India 5G smartphone share: ભારતમાં ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં સ્માર્ટફોન શિપમેન્ટમાં ૫જી હેન્ડસેટનો હિસ્સો ૮૭ ટકા સુધી પહોંચ્યો

Arati Parmar
By Arati Parmar 1 Min Read

India 5G smartphone share: ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં ભારતમાં સ્માર્ટફોન શિપમેન્ટમાં ૫જી હેન્ડસેટનો હિસ્સો ૮૭ ટકા સુધી પહોંચ્યો છે. આ રેશિયો ગ્રાહકોમાં નવી ટેકનોલોજીના વધતી સ્વીકૃતિને પ્રતિબિંબિત કરે છે.

કાઉન્ટર પોઇન્ટ રિસર્ચ અનુસાર, ૫જી ફોનની આ હિસ્સેદારી સાથે ભારત વૈશ્વિક રેન્કિંગમાં ૧૪મા સ્થાને પહોંચી ગયું છે.

- Advertisement -

અગાઉના વર્ષો પર નજર કરીએ તો ૨૦૨૩ના પ્રથમ છ મહિનામાં ૫જીનો હિસ્સો ૪૭ ટકા હતો અને ભારત ૪૦મા ક્રમે હતુ જ્યારે ૨૦૨૪ના પ્રથમ છ મહિનામાં ૫જીનો હિસ્સો ૭૪ ટકા હતો અને ભારત ૨૯મા ક્રમે હતુ.

વિશ્લેષકો કહે છે કે ભારત ૨૦૨૬ સુધીમાં ૫જી હિસ્સો ૯૦ ટકા સુધી પહોંચી શકે છે. જોકે ૩૦ કરોડથી વધુ લોકો હજુ પણ ૨જી અને ૩જી ફોનનો ઉપયોગ કરે છે અને ૪જીમાં અપગ્રેડેશન પણ ધીમું છે.

- Advertisement -

વૈશ્વિક ફલક પર નજર કરીએ તો દક્ષિણ કોરિયા અને જાપાન ૯૭ ટકા હિસ્સા સાથે મોખરે છે, ત્યારબાદ ચીન અને કેનેડા ૯૪ ટકા અને યુનાઇટેડ સ્ટેટ્સ ૯૩ ટકા આગળ છે. રસપ્રદ આંકડો તળિયાના ૧૦ દેશોનો છે જેમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરેરાશ ૧૫ ટકા, વેનેઝુએલા ૧ ટકા સાથે સૌથી નીચે છે. છ આફ્રિકન દેશો ૧૧-૧૨ ટકા હિસ્સો ધરાવે છે.

Share This Article