India GDP growth forecast: વર્લ્ડ બેન્કનો ભારતની અર્થવ્યવસ્થામાં વિશ્વાસ, નાણાકીય વર્ષ 2025-26 માટે જીડીપી ગ્રોથ રેટ વધારી 6.5 ટકા કર્યો

Arati Parmar
By Arati Parmar 3 Min Read

India GDP growth forecast: વર્લ્ડ બેન્કે નાણાકીય વર્ષ 2025-26ના જીડીપી ગ્રોથ રેટનું અનુમાન 6.3 ટકાથી વધારી 6.5 ટકા કર્યું છે. જીડીપી ગ્રોથ અનુમાનમાં વધારો કરવા પાછળનું મુખ્ય કારણ અપેક્ષા કરતાં વધુ પડતો સ્થાનિક વપરાશ અને કૃષિ તથા ગ્રામીણ રોજગારીમાં વધારો છે.

વર્લ્ડ બેન્કે ચાલુ નાણાકીય વર્ષ માટેનો જીડીપી ગ્રોથ અનુમાન વધાર્યું છે, જ્યારે આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે જીડીપી ગ્રોથ અનુમાન ઘટાડ્યું છે. આ ઘટાડા પાછળનું કારણ અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલો 50 ટકા ટેરિફ છે. આ ટેરિફની નેગેટિવ અસર આગામી વર્ષે જોવા મળી શકે છે. જો કે, વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં નોંધ્યું છે કે, ભારત આ વર્ષે વિશ્વની સૌથી ઝડપથી ઉભરતું અર્થતંત્ર બનશે. આ સિવાય બાંગ્લાદેશનો ગ્રોથ રેટ 4.8 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. જ્યારે ભૂતાન માટે હાઈડ્રોપાવર કંસ્ટ્રક્શનમાં વિલંબના કારણે નાણાકીય વર્ષ 2025-26 માટે જીડીપી ગ્રોથ  અનુમાન ઘટાડી 7.3 ટકા કર્યું છે.

- Advertisement -

એશિયાના અન્ય દેશોના જીડીપી ગ્રોથ

વર્લ્ડ બેન્કના રિપોર્ટ અનુસાર, મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિમાં વૃદ્ધિના કારણે નાણાકીય વર્ષ 2025-26માં માલદીવ્સમાં જીડીપી ગ્રોથ રેટ 3.9 ટકા રહેવાનો અંદાજ છે. નેપાળમાં હાલમાં અશાંતિ અને વધતી રાજકીય-આર્થિક અનિશ્ચિતતાના લીધે 2025-26માં ગ્રોથ રેટ ઘટી 2.1 ટકા રહેવાનો અંદાજ છે. તદુપરાંત ભારતના પડોશી દેશ શ્રીલંકાનો જીડીપી ગ્રોથ 3.5 ટકા રહેશે. શ્રીલંકાના ટૂરિઝમ એન્ડ સર્વિસ એક્સપોર્ટમાં મજબૂત ગ્રોથ નોંધાતા જીડીપી ગ્રોથ વધશે.

- Advertisement -

સાઉથ એશિયાની અંદર અનેક આર્થિક ક્ષમતા

વર્લ્ડ બેન્કના સાઉથ એશિયાના વાઈસ પ્રેસિડન્ટ જોહાન્સ જુટે જણાવ્યું હતું કે, સાઉથ એશિયાની અંદર અનેક આર્થિક ક્ષમતાઓ છે, તે હાલ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતો એરિયા છે. સાઉથ એશિયાના દેશોના વિકાસ માટે તેને નડતાં જોખમોને દૂર કરવાની જરૂર છે. આરબીઆઈએ ઓક્ટોબર એમપીસી બેઠકમાં ચાલુ નાણાકીય વર્ષ માટેનો જીડીપી ગ્રોથ અનુમાન 6.5 ટકાથી વધારી 6.8 ટકા કર્યું હતું.

- Advertisement -

જીડીપી ગ્રોથ 7 ટકા રહેવાનો અંદાજ

આરબીઆઈના ડેટા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ રેટ 7 ટકા, ત્રીજા ત્રિમાસિકમાં 6.4 ટકા, ચોથા ત્રિમાસિકમાં 6.2 ટકા રહેવાનો અંદાજ છે. તદુપરાંત રિટેલ મોંઘવારી ચાલુ નાણાકીય વર્ષમાં 2.6 ટકા રહેશે. જે ઓગસ્ટમાં 3.1 ટકા નોંધાઈ હતી. ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં ફુગાવાનું અનુમાન 2.1 ટકાથી ઘટી 1.8 ટકા, ત્રીજા ત્રિમાસિકમાં 3.1 ટકાથી ઘટાડી 1.8 ટકા અને ચોથા ત્રિમાસિકમાં 4 ટકા કરવામાં આવ્યો છે.

Share This Article