Gold Price Today: સોનાના ભાવમાં આજનો વધારો, 22 કેરેટ સોનું થયું વધુ મોંઘું

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Gold Price Today: આજે ગુરુવાર એટલે કે 20 માર્ચે સોનું મોંઘુ થયું છે. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 90,500 રૂપિયાની નજીક પહોંચી ગયો છે અને 22 કેરેટ સોનાનો ભાવ 82,960ની આસપાસ ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.

દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 82,960 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 90,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. મુંબઈમાં 22 કેરેટ સોનું 82,910 રૂપિયા અને 24 કેરેટ સોનું 90,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. દેશના અન્ય મોટા શહેરોમાં પણ સોનાના ભાવમાં મામૂલી વધઘટ જોવા મળી હતી.

- Advertisement -

ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 24 કેરેટ સોનાનો ભાવ 90,500 પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 82,960 રુપિયા પર પહોંચી ગયો છે.

20 માર્ચ 2025ના રોજ ચાંદીનો ભાવ 1,05,100 રૂપિયા પ્રતિ કિલો હતો. ગઈ કાલે ચાંદીનો ભાવ રૂ.1,05,000 હતો. આજે ચાંદીમાં 100 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે.

- Advertisement -

સોનાના ભાવમાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ છેલ્લા કેટલાક દિવસોમાં ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારોમાં ડૉલરની મજબૂતાઈ અને અમેરિકી અર્થવ્યવસ્થાને લગતા નવા ડેટાના કારણે સોનાની માંગમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડા અંગે અનિશ્ચિતતા રહે છે, જેના કારણે રોકાણકારો અન્ય સંપત્તિઓ તરફ વળ્યા છે.

ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાતા રહે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું એ માત્ર રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારોમાં તેની માંગ વધી જાય છે.

- Advertisement -
Share This Article