Gold Price Today: સોનામાં આજે રાહત – 17 ફેબ્રુઆરીના ભાવ જાણી લો!

Arati Parmar
2 Min Read

Gold Price Today: દેશમાં સોનાના ભાવમાં થોડી રાહત છે. સોમવાર, 17 ફેબ્રુઆરીએ 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને 86,210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. ગયા અઠવાડિયે 24 કેરેટ સોનું 600 રૂપિયા અને 22 કેરેટ સોનું 550 રૂપિયા સસ્તું થયું છે.

શુક્રવારે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 89000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ હતી. ચાલો જાણીએ દિલ્હી, મુંબઈ સહિત અમદાવાદમાં આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાની લેટેસ્ટ કિંમત શું છ.

- Advertisement -

દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 86,210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાની કિંમત 79,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. હાલમાં મુંબઈમાં 24 કેરેટ સોનાની કિંમત 86,060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાની કિંમત 78,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

અમદાવાદ અને ભોપાલમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 78,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 86,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

- Advertisement -

સોનાની જેમ ચાંદીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. 17 ફેબ્રુઆરીએ તે 100 રૂપિયા ઘટીને 100400 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો હતો. ગત સપ્તાહે ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો વધારો થયો હતો. શુક્રવાર, 14 ફેબ્રુઆરીએ દિલ્હીના બુલિયન માર્કેટમાં ચાંદીના હાજર ભાવમાં 2,000 રૂપિયાનો વધારો થયો હતો. કોમેક્સ સિલ્વર ફ્યુચર એશિયન ટ્રેડિંગમાં લગભગ 4 ટકા વધીને $34 પ્રતિ ઔંસના સ્તરે હતા.

Share This Article