EPFO Form 121 Rules: PF માંથી પૈસા ઉપાડનારા સાવધાન! 1 એપ્રિલથી બદલાઈ ગયા છે નિયમો, જાણો હવે ફોર્મ 15G/H ને બદલે શું ભરવું પડશે?

Arati Parmar
2 Min Read

EPFO Form 121 Rules: PF ખાતાધારકો માટે ટેક્સ સંબંધિત નિયમો બદલાઈ ગયા છે. હવે PF માંથી પૈસા ઉપાડતી વખતે TDS બચાવવા માટે જૂના ફોર્મ 15G અને 15H નહીં ચાલે. EPFO એ આની જગ્યાએ ફોર્મ 121 શરૂ કર્યું છે. નિયમ 1 એપ્રિલથી લાગુ છે. ફોર્મ ભરનારે એ સુનિશ્ચિત કરવું પડશે કે તેની વર્ષભરની ટેક્સ લાયબિલિટી (ટેક્સની જવાબદારી) ઝીરો છે. કંપનીઓ, પેઢીઓ અને NRI આ ફોર્મ ભરવા માટે પાત્ર નથી.

13 એપ્રિલના રોજ જાહેર કરેલા પોતાના સર્કુલરમાં EPFO એ જણાવ્યું કે પહેલા 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો ફોર્મ 15G ભરતા હતા અને સિનિયર સિટિઝન ફોર્મ 15H નો ઉપયોગ કરતા હતા. હવે આ બંનેની જગ્યાએ માત્ર ફોર્મ 121 નો ઉપયોગ થશે. આ ફોર્મ માત્ર તે લોકો માટે છે જેમની આખા વર્ષની કુલ અંદાજિત કમાણી પર ટેક્સની જવાબદારી શૂન્ય છે. એટલે કે જો તમારી વાર્ષિક કમાણી ટેક્સ મુક્તિની મર્યાદા કરતા ઓછી છે, તો તમે આ ફોર્મ ભરીને તમારી આવક TDS કપાયા વગર મેળવી શકો છો.

- Advertisement -

કોના માટે જરૂરી છે ફોર્મ?

EPFO એ સ્પષ્ટ કર્યું છે કે આ ફોર્મ બધા માટે જરૂરી નથી. આ માત્ર તે લોકો માટે છે જેઓ TDS કપાતથી બચવા માંગે છે. EPFO એ કહ્યું છે કે 1 એપ્રિલ પછી જો કોઈએ જૂના ફોર્મ સાથે ક્લેમ ફાઈલ કરી દીધો છે, તો તેને રિજેક્ટ કરીને પરત મોકલવામાં આવશે નહીં. જોકે, કર્મચારી પાસેથી ફોર્મ 121 લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

  • PF ખાતાધારકો માટે ટેક્સ સંબંધિત નિયમો બદલાઈ ગયા છે.

  • TDS બચાવવા માટે હવે ફોર્મ 15G અને 15H નહીં ચાલે.

  • હવે ફોર્મ 121 ભરવું પડશે, નવો નિયમ 1 એપ્રિલથી લાગુ છે.

  • આ માટે વર્ષભરની ટેક્સ લાયબિલિટી ઝીરો હોવી જોઈએ.

  • કંપનીઓ, પેઢીઓ અને NRI આ ફોર્મ ભરવા માટે પાત્ર નથી.

પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા લોકો માટે પીએફ એક અનિવાર્ય સરકારી બચત યોજના છે. આમાં કર્મચારી પોતાની બેઝિક સેલરીનો 12% હિસ્સો કન્ટ્રીબ્યુટ કરે છે જ્યારે કંપની પણ એટલું જ યોગદાન આપે છે. એમ્પ્લોયરના કન્ટ્રીબ્યુશનમાંથી 8.33% કર્મચારી પેન્શન યોજના (EPS) માં જાય છે. ઈપીએફ એકાઉન્ટમાં જમા રકમ પર વ્યાજ મળે છે.

- Advertisement -
Share This Article