Consumer Electronics Price Hike: એપ્રિલના અંત સુધીમાં AC થી લઈને સ્માર્ટફોન સુધીની વસ્તુઓ થશે મોંઘી, જાણો તમારા ખિસ્સા પર કેટલો પડશે બોજ અને શું છે તેનું કારણ

Arati Parmar
2 Min Read

Consumer Electronics Price Hike: જો તમે આ ઉનાળામાં નવું AC, ફ્રિજ કે સ્માર્ટફોન ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમારે ખિસ્સા વધુ ઢીલા કરવા પડી શકે છે. એપ્રિલના અંત સુધીમાં એર કન્ડીશનર (AC), રેફ્રિજરેટર, વોશિંગ મશીન, ટીવી, સ્માર્ટફોન અને લેપટોપ જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓના ભાવ ફરી વધી શકે છે. છેલ્લા ચાર મહિનામાં આ ત્રીજી વખત ભાવવધારો થશે. ઇન્ડસ્ટ્રી નિષ્ણાતોના મતે ક્રૂડ ઓઇલ સાથે જોડાયેલા કાચા માલ, મેમરી ચિપ્સની મોંઘી કિંમતો અને રૂપિયાની નબળાઈને કારણે કંપનીઓની પડતર કિંમત સતત વધી રહી છે. કંપનીઓ આ વધારાનો બોજ ગ્રાહકો પર નાખવાની તૈયારીમાં છે.

કેટલી વધી શકે છે કિંમતો?

રિટેલર્સ અને મેન્યુફેક્ચરર્સના અંદાજ મુજબ, અલગ-અલગ કેટેગરીમાં કિંમતોમાં નીચે મુજબનો વધારો જોવા મળી શકે છે:

- Advertisement -
  • સ્માર્ટફોન: ૧૦% થી ૧૫% સુધી મોંઘા થઈ શકે છે.

  • લેપટોપ: ૮% થી ૧૦% સુધી મોંઘા થશે.

  • AC, TV, ફ્રિજ, વોશિંગ મશીન: ૫% થી ૭% સુધીનો વધારો.

પ્લાસ્ટિક અને અન્ય ઇનપુટ ખર્ચનું દબાણ સતત બની રહ્યું છે. જો ઉનાળામાં માંગ વધુ વધશે, તો આવતા અઠવાડિયે જ કિંમતોમાં વધુ એક વધારો થઈ શકે છે.

કિંમતો વધવાના ૪ મુખ્ય કારણો

૧. કાચા માલની પડતર: પ્લાસ્ટિક જેવા કાચા માલ, જે ક્રૂડ ઓઇલ (કાચું તેલ) માંથી બને છે, તેની કિંમતો ઘણી ઊંચી રહેલી છે. સાથે જ સાબુ અને ડિટર્જન્ટ માટે વપરાતા પામ ઓઇલ અને અન્ય રસાયણોના ભાવ પણ વધી ગયા છે.

- Advertisement -

૨. મેમરી ચિપની અછત: સ્માર્ટફોન અને લેપટોપમાં વપરાતી મેમરી ચિપની અછત અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એપ્સની વધતી માંગને કારણે ચિપની કિંમતો આસમાનને આંબી રહી છે.

૩. રૂપિયાની નબળાઈ: અમેરિકન ડોલર સામે રૂપિયો ઘણો નબળો પડ્યો છે. આનાથી આયાત કરવામાં આવતા કમ્પોનન્ટ્સ મોંઘા થયા છે.

- Advertisement -

૪. લોજિસ્ટિક્સ અને માલની હેરફેર: ભૌગોલિક-રાજકીય તણાવને કારણે માલની હેરફેર (Freight) નો ખર્ચ વધી ગયો છે, જેનાથી સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ છે.

ક્યારથી થશે વધારો?

હાયર ઇન્ડિયા (Haier India) કંપનીએ સંકેત આપ્યો છે કે ૨૧ એપ્રિલથી તમામ પ્રોડક્ટ કેટેગરીમાં ૪ થી ૭% નો વધારો કરવામાં આવશે. સાબુ અને ડિટર્જન્ટ બનાવતી કંપનીઓ પણ કિંમતો વધારી રહી છે. કેટલીક કંપનીઓ ભાવ વધારવાને બદલે પેકેટનું કદ નાનું કરી રહી છે.

Share This Article