વહેલી ઉંમરે બચત અને રોકાણથી બનાવો મજબૂત રિટાયરમેન્ટ ફંડ, આ ભૂલો કરવાથી બચો
Retirement Planning Tips: નિવૃત્તિનું આયોજન નિષ્ણાતો જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવે છે. ઘણા દિગ્ગજો કહે છે કે તમે જેટલી વહેલી તકે નિવૃત્તિનું આયોજન કરો છો અને તેના માટે બચત અથવા રોકાણ શરૂ કરી દો છો, તે તમારા માટે એટલું જ વધુ ફાયદાકારક બને છે.
ઘણા રોકાણ એવા છે, જ્યાં તમે જેટલી ઓછી ઉંમરે પૈસા લગાવો છો, તે એટલા જ વધુ વધે છે અને ચક્રવૃદ્ધિ વ્યાજ દરનો અલગ જ લાભ મળે છે. જો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ દરને એક વાક્યમાં સમજીએ તો તેનો અર્થ થાય છે કે તમારી જમા રકમ પર મળતા વ્યાજ પર પણ વ્યાજ મળે છે.
આ તમામ બાબતોને જોતા નિવૃત્તિનું આયોજન ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. એક વાત તો એ છે કે વ્યક્તિ હંમેશા કામ અથવા નોકરી કરી શકતી નથી. એક એવો સમય આવે છે, જ્યારે તમને કામની નહીં પરંતુ આરામની જરૂર હોય છે, પરંતુ તેના માટે તમારે પૈસાની જરૂર પડે છે. તેથી નિવૃત્તિનું આયોજન મોટી બાબત છે. અહીં અમે તમને એવી પાંચ બાબતો જણાવી રહ્યા છીએ, જેના પર જો તમે ધ્યાન આપો તો બની શકે કે નિવૃત્તિ બાદ પણ તમને ‘ફાઇનાન્શિયલ આઝાદી’નો અનુભવ થતો રહે. એટલે કે પૈસાની કોઈ અછત ન રહે. ચાલો, તેમના વિશે જાણીએ.
તમારો ફાઇનાન્શિયલ ગોલ નક્કી કરો
સૌથી પહેલાં તમારે તમારો ફાઇનાન્શિયલ ગોલ નક્કી કરવાનો છે. એટલે કે તમે નિવૃત્તિ બાદ કેવું જીવન જીવવા માંગો છો અથવા કેવી લાઇફસ્ટાઇલ ઇચ્છો છો, તેને આર્થિક રીતે પહેલેથી જ નક્કી કરી લો. તેના માટે તમારા ખર્ચનો પહેલેથી જ અંદાજ લગાવી લો અને તેના અનુસાર રોકાણ અથવા બચત કરવાનું શરૂ કરી દો.
રિટાયરમેન્ટ ફંડ માટે યોગદાન
તમે રિટાયરમેન્ટ ફંડ માટે જેટલી વહેલી તકે શક્ય હોય તેટલી વહેલી તકે ફંડ એકત્ર કરવાનું શરૂ કરી શકો છો. તમે શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ, FD વગેરેમાં રોકાણ કરી શકો છો. તમને જ્યાં ફાયદો લાગે ત્યાં તમારા એક્સપર્ટ સાથે વાત કરીને રોકાણ શરૂ કરી શકો છો, જેથી જ્યારે તમે નિવૃત્ત થાઓ ત્યારે તમારી પાસે સારું એવું રિટાયરમેન્ટ ફંડ હોય, જે નિવૃત્તિ બાદનું જીવન જીવવામાં આર્થિક રીતે ઘણી મદદ કરી શકે.
નિષ્ણાતો જણાવે છે કે તમે આ માટે તમારી બચતનો ઓછામાં ઓછો 20થી 30 ટકા હિસ્સો SIPમાં લગાવવાનું શરૂ કરી શકો છો. વધુ માહિતી માટે તમે મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર સાથે વાત કરો. બીજી તરફ, શેર બજારમાં સમજી-વિચારીને રોકાણ કરો અને રોકાણ કરતી વખતે લાલચ ન કરો. આ ઉપરાંત, પ્રોવિડન્ટ ફંડ ખાતામાં પણ રોકાણ કરી શકો છો, જેનો ઉપયોગ તમે નિવૃત્તિ બાદ કરી શકો છો. તમને જ્યાં સુરક્ષિત રોકાણ લાગે ત્યાં તમારી ક્ષમતા અનુસાર રોકાણની રકમને સમય સાથે વધારતા રહો.
લોન ન લેવાની યોજના
લોનનો અર્થ જ કર્જ થાય છે, તેથી પ્રયાસ કરો કે તમારે ક્યારેય પણ લોન લેવી ન પડે. ખાસ કરીને ત્યારે જ્યારે તમે નિવૃત્તિ વિશે વિચારી રહ્યા હો. લોન તમારા પર વધારાના બોજા જેવી બની શકે છે. આવી સ્થિતિમાં તમારી બચત ઓછી અને ખર્ચ વધુ થઈ શકે છે.
તેથી પ્રયાસ કરો કે તમને લોનની જરૂર ન પડે. ખૂબ જ જરૂરી હોય ત્યારે જો તમે લોન લઈ પણ લો, તો તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તેને ચૂકવવામાં કોઈ મુશ્કેલી ન પડે અને તમે નિર્ધારિત સમયમાં સરળતાથી ચૂકવી દો.
ઇમરજન્સી ફંડ બનાવો
તમે તમારી રિટાયરમેન્ટ લાઇફને ટેન્શન ફ્રી બનાવવા માટે ઇમરજન્સી ફંડ બનાવી શકો છો. તમારી પાસે એટલી રકમ જરૂર હોવી જોઈએ કે જો કોઈ ઇમરજન્સી અથવા હેલ્થ સંબંધિત કોઈ સારવારની જરૂર પડે તો તમે તરત કરાવી શકો. જો તમે વધુ પૈસા એકત્ર કરી શકતા ન હો તો તમે તેના માટે લાઇફ ટર્મ ઇન્શ્યોરન્સ, હેલ્થ ઇન્શ્યોરન્સ લઈ શકો છો.
તમે ઓછામાં ઓછા એક કરોડ રૂપિયાનો ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન પણ લઈ શકો છો. તમારા સમગ્ર પરિવારને કવર કરતી મેડિકલ પોલિસી પણ ખરીદી શકો છો, જે આપાતકાલીન સ્થિતિમાં તમારી મદદ કરી શકે. આ ઉપરાંત તમે નિયમિત અને વધારાના વળતર માટે FD (ફિક્સ્ડ ડિપોઝિટ) પણ કરી શકો છો.
તમારા રોકાણને ડાયવર્સિફાઇ રાખો
તમે તમારા રોકાણને ડાયવર્સિફાઇ રાખો. એટલે કે તમારું કોઈપણ રોકાણ માત્ર એક જ જગ્યાએ, બેંક, શેર અથવા મ્યુચ્યુઅલ ફંડમાં ન હોય, પરંતુ ઘણી જગ્યાએ હોય. રિસ્ક અને જોખમને ઘટાડવા માટે તમારા રોકાણને અલગ-અલગ એજેટ ક્લાસ અને સેક્ટરમાં વહેંચી શકો છો.
તમે શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ, રિયલ એસ્ટેટ, સોનું અને અન્ય જગ્યાઓ પર રોકાણ કરવાની યોજના બનાવી શકો છો. તેનાથી તમારું પોર્ટફોલિયો બજારના ઉતાર-ચઢાવથી સુરક્ષિત રહેશે અને ઘટાડા દરમિયાન તમને વધુ નુકસાન સહન કરવું નહીં પડે.
- રિટાયરમેન્ટ પ્લાનિંગ શું છે?
રિટાયરમેન્ટ પ્લાનિંગ એટલે તમે તમારી નિવૃત્તિના જીવન માટે ઘણાં સમય પહેલાંથી આયોજન કરીને ફંડ અથવા પૈસા એકત્ર કરો છો. - રિટાયરમેન્ટ પ્લાનિંગમાં કઈ બાબતોથી બચવું જોઈએ?
રિટાયરમેન્ટ પ્લાનિંગમાં મોંઘવારીનો અંદાજ ન લગાવી શકવો, મોડેથી શરૂઆત કરવી, પોર્ટફોલિયોને ડાયવર્સિફાઇ ન કરવો સહિતની અન્ય બાબતોથી બચવું જોઈએ. - દેશમાં મુખ્ય રિટાયરમેન્ટ યોજનાઓ કઈ છે?
દેશમાં મુખ્ય રિટાયરમેન્ટ યોજનાઓ NPS, EPS, PPF સહિતની અન્ય યોજનાઓ છે. - EPF શું છે?
EPF (કર્મચારી ભવિષ્ય નિધિ) પોતાના સભ્યોને વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ દર પ્રદાન કરે છે, જેનાથી તેમને રિટાયરમેન્ટ ફંડ બનાવવામાં મદદ મળે છે. - EPF પર કેટલું વ્યાજ મળે છે?
EPF પર વાર્ષિક 8.25%નું વ્યાજ મળે છે.

