મોંઘવારીથી રાહત છતાં EMIનો બોજ વધશે? રેપો રેટને લઈને મળ્યા આ સંકેત

newzcafe
3 Min Read

મોંઘવારીથી રાહત છતાં EMIનો બોજ વધશે? રેપો રેટને લઈને મળ્યા આ સંકેત


લાંબા સમયથી દેશમાં મોંઘવારી ઉચ્ચ સ્તરે બનેલી છે. જેને કાબૂમાં કરવા માટે રિઝર્વ બેંક સતત રેપો રેટમાં વધારો કરી રહી છે. જો કે ગત ઓક્ટોબર મહિનામાં દેશમાં મોંઘવારી દર ઘટ્યો છે. જે બાદ પણ શું RBI વ્યાજ દરમાં વૃદ્ધિ કરશે? આ સવાલનો જવાબ દેશનો નાગરિક જાણવા માગે છે. કેમકે આ મુદ્દો સામાન્ય લોકોના ખીસ્સા પર અસર કરે છે. વિશેષજ્ઞોના મતે કેન્દ્રીય બેંક સોમવારે પ્રસ્તાવિક એમપીસી બેઠકમાં રેપો રેટમાં વધુ એક વખત વધારાનો નિર્ણય કરી શકે છે.


 


7 ડિસેમ્બરે થશે જાહેરાત


PTI મુજબ ભારતીય રિઝર્વ બેંક ગત મહિનામાં અનેક વખત રેપો રેટમાં વધારો કર્યો છે, ત્યારે આ વખતે પણ મૌદ્રિક નીતિ સમીક્ષામાં દર વધારવાનો ઓપ્શન પસંદ કરી શકે છે. જો કે ગત દિવસોમાં કરવામાં આવેલા વધારાની સરખામણીએ રેપો રેટમાં નજીવો વધારો કરશે તેવી શક્યતા છે. વિશેષજ્ઞોના મતે સોમવારથી શરૂ થનારી MPCની બેઠકમાં છેલ્લા દિવસે એટલે કે બુધવારે 7 ડિસેમ્બરે RBI મોંઘવારી દરમાં નરમાશની વચ્ચે રેપો રેટમાં 25થી 35 બેઝીસ પોઈન્ટની વૃદ્ધિની જાહેરાત કરી શકે છે.


 


સપ્ટેમ્બરમાં થયો હતો વધારો


આ પહેલાં 30 સપ્ટેમ્બરે RBIની છ સભ્યોએ MPC બેઠકમાં રેપો રેટ 50 બેઝીસ પોઈન્ટનો વધારો કર્યો હતો. પરંતુ ગત દિવસોમાં મોંઘવારીના આંકડામાં રાહત મળી છે અને મોંઘવારી ઘટી છે. તેમ છતાં વિશેષજ્ઞોના મતે રેપો રેટ 25થી 35 બેઝીસ પોઈન્ટ વધી શકે છે. આ વર્ષે રિઝર્વ બેંક ચાર વખત રેપો રેટમાં વધારો કરશે તેવો નિર્ણય કર્યો હતો.


 


આ વર્ષે રેપો રેટમાં આ રીતે વધારો થયો


દેશમાં નક્કી કરેલા લક્ષ્યથી મોંઘવારીના દર વધી ગયા છે, ત્યારે તેને નીચે લાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મે, 2022થી અત્યાર સુધીમાં ચાર વખત રેપો રેટમાં વધારા કરવાનો નિર્ણય કર્યો છે. RBIએ મેમાં રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો હતો, જ્યારે કે તેના બીજા મહિને એટલે કે જૂનમાં 0.50 ટકાનો વધારો કર્યો. જે બાદ ઓગસ્ટ મહિનામાં ફરીથી 0.50 ટકાનો વધારો કર્યો જ્યારે સપ્ટેમ્બરમાં પણ કેન્દ્રીય બેંકે નીતિગત દરને 0.50 ટકા વધાર્યો હતો. મેથી લઈને સપ્ટેમ્બર સુધીમાં રેપો રેટ 1.90 ટકા વધારીને 5.90 ટકાએ પહોંચી ગયો છે.


 


રેપો રેટ અને EMI વચ્ચે સંબંધ


રેપો રેટનો સીધો સંબંધ બેંકમાંથી લેવામાં આવતી લોન અને EMI સાથે છે. રેપો રેટ તે દર છે જેના પર RBI બેંકને વ્યાજ આપે છે. જ્યારે રિવર્સ રેપો રેટ તેને કહેવાય જેના પર બેંકને RBI પૈસા રાખવા પર વ્યાજ આપે છે. રેપો રેટ ઘટવાથી લોનની EMI ઘટે છે, જ્યારે રેપો રેટ વધવાથી તમામ પ્રકારની લોન મોંઘી બને છે અને આ ક્રમમાં EMIમાં પણ વધારો જોવા મળે છે.

Share This Article