US tariff impact MSME NPA: અમેરિકાના ૫૦ ટકા ટેરિફથી ભારતીય નિકાસલક્ષી એમએસએમઈ પર મોટું દબાણ, એનપીએમાં સાધારણ વધારાનો અંદાજ

Arati Parmar
2 Min Read

US tariff impact MSME NPA: અમરિકા દ્વારા ભારતના માલસામાન પર લાગુ કરાયેલા ૫૦ ટકા ટેરિફની સૌથી ગંભીર અસર દેશના નિકાસલક્ષી એવા માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ) પર જોવા મળશે જેને પરિણામે આ ક્ષેત્રની એમએસએમઈની નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએ)માં સાધારણ વધારો થવાની ચિંતા વ્યકત કરવામાં આવી છે.

નિકાસલક્ષી એવા પસંદગીના એમએસએમઈની એનપીએમાં સાધારણ વધારો થવાનું જોખમ રહેલું છે એમ ક્રિસિલ દ્વારા જણાવાયું હતું.

- Advertisement -

માર્ચ ૨૦૨૧થી માર્ચ ૨૦૨૫ના ગાળામાં એમએસએમઈના એનપીએ પ્રમાણમાં નોધપાત્ર ઘટાડો થયો છે. આ ગાળામાં એનપીએનું પ્રમાણ ૮.૭૦ ટકા પરથી ઘટી ૩.૬૦ ટકા પર આવી ગયું છે.

નીતિવિષયક ટેકા, નિયમનકારી દરમિયાનગીરી તથા કોરોના બાદ આર્થિક રિકવરીને કારણે એનપીએના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું.

- Advertisement -
Share This Article