડા સાથે સાતમા ક્રમે.
વોલ્ટન પરિવારનો દબદબો
વોલમાર્ટના સ્થાપક સેમ વોલ્ટનના પરિવારના ત્રણ સભ્યો હવે ટોપ-10 માં સામેલ છે. વોલમાર્ટમાં આ પરિવારની 47% ભાગીદારી છે. જિમ વોલ્ટન (158 અબજ ડોલર), રોબ વોલ્ટન (154 અબજ ડોલર) અને એલિસ વોલ્ટન (154 અબજ ડોલર) ની સંપત્તિમાં આ વર્ષે જંગી વધારો થયો છે.
અંબાણી-અદાણીની સ્થિતિ
ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની નેટવર્થમાં આ વર્ષે 11.3 અબજ ડોલરનો ઘટાડો થયો છે. તેઓ 96.4 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વમાં 18મા ક્રમે છે. બીજી તરફ, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી 81.7 અબજ ડોલરની નેટવર્થ સાથે 21મા ક્રમે છે. તેમની સંપત્તિમાં પણ 2.8 અબજ ડોલરનો ઘટાડો થયો છ.

